________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુંજય મંત્રીશ્વર
—[ એક અમર મૃત્યુકથા ]
=
વિજય પ્રસ્થાન: કર્મ માટે અને ધર્મ માટે વીર વનરાજે વસાવેલ ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણમાં મહારાજા કુમારપાળનું રાજ્ય તપતું હતું. ગુજરાતના યુદ્ધાઓની વીરહાકે સમસ્ત આર્યાવર્તમાં ગૂજરાતની કીર્તિપતાકા ફરકાવી હતી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યની પ્રેરણાથી ગુજરાતની સંસ્કારિતા અને વિદ્વત્તાના પડઘા, અનેક દેશોના સીમાડા વીંધી, છેક કાશ્મીર અને કાશી સુધી ગાજી ઊઠયા હતા. સવિતાનારાયણના નક્ષત્રમંડળની જેમ સમરવીર અનેક યોદ્ધાઓ, રાજનીતિનિપુણ અનેક મંત્રીઓ અને સાહિત્યકુશલ અનેક પંડિત મહારાજા કુમાસ્પાલ અને હેમચંદ્રસૂરિની આસપાસ વિંટળાયેલા રહેતા. આમ બાહોશ રાજવી અને આદર્શ ધર્મગુરુના ખોળે પડેલ ગૂજરાત પિતાને સુવર્ણયુગને મધ્યાહ્ન અનુભવતું હતું.
ગુજરાતનું પાટનગર અણહિલપુર એક અલબેલી નગરી હતું. એની શોભા અને મહત્તાની અનેક કિવદન્તીઓ લેકાએ ઘડી કાઢી હતી. પાટણના પટોળાં અને પાટણની પનીહારીના નામે લેકહદયમાં જાણે કામણું થતું ! વીરે, વિલાસીઓ અને વ્યાપારીઓના ત્રિવેણી સંગમ સમું પાટણ ધર્મપરાયણતામાં કોઈ વાતે ઊતરતું ન હતું! દેવમંદિરના સુવર્ણકળશે રોજ પ્રાતઃકાળે સૂર્યદેવનું સ્વાગત કરતાં, ધર્મપરાયણ જનની પ્રાર્થનાને પ્રશાંત ધ્વનિ વિલાસીઓની નિદ્રાને ઉડાડતા અને સંધ્યા સમયે દેવમંદિરની આરતીના ઘંટાર સૂતેલ આત્મભાવને જાગ્રત કરતા..
આવા ગૌરવાન્વિત ગુજરાત અને શોભાયુક્ત પાટણના એક ધર્મ-કર્મવીર મંત્રીશ્વરની આ કથા છે.
અણહીલપુરની રાજસભામાં, મહારાજા કુમારપાળ સમક્ષ રોજ દેશ-પરદેશના સમાચાર આવતા અને દેશના કલ્યાણની દૃષ્ટિએ મસ્ત્રીઓ એના ઉપર વિચારણું ચલાવતા.
આજે એક દૂત સમાચાર લાવ્યો હતો : સૌરાષ્ટ્રમાં સઉંમરે પિતાનું માથું ઉચકયું હતું. અને ગૂજરાતના રાજવીની આણને પડકાર કર્યો હતો. માળવા, મહારાષ્ટ્ર અને સિંધ સુધી સુજરાતની વિજયવૈજયન્તી ફરકાવનાર મહારાજાને કે તેમના સુભટોને આમાં જરાય ચિંતા જેવું લાગતું હતું. જેની આગળ મોટા મોટા રાજવીઓ, ભલભલા વીર યોદ્ધાઓ અને - અભેદ્ય કિલ્લાઓ નમી પડ્યાં હતાં એ ગુજરાતના શૂરાતન આગળ બિચારા સર્વીસરનું શું ગજું ! પણુ–દુશ્મન અને રોગને ઉગતાં જ દાબી દેવાં-એ નીતિવાક્યની ઉપેક્ષા કરવી ઉચિત નથી એમ વિચારી રાજમંત્રીઓએ છેવટે સઉંસરને દાબી દેવાનું યોગ્ય ધાર્યું અને એ માટે ઉદયન મંત્રીની સરદારી નીચે સેના મોકલવાનું નિશ્ચિત થયું.
અને એક મંગલ પ્રભાતે સેના સાથે ઉદયનમંત્રીએ સૌરાષ્ટ્ર તરફ વિજય પ્રસ્થાન કર્યું.
For Private And Personal Use Only