________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિગંબર સાપ્તાહિકના દ્વેષપૂર્ણ આક્ષેપ
જેન ગજટ' નામક દિગંબર સંપ્રદાયના એક સાપ્તાહિક પત્રના ૧૦-૧૨–૧૯૪૧ ના અંકમાં જૈન આગમો અંગે કેટલાક દ્વેષપૂર્ણ આક્ષેપ કરવામાં આવ્યા છે. આ આક્ષેપોના જવાબમાં ભાવનગરથી પ્રગટ થતા “જૈન” સાપ્તાહિકના તા. ૪-૧-૧૯૪૨ ના અંકમાં પ્રગટ કરવામાં આવેલ અગ્રલેખ અક્ષરશઃ અહીં આપીએ છીએ.
તંત્રી
“ભ૦ મહાવીરકા અવર્ણવાદ ભારતવષય દિગંબર જૈન મહાસભાના સાપ્તાહિક મુખપત્રને તા. ૧૦ મી ડિસેંબરનો એક અંક (વર્ષ ૪૭, અંક ૭) અમારી ઉપર અચાનક આવી પડે
છે. “જૈન ગજટ” નામધારી એ મુખપત્રનું અમારા માટે આ પ્રથમ દર્શન છે. ૪૭ વર્ષની લાંબી મજલ એ મુખપત્રે કાપી છે એટલે અને સંપાદક, સંયુક્ત સંપાદક તેમજ પ્રબંધ સંપાદક–જેમાં છેલ્લા બે ગૃહસ્થ ધારાશાસ્ત્રીની ઉપાધિ ધરાવે છે એમ ત્રણ ત્રણ સંપાદકની પાકી ચેકીદારી નીચે પ્રકટ થાય છે, તેમાં ગાંભીર્ય, સમન્વય, સૌહાર્દ વિસ્તારતા ભાવ ઉભરાતા હશે એમ સ્વાભાવિક રીતે લાગે. સામયિક જૈન સાહિત્યની દુનિયા વચ્ચે જેઓ વસે છે તેને આવા એક સાપ્તાહિકના દર્શનથી આનંદ જ થવો જોઈએ. પરંતુ અમારે ભારે ખેદ અને નિરાશા સાથે કહેવું પડે છે કે એને સંપાદકીય અગ્રલેખ–“ભગવાન મહાવીરકા અવર્ણવાદ” વાળે લેખ વાંચ્યા પછી અમને એ પત્રની નીતિ વર્તમાન યુગદષ્ટિને અન્યાય આપનારી લાગી છે. ભા. દિ. જૈન મહાસભાના મુખપત્ર તરીકેની જવાબદારી પણ એના લક્ષમાં નથી રહી.
“ભ૦ મહાવીરકા અવર્ણવાદ” એ મથાળું વાંચતાં, કેઈ અન્ય દર્શનીએ શ્રી મહાવીરસ્વામીની અણસમજી નિંદા કરી હશે એવો ભાસ થાય, પરંતુ જેન ગજટે તે એવા ભ્રાંતિજનક શીર્ષક નીચે સીધો *વેતાંબર જૈન આગમ સાહિત્ય ઉપર જ હુમલો કર્યો છે. મૂળ વાત તો એવી છે કે થોડા દિવસ ઉપર ભગવતી સુત્ર-ગુજરાતી ગ્રંથના સંપાદકે-પટેલ ગોપાળદાસે ભ૦ મહાવીર અને માંસાહારની ચર્ચા વહેતી મૂકેલી. એ વખતે સામયિક પત્રમાં ઘણો ઊહાપોહ થયો હતો અને શ્રી પટેલની એ ટીકા જેન દષ્ટિએ કેટલી નિરાધાર હતી તે પણ બતાવાયું હતું.
જૈન ગજટે? એ કાચ તાંતણે ફરીથી તાણવા પ્રયત્ન કર્યો છે. મહાવીર અને માંસાહારની ચર્ચામાં કંઈ તથ્ય જેવું નથી એમ દિ. જેન મહાસભાનું એ
For Private And Personal Use Only