________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરેડાના એક પ્રાચીન ધ્વસ્ત મંદિરનો
પરિચય જેનપુરી અમદાવાદના સીમાડે જ નરોડામાં એક પ્રાચીન જિનમંદિર જમીનમાં દબાયેલ છે. કેઈ ધર્મપ્રેમી સખી ગૃહસ્થ એનો ઉદ્ધાર કરાવે!
લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી. ન્યાયવિજ્યજી અમદાવાદથી પૂર્વ દિશામાં નરેડા નામનું એક ગામ છે. આ ગામ અત્યારે તે નાનું છે. પરંતુ પહેલાં આ એક મહાન નગરી હતી એમ કહેવાય છે. સુપ્રસિદ્ધ નલરાજાની નિષધ નગરી હોવાનાં અપૂર્વ માન, ગૌરવ અને પ્રતિષ્ઠા આ ગામને કર્ણોપકર્ણ પ્રાપ્ત થયેલ છે. પુરાણકાલીન આ નગરીના ઈતિહાસ ઉપર પ્રકાશ પાથરે એવાં પ્રમાણમાં એક પ્રમાણે આ નગરનિવાસીઓએ શોધી કાઢ્યું છે. આ પ્રમાણ એ છે કે નલરાજાના સમયનું મહાદેવજીનું મંદિર–મહાદેવજી અહીં છે. યદ્યપિ આ મંદિર તો તન અર્વાચીન–વીસમી સદીનું જ છે, કિન્તુ મહાદેવજીનું લિંગ તેઓ પ્રાચીન બતાવે છે.
આ સિવાય અત્યારે ગામ બહાર ઉત્તર ને દક્ષિણ તરફ નલરાજા અને દમયન્તીના ટીંબા સામસામા છે. આ ટીંબાને અહીંના રહેવાસીઓ નલરાજાના સમયના કહે છે. આ તે નરેડાની પુરાણકાલિક પ્રાચીનતાની વાત થઈ. નગરનું પુરાણકાલીન નામ નિષધ નગરી હતું. નિષધનગરનું એક પુરાણ પણ છે. પણ મને તે જોવા નથી મલ્યું એટલે તે સંબંધી વધુ લખવાનું મેકફ જ રાખું છું..
હવે આપણે અહીંનાં જેનોનાં પ્રાચીન સ્થાન તરફ દૃષ્ટિપાત કરીએ–અહીં અત્યારે એક અર્વાચીન શિખરબંધ ભવ્ય મંદિર છે. આ મંદિર શેઠ હઠીસિંહ કેસરીસિહે બંધાવ્યું છે; અને દેખરેખ પણ તેમની જ હતી. આ મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન છે તેમાં કેટલીક તો અર્વાચીન છે જ્યારે કેટલીય પ્રાચીન ભવ્ય અને મનોહર મૂર્તિઓ છે. યદ્યપિ તેમના શિલાલેખ નથી દેખાતા એટલે આપણે એ જિનવરેંદ્ર દેવની મૂર્તિઓની પ્રાચીનતાને ચોક્કસ સમય નિણત ન કરી શકીએ, પરંતુ મુલનાયક શ્રી પાશ્વનાથજીની મૂર્તિ, કે જે જમીનમાંથી નીકળી છે તે પ્રાચીન અને મનોહર છે. મૂર્તિનાની છે છતાંયે દીવ્ય, તેજસ્વી, મનોહર, પ્રભાવશાલી અને આકર્ષક છે. આવી જ રીતે ભગવાનના જમણા ગભારામાં બિરાજ માન શ્રીપદ્માવતી દેવીની મૂર્તિ પણ પ્રાચીન છે. ખરી રીતે તો આ શાસનદેવીની મૂર્તિને ચમત્કાર, પ્રભાવ અને પ્રતાપને લીધે જ આ સ્થાન જેનોમાં પ્રસિદ્ધ છે. કેટલાક અજેને સુદ્ધાં અહીં માનતા માની જાય છે.
નિરંતર સેંકડોની સંખ્યામાં ભાવિક જેને-નાના નાના જેને સંઘે અહીં આવે છે, પ્રભુનાં દર્શન પૂજન અને શાસનદેવીની વિવિધ માનતાઓ કરે છે, જેને લીધે આ નાનકડા ગામમાં રોજ મેળા જેવું જ રહે છે. નરેડાની આજની રેનક, વેપાર કે
For Private And Personal Use Only