________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૫]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
બતાવ્યો તેમાં ફક્ત દેરડા માટે જ ૮૪ હજાર ટાંકનો ખર્ચ થયેલ લખ્યો હતો. તે વાંચી તેના આધારે બીજે તે ઘણો જ ખર્ચ થયો હશે, એમ વિચારી તેમણે તે પંડા પાણીમાં પધરાવી દીધો. લોકોએ આ પ્રાસાદ અમૂલ્ય છે એમ કહ્યું. પ્રતિષ્ઠા સમયે સર્વ જન સમક્ષ પેથડકુમારે તે પ્રાસાદનું ‘અમૂટિવ વિદ્યારે એવું નામ રાખ્યું ને તેમાં ૮૩ આંગળ પ્રમાણ શ્રી વર્ધમાનસ્વામીનું આરસનું બિંબ પધરાવ્યું. આ પ્રસંગ સં. ૧૩૩૫માં બન્યું ને જયસિંહદેવ તૃતીયનું રાજ્ય સં. ૧૩૩૭ સુધી રહ્યું એટલે પેથડકુમારની ઉત્તરાવસ્થાનું આ છેલું મહાકાર્ય કહેવાય. એ પ્રમાણે પથડકુમારે માંડવ અને જૈનધર્મની ખૂબ શોભા વધારી.
મંત્રી ઝઝણકમાર–પેથડકુમાર પછી તેમના પુત્ર ઝાંઝણકુમારે માંડવગઢના મંત્રીપદને શોભાવ્યું. ઝાંઝણુકુમારે સં. ૧૩૪૯ ના માહ શુલ પંચમીને દિવસે અઢી લાખ મનુષ્યો સાથે કરેડા, આબુ, સિદ્ધાચળજી આદિ તીર્થોને સંધ કાઢયો. ધર્મ છેષસૂરિજી મહારાજ પણ આ સંધમાં સાથે હતા. જ્યારે અંધ કરે પહેઓ ત્યારે ત્યાં એક ક્ષેત્રપાળને ઉપદ્રવ હતા. તેની શાનિત કરીને મંદિરને ઉદ્ધાર કરાવી ઝાંઝણુકુમારે ત્યાં સાતમાળનું ભવ્ય મંદિર કરાવ્યું. આબુજી સંધ ગમે ત્યારે ત્યાં પ્રભુજી પાસે સાચા મૌક્તિકને સ્વસ્તિક કરી ઝાંઝણુકુમારે ખૂબ ભક્તિ કરી. પછી શ્રી. સિદ્ધાચલજીમાં ૫૬ ઘડી સુવર્ણ વ્યય કરી મહાન્ સુવર્ણને જ ચઢાવ્યા ત્યાંથી ગિરિનાર વનસ્થળી (વંથળી) થઈને સંધ કર્ણાવતી પહે. ત્યાંના રાજા સારંગદેવ સંધના દર્શનાર્થે આવ્યા ત્યારે ઝાંઝણકુમારે તેને સારું સન્માન આપ્યું અને બીજા શ્રેષ્ઠીઓએ પણ નજરાણું કર્યા. સારંગદેવની પ્રતિજ્ઞા હતી કે કોઈની પાસેથી કોઈપણ વસ્તુનું દાન ન લેવું, કોઈના હાથની નીચે હાથ ન કરે. પ્રસંગ મેળવી ઝાંઝણકુમારે રાજાની પસલી એકદમ કપૂરથી શિખાસુધી ભરી દીધી. કપૂર નીચે પડવા લાગ્યું એટલે રાજાએ તે લેવા હાથ નીચે કર્યો ત્યારે ઝાંઝણકુમારે તે તેમના હાથમાં મૂક્યું. લંકાના જયજયારવ વચ્ચે રાજા હસી પડ્યો ને ઝાંઝણકુમારની ચતુરાઈથી ખુશી થયો. ઝાંઝણકુમારના વચનથી સારંગદેવે પિતે કેદ કરેલા ૯૬ રાજાઓને કેદમુક્ત કર્યા. તે સર્વ રાજાઓને ઝાંઝણકુમારે એક એક અશ્વ ને પાંચ પાંચ દુકૂલ આપી સન્માનિત કરી વિદાય કર્યા. આ કાર્ય પછી લે તેમને “રાજબંદિ છોટક' એવા બિરુદ પૂર્વક બેલાવતા હતા. પછી સંધ સહિત ઝાંઝણકુમાર ખંભાત થઈ માંડવગઢ પહોંચ્યા. ઝાંઝણકુમાર પછી તેમના વંશજોએ મંત્રીપદ તથા બીજા અધિકાર સં. ૧૪૯૨ સુધી એટલે હુશંગશાહ બાદશાહના સમય સુધી ભોગવ્યા. ૩ મંત્રી ચાન્દાશા, ૪ ઉપમંત્રી મંડન તથા ૫ ખજાનચી સંગ્રામસિંહ ની –
ચાન્દાશા-માંડવગઢમાં જ્યારે સં. ૧૪૯૨થી ૧૫૫ સુધી મહમદ ખીલજી, [આલમશાહ]નું રાજ્ય હતું ત્યારે તેમના દીવાન ચાન્દાશા હતા. તેમણે જેનધર્મનું ગૌરવ વધાર્યું હતું. ચાર લાખ દ્રવ્યના ખર્ચે ૭૨ જિનમન્દિર અને ૩૬ દિવાદાંડીઓ બંધાવ્યાં હતાં.
ઉપમંત્રી મંડળ–તે જ સમયે ઉપમંત્રી મંડન હતા. તેઓ શ્રીમાળી સોનગરા અને મૂળ જાલેરના વતની હતા. તેમના પિતાનું નામ સમુદ્ર [સમધર], દાદાનું નામ બાહડ અને પ્રપિતામહનું નામ ઝાંઝણ હતું. તેમને સં. પૂજા, સં. જીજી, સં. સંગ્રામ, ને સં. શ્રીમાલ એમ ચાર પુત્રો હતા. તેઓ મંત્રી હતા એટલું જ નહિ પણ એક સમર્થ
For Private And Personal Use Only