SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૫] શ્રી કમપ્રકૃતિના વિષયનું સંક્ષિપ્ત તારણ [૩૦૧ જે રૂપે આત્મસત્તામાં વર્તતું હોય તે કર્મ તે રૂપે ઉદયમાં ન આવતાં પિતાનું નામ કાયમ રાખી સમાન જાતીય વિપકેદયવાળી પ્રકૃતિની સાથે સાથે ભગવાઈ જાય તેનું નામ પ્રદેશોદય' કહેવાય છે. જેમકે-આત્મસત્તામાં જુદી જુદી વખતે બાંધેલા દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચગતિ, નરકગતિ–એમ ચારે ય કર્મો રહેલાં છે. હવે વિપાકરૂપે ઉદય તે ચારમાંથી એકને જ હોઈ શકે. મનુષ્યને મનુષ્યગતિને વિપાકેદય, દેવને દેવગતિને વિપાકેદય, એમ ચારે ય માટે સમજી લેવું. એક સાથે બે ગતિને વિપાકેદય કઈ પણ આત્માને ન સંભવી શકે. હવે મનુષ્યને મનુષ્યગતિનો તો વિપાકેદય છે અર્થાત્ મનુષ્યગતિ નામકર્મ તો સ્વસ્વરૂપે ભોગવાય છે, પણ તે જ અવસરે જેનો અબાધાકાલ પૂર્ણ થઈ ગયેલ છે તેવી બાકીની ત્રણે ગતિ સંબંધી નામકર્મો પિતાનું નામ કાયમ રાખીને [ અર્થાત્ સંક્રમકરણમાં બતાવ્યા પ્રમાણે સંક્રમ થતાં જેમ કમ પ્રકૃતિનું નામ બદલાઈ જાય છે તે પ્રમાણે ન થવા દેતાં પિતાનું જે નામ છે તે કાયમ રાખીને ] સ્વસ્વરૂપે-વિપાકેદય દ્વારા ગવાતી મનુજગતિ સંબંધી નામકર્મ સાથે સાથે તે ત્રણેય કર્મો ભેગવાતાં જાય છતાં પિતાનું ફળ આત્માને ન બતાવે તેનું નામ પ્રદેશદય અથવા સ્ટિબુક સંક્રમ છે. “રસવિનાના એકલા કર્મપ્રદેશોને ઉદય તેનું નામ પ્રદેશોદય—એમ સમજવાનું નથી. કર્મપ્રદેશમાં રસ અવશ્ય હોય છે. પરંતું કેળાંનું ભક્ષણ કર્યા બાદ પ્રમાણે પેત એલચી વાપરવાથી કેળાને વિકાર બહાર આવી શકતા નથી, તે પ્રમાણે મનુજગતિના ઉદયરૂપી એલચી ત્રણેય ગતિનો અનુભવ રૂપે વિકારને બહાર આવવા દેતી નથી. આ સંબંધમાં ઘણું વિવેચન થાય તે જ સમજવામાં આવી શકે. પણ સ્થળસંકોચના કારણે વધુ વિવેચન મુલતવી રાખેલ છે. સત્તાઃ સત્તા થવાના તથા સત્તામાંથી ખસવાના પ્રકાર બંધ અને સંક્રમ વડે જેનામાં કર્મપણું પ્રાપ્ત થયું છે એવા કર્માણુઓને જ્યાં સુધી ઉદય દ્વારા કિંવા સંક્રમઠારા પિતાની અવસ્થામાં ફાફેર ન થાય ત્યાં સુધી તે કર્માણઓની સત્તા કહેવાય છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું. કે-કર્માણુઓની સત્તા બે રીતે થાય છે. અને કર્માણુઓનું સત્તામાંથી ખસવાપણું પણ બે રીતિએ થાય છે. તેમાં પ્રથમ પ્રકાર-બંધ વડે કર્મની સત્તા થાય છે. એટલે કે-ચૌદ રાજલેકમાં સર્વત્ર કાર્મણવર્ગણાના કલે તો રહેલા છે. જે આકાશપ્રદેશોમાં કર્મ પ્રદેશ છે તે જ આકાશપ્રદેશમાં આત્મપ્રદેશ હોવાથી આત્મપ્રદેશને સ્પર્શ રૂપે તે કામણ વર્ગણના અણુઓ સાથે સંબંધ રહેલે છે. પરંતુ તેટલા સ્પર્શ માત્ર સંબંધથી તે કર્મની સત્તા ગણાતી નથી. તેમજ સ્પર્શમાત્ર સંબંધ રૂપે રહેલાં તે કમપેગ્ય અણુઓ આત્માને કાંઈ પણ અનુગ્રહ-ઉપઘાત કરી શકતા નથી, પરંતુ આત્મા જ્યારે બંધન પરિણમવાળે થાય—અને તે બન્ચનપરિણામવડે કર્મયોગ્ય તે પુલેને ગ્રહણ કરી કમપણે પરિણુમાવી આત્માની સાથે લેહ અને અગ્નિના ગાળા માફક એકાકારપણે પરિણુમાવે ત્યારે જ તે કર્માણુઓની સત્તા થઈ એમ ગણી શકાય છે. આ સત્તાનો પ્રથમ પ્રકાર થયે. - બીજે પ્રકાર-સંક્રમ વડે સત્તા થાય છે, તે આ પ્રમાણે-એક વ્યક્તિ વર્તમાનમાં શતાવેદનીયને બંધ કરે છે. તે વખતે સત્તામાં રહેલ-પૂર્વબદ્ધ અશાતા વેદનીય શાતારૂપે સંક્રમે છે. હવે અહીં શું થયું ? જુએ-જે કર્મ અશાતા વેદનીયરૂપે સત્તામાં હતું તેને For Private And Personal Use Only
SR No.521575
Book TitleJain_Satyaprakash 1942 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy