SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीकालिकाचार्य-कथा =[ एक प्राचीन पद्यबद्ध संस्कृत काव्य] संग्राहक-पू. मुनिमहाराज श्री कान्तिसागरजी ભારતવર્ષના ઈતિહાસમાં કાલિકાચાર્યનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે, એટલે પછી જૈન સમાજના પ્રભાવક આચાર્યોમાં તેમનું સ્થાન ઉચ્ચ કોટીનું હોય એ તદ્દન સ્વાભાવિક છે. કાલિકાચાર્ય સબંધી અનેક પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, અપભ્રંશ વગેરે ભાષાઓમાં પ્રબંધ દૃષ્ટિગોચર થાય છે. સંસ્કૃત પ્રાકૃતની કતિ પય કથાઓ મિત્ર બ્રૌન મહાશયે “સ્ટેરી ઑફ કાલક” નામના ગ્રન્થમાં આપેલ છે. ભાષા સબંધી અનેક કથાઓને ઉલ્લેખ હજી સુધી પૂરેપૂરા કેઈએ કરેલ નથી. જો કે બધી કથાઓને સાર તે સમાન જ છે, પરંતુ રચનાશૈલિ ભિન્ન ભિન્ન છે. તત્સંબંધી મારે એક વિકૃત નિબંધ લખવા વિચાર છે, અહીં જે કાલકાચાર્ય–કથા આપવામાં આવેલ છે તેના રચયિતા કોણ છે એ કહેવું અશક્ય છે. પણ એ કથા ૧૬મી શતાબ્દિ પહેલાં રચાયેલ હોવી જોઈએ એમ હસ્તલિખિત પ્રતિ પરથી અનુમાન થાય છે. આની મૂળ પ્રતિનાં કુલ ચાર પત્રો છે. અક્ષરે બહુ જ સુંદર છે. મૂળ પ્રતિ ભાંદતીર્થમાં જૈન જ્ઞાન ભંડારમાં સુરક્ષિત છે. આ પ્રતિ લાવવા માટે હિંગણધાટ–નિવાસી બંસીલાલજી કેચર ધન્યવાદને પાત્ર છે. આ કથામાં મૂળ વસ્તુ તે બીજી કથાઓ જેવી જ છે. પણ સંસ્કૃત શ્લેકમાં રચાયેલ આ કથા કાવ્યની દૃષ્ટિએ મહત્ત્વની છે. એની રચના બહુ જ હૃદયંગમ, પ્રાસાદિક અને સહજતાયુક્ત છે એમ એના શ્લેકે વાંચતાં જણાઈ આવે છે. આ કૃતિની બીજી પ્રતિ કઈ ભંડારમાં હોય અને તેમાંથી તેના રચયિતા કવિવરનું નામ મળી શકે તે વિદ્વાનોને વધુ ઉપયેગી થઈ પડે! આશા છે જેને જ્ઞાનભંડારેથી પરિચિત વિદ્વાનો આ માટે અવશ્ય ઘટતું કરશે. અસ્તુ ! - ૩છે નમઃ શ્રીનપાર્શ્વનાથાય નમઃ | श्रीवर्द्धमानपदपद्ममरालदेवं, श्रीवर्धमानमभिनम्य जिनेन्द्रदेवम् । किश्चित्कथामुभयथा समयार्थभाजां, वक्ष्याम्यहं सुगुरुकालिकसरिराजाम् ॥१॥ अत्रैव भाति नगरं भरतेऽलकामं, धारादिवासमिति पुण्यजनाप्तशोभम् । श्रीवैरिसिंह इति तत्र नृपः सुरीतिः, सत्याभिधाऽस्य दयिता सुरसुन्दरीति ॥२॥ तन्नन्दनोऽजनि सुकालिकनामधेयः, सन्नन्दनोज्ज्वलकलापटलैरमेयः। स क्रीडयन्नुपवनेऽन्यदिने तुरङ्ग, द्वेधा गुणाकरमवाप गुरुं सरङ्गम् ॥३॥ तद्देशनामृतरसं स रसानिपीय, संपृच्छय सौवपितरो' भवतो निरीय । संसेवितो नृपतनूद्भवपञ्चशत्या, रङ्गादुपायत चरित्ररमां विरत्या ॥४॥ १ स्वीयपितरौ। For Private And Personal Use Only
SR No.521574
Book TitleJain_Satyaprakash 1941 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy