________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭ નિકાચના: નિકાચિત કર્મની વ્યાખ્યા અને તેમ થવાનું કારણ. જે વીર્યવિશિષ્ટ પરિણતિ વડે, આત્મપ્રદેશો સાથે સંબદ્ધ થયેલા કર્માણુઓને એવી અવસ્થાવાળા કર્યા છે કે–અસાધ્ય કક્ષાના રોગની માફક સંક્રમ, અપવર્તતા, ઉદીરણું વગેરે કઈ પણ કરણો તેમાં કામ ન કરી શકે, અવશ્ય પિતાનું ફળ ઉદય સ્વરૂપે આત્માને આપ્યા બાદ જ જે આત્મપ્રદેશથી ટા પડે, તે વીર્યવિશિષ્ટ પરિણતિને નિકાચના કરણ કહેવાય છે. “નિધત્ત અવસ્થાના સ્પષ્ટીકરણ માટે જે સૂચકલાપનું ઉદાહરણ આપ્યું હતું તે જ અહીં ઘટાવવાનું છે. નિધત્ત અવસ્થામાં તો ફક્ત સૂચકલાપ ઉપર કાટ ચઢેલો હોવાથી પ્રયત્નવિશેષ વડે કાટ દૂર થાય અને સોયો છૂટી પડી શકે તેવી તેનામાં હજી યોગ્યતા હતી, પરંતુ તે જ સૂચકલાપને પ્રબલ અગ્નિમાં તપાવી એકરસ કરીને જુદી જુદી સે હતી તેને બદલે ઘણુ વડે ટીપી એક જાડી સળી બનાવવામાં આવે તો તેમાંથી એક પણ સાય હવે છૂટી પડી શકે તેમ નથી. તે પ્રમાણે જે કર્મ પ્રદેશે આત્મપ્રદેશ સાથે અત્યંત એકાકારપણે પરિણમ્યા છે, જેમાં રસનું ઘણું જ પ્રબલપણું છે, તે કર્મ પ્રદેશમાં કોઈ પણ પ્રયત્ન કામ લાગતો નથી. તેનાં ફળ આત્માને સ્વાનુભવ રૂપે ભેગવવાં પડે છે. અને ત્યાર બાદ જ તે કર્મ આત્માથી છૂટું પડે છે. આવી સ્થિતિ ત્યારે જ થાય છે કે કોઈ પણ શુભાશુભ કર્મને બંધ થયા બાદ તેને લાયક પાછળથી ખૂબ અનુમોદન થતું હોય. દાખલાતરીકે–શ્રેણિક મહારાજાએ ગર્ભવતી મૃગલીને બાણ વડે વધ તે કર્યો, પરંતુ વધ કર્યો બાદ-અરે ! હું કેવો બહાદુર કે-એક સાથે ત્રણ વિનાશ” ઇત્યાકારક જે અનુમોદન થયું, તેવું અનુમોદન કર્મની નિકાચિત અવસ્થામાં કારણ બને છે.
પાપપ્રવૃત્તિનાં અનુમોદનથી સાવધાન રહો અનાદિ કાળથી કર્મપરાધીન આ આત્માથી પાપવૃત્તિ થઈ જાય તેમાં નવાઈ જેવું નથી. પરંતુ પાપપ્રવૃત્તિ થયા બાદ તેને લગતું અનુદન ન થાય, અને પશ્ચાત્તાપ થાય તે જ નવાઈ જેવું છે. એ પ્રમાણે પાપ કર્યા પછી જે પાપની નિંદા-ગહ આત્મસાષિએ થાય તે પાપપ્રવૃત્તિ દ્વારા બંધાયેલું કર્મ ફલ સ્વરૂપે ભગવ્યા સિવાય પણ આત્માથી વિખરાઈ જાય છે. અને જે પાપપ્રવૃત્તિની પાછળ આનંદપૂર્વક અનુમોદન થાય તો તે કર્મને ભેગવ્યા સિવાય કઈ પણ કાળે તે કર્મ આત્માથી છૂટું પડતું જ નથી. આ ઉપરથી ભવ્યાત્માઓએ પાપપ્રવૃત્તિના અનુમોદનથી દૂર રહેવા માટેનો બેધ ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે.
ઉદયનું સ્વરૂપ : પ્રદેશેાદય તથા વિપાકેદય કર્મના ફળનો અનુભવ–તેનું નામ ઉદય કહેવાય છે. આ ઉદય તથા આગળ કહેવામાં આવતી સત્તા એ બન્નેમાં વીર્યવિશિષ્ટ પરિણામની અપેક્ષા નથી હોતી. તેથી બન્ધનકરણ, સંક્રમકરણ વગેરેની માફક “ઉદયને તથા “સત્તાને કરણ કહેવામાં આવતું નથી. જે કર્મને જ્યારે અબાધાકાળ પૂર્ણ થાય ત્યારે કિંવા ઉદીરણું વગેરે પ્રયત્ન વિશેષ વડે જે કર્મ ફલસન્મુખ–(ઉદયાવલિકા પ્રવિષ્ટ ) થાય ત્યારે ક્રમશઃ તે કર્મનાં ફળો અનુભવમાં આવે છે. આ કર્મોને અનુભવ બે પ્રકારનું છે. એક સ્વરૂપે અનુભવ જેને “વિપાકેદય” કહેવાય છે અને એક પરરૂપે અનુભવ જેને “પ્રદેશોદય’ કહેવાય છે. અર્થાત જે કર્મ જે રૂપે આત્મસત્તામાં હોય તે કર્મનું તે રૂપે જ ઉદયમાં આવવું તેનું નામ વિપાકેદય છે. અને
For Private And Personal Use Only