________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૬ ] શ્રી માંડવગઢની મહત્તા
[૩પ૩] ....................................................................................... વધારે બેલી બેલી તીર્થમાળ પહેરે તેનું તીર્થ એમ નિકાલ કર્યો. સંધપતિ પેથડકુમારે પાંચ ધડી સેનાથી શરૂઆત કરી છેવટે ૫૬ ધડી સેનાની ઉછામણી બોલી તીર્થમાળ પહેરી અને ગિરિનારતીર્થ “વેતામ્બરનું કર્યું. બીજું પણ ૧૧ લાખ દ્રવ્ય ગિરિનારમાં દેવગુરૂ સાધર્મિક ભક્તિમાં વાપર્યું.
ભણવાની લગની -પેય કુમારને અભ્યાસ કરવાની રુચિ ઘણી જ હતી, પણ રાજ્યના કાર્ય વ્યવસાયને કારણે સમય મળતો ન હતો. તો પણ તે જ્યારે પાલખીમાં બેસીને રાજસભામાં જતા હતા ત્યારે પાલખીમાં ઉપદેશમાળાની પ્રત રાખી એક એક ગાથા શી ખતા હતા. અને તે પ્રમાણે તેમણે સંપૂર્ણ ઉપદેશમાળા કંઠસ્થ કરી હતી. આવી ભણવાની લગની કેને વિસ્મય ન પમાડે!
દેવગિરિમાં જિનમંદિર અને મંત્રીવરની કાર્યદક્ષતા:-દેવગિરિ (દૌલતાબાદ)માં જિનેશ્વર પ્રભુના મંદિર માટે ત્યાંના બ્રાહ્મણો જગ્યા આપતા ન હતા. આ વાતની પકડકુમારને ખબર પડી. તેમણે પ્રથમ ત્યાંના મંત્રીને વશ કરવા માટે માળવા ને દક્ષિણની વચમાં આવેલ કારપુરમાં ૫૬ કેડ સુવર્ણના સ્વામી ને શ્રી રામદેવ રાજાના મંત્રી “હેમાદેના નામની દાનશાળા ખોલી. વિવિધ પકવાન વગેરેથી સન્માન પામતા યાચકો અને અતિથિ વગેરેએ હેમાદેની કીર્તિ દૂર દૂર ફેલાવી. દેવગિરિમાં જઈને પથિકે ઘેર ઘેર ને સ્થળે સ્થળે શિસ્ત્રવિનિમ શાસ્ત્રિયુi૪ ૫ મોગર/ન. વસ્તુપ, વગેરે બિરુદ બેલી હેમાદેના ગુણે ગાવા લાગ્યા. આ વાતની હેમાદેને ખબર પડતાં તેમણે વિચાર્યું કે મેં જનહિતનું એવું કઈ મહાન કાર્ય કર્યું નથી તો પણ લેકે મારી આટલી બધી કીતિ શા માટે ગાય છે? તપાસ કરતાં જ્યારે પિયડકુમારે ખલેલ પિતાના નામની દાનશાળાની ખબર પડી ત્યારે તેણે ઉદ્દગાર કાઢ્યા’ કે ‘બીજાના દ્રવ્ય પિતાની કીતિ વધારનારા જગતમાં લાખો લેકે હોય છે પણ પિતાના દ્રવ્ય પારકી કીતિ ફેલાવનારા તે વિરલ જ જડે છે.' પછી હેમાદે પેથડકુમારને મળ્યા ને પિતાને યોગ્ય કંઈ કાર્ય હોય તો પૂછવું. ત્યારે મંત્રીશ્વર પેથડકુમારે દેવગિરિમાં મન્દિર માટે જગ્યાની વાત કરી. રામદેવ રાજાની આજ્ઞાથી દેવગિરિના એક વચ્ચે ચોરાશી દુકાને કઢાવી મન્દિર માટે સુન્દર જગ્યા હેમાદેએ અપાવી. તે ગામમાં મોટે ભાગે ખારાપાણીના કૂવાઓ હતા. પણ આ જગ્યાએ પાયા માટે ખેદતાં મીઠું પાણી નિકળ્યું. બ્રાહ્મણોએ રાજાને ગામ વચ્ચે મીઠું પાણી નીકળ્યાની વાત કરી. આ વાતની પેથડકુમારને ખબર પડી એટલે તેમણે મળેલ જગ્યામાં અડચણ ન આવે માટે રાતોરાતમાં તે પાણીમાં પુષ્કળ મીઠું નખાવી દીધું. સવારે રાજાએ જાતે આવી પાણીની તપાસ કરી ત્યારે તે પાણી ખારુ ધુધવા જેવું લાગ્યું એટલે રાજાએ બ્રાહ્મણોની નિર્ભસના કરી, પેથાકુમારને તે જગ્યા સુપ્રત કરી. પેથડકુમારે તે સ્થાને સિદ્ધપુરમાં સિદ્ધરાજે બંધાવેલ રુદ્ર મહાલયથી કંઈક નીચે ને શિલ્પશાસ્ત્રોક્ત “સાર આર’ નામના ઘાટને ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યું. તે મંદિરના કાર્ય માટે મૂકેલ મુનિએ જ્યારે મંત્રીશ્વરને ખર્ચના હિસાબને ચોપડે
૧ થીના ધાટનાં ૮૪ જિનપ્રાસાદ બનાવવામાં જેટલા દ્રવ્યો વ્યય થાય તેટલું દ્રવ્ય એ મારૂ આરપાટના પ્રાસાદ બનાવવામાં જોઈએ,
For Private And Personal Use Only