SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી માંડવગઢની મહત્તા [ ઐતિહાસિક ટૂંક પરિચય ] wwwય લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજી [ ગતાંગથી ચાલુ : લેખાંક બીજે ] જૈન મંત્રીઓ અને વિદ્વાને શ્રી માંડવગઢજીની વ્યવસ્થિત રચના થયા બાદ ત્યાં સમૃદ્ધિ અને વસ્તિ દિનપ્રતિદિન વધવા લાગી. જુદા જુદા દેશના ભાગ્યશાળી પુરુષ ભાગ્ય અજમાવવા માંડવગઢ આવવા લાગ્યા, અને સારા સારા અધિકાર ને હેદ્દાઓના અધિપતિ બન્યા. તેમાંના કેટલાએકનું વર્ણન અહીં બતાવવામાં આવે છે. ૧. મહામંત્રી પેથડકુમાર – ચૌદમા સૈકાની શરૂઆતની આ વાત છે. માંડલગઢમાં તે સમયે જયસિંહદેવ તૃતીયનું રાજ્ય ચાલતું હતું. તે સમયે વિદ્યાપુર (વિજાપુર)નો એક વણિક અખૂટ સમ્પત્તિ છતાં કર્મવેગે ગરીબ સ્થિતિને પામ્યો. લેકે તેની હાંસી કરતા હતા કે હવે તે આ “લાખ વર્ષે લખપતિ અને કઠ વર્ષે કટિધ્વજ' થાય તેમ છે. તેમ છતાં તેનું ભાગ્ય જોઈને તેની પિતાની સ્થિતિ પ્રમાણે પાંચસોની ઇચ્છા છતાં ભવિષ્યમાં બાધ ન આવે માટે, વિજયધર્મોષસૂરીશ્વરજી મહારાજે તેને પાંચ લાખનું પરિગ્રહ-પરિમાણ વ્રત આપ્યું. આજીવિકા ચલાવવાનું પણ કઠિન થયું ત્યારે તેની દષ્ટિ માંડવગઢ તરફ વળી. શુભ મુહૂર્તે તે માંડવગઢના દ્વારમાં પ્રવેશ કરતે હતો ત્યારે ડાબી બાજૂ કૃષ્ણ સર્પ ઉપર બેઠેલી દેવચકલી બોલી. તે ખચકાયો. પાસે ઊભેલા એક મારવાડીએ કહ્યું કે “શેઠ વિચાર શું કરે છે? શુકન સારાં થાય છે, જલદી પ્રવેશ કરે.' પ્રવેશ કર્યા પછી મારવાડીએ કહ્યું: “જો તમે અટક્યા સિવાય જ પ્રવેશ કર્યો હોત તે નક્કી આ નગરના રાજા બનત. પણ હજુ તમારું ભાગ્ય પ્રબળ છે. અહીં તમે ઉત્તરોત્તર ઉન્નતિને અનુભવશો.' શરૂમાં તેણે ત્યાં ઘીને વેપાર કર્યો. તેમાં એકદા તેને ચિત્રાવેલની પ્રાપ્તિ થઈ, તેના પ્રભાવે તેની પાસેથી લક્ષ્મી જરા પણ ખૂટતી ન હતી. ભાગ્યયોગે તેને કામવટ પણ મળ્યો. પછીથી ખાનદાની, વિપુલ સંપત્તિ અને ચતુરાઈને કારણે રાજાએ તેને રાજ્યના મુખ્ય મંત્રી બનાવ્યું. તેનું નામ પેથડકુમાર! આ પેથાકુમાર દેદાશાહના પુત્ર થાય. દેદાશાહ પેથાકુમારને પદ્મિની નામની એક શેઠની પુત્રી સાથે પરણાવી, ઝાંઝણકુમાર નામના પૌત્ર-રત્નને રમાડી સ્વર્ગ સીધાવ્યા હતા, ત્યારબાદ ગૃહસ્થાશ્રમને સર્વ ભાર પિયડકુમારે ઉપાડી લીધો. ૧. નિમાડમાં નાંદર નામે એક નગરમાં દેદાશાહ નામના એક સામાન્ય સ્થિતિના ઓસવાળ રહેતા હતા. પ્રીમન્ત થવાને અનેક પ્રયત્ન કરતાં એક સમય નાગાર્જીન નામના યોગીએ તેમને સુવર્ણસિદ્ધિની પ્રક્રિયા બતાવી. શ્રીમંત થયા બાદ દયાદાનથી તેમની કીર્તિ સુદૂર ફેલાઈ. તે For Private And Personal Use Only
SR No.521576
Book TitleJain_Satyaprakash 1942 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy