________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૪
નિહ્નવવાદ
[ ૨૬૫ ]
'
સ્થ—જો તમને એવા સન્દેહ હેાય તે તમે જ્યેષ્ઠ મુનિઓને પૂછી જુએ કે તમે દેવ છે કે મુનિ? જો તેઓ કહે કે અમે મુનિ છીએ, દેવ નથી, તે પછી તેમને વંદનાદિ કરવામાં શું હરકત છે? મુનિ જૂઠો જવાબ આપે નહિ અને કદાચ તમને એમ લાગતું હોય કે અમને છેતરવા માટે આ દેવરૂપ મુનિએ અસત્ય કહે છે કે અમે મુનિએ છીએ, તે પછી જ્યારે આષાઢદેવે જે કહ્યું કે ‘હું દેવ છું' તે પણુ અસત્ય કેમ ન હોય ? મુ૦—આષાઢદેવે અમને કહ્યું કે ‘હું દેવ છું, મુનિ નથી ' ત્યારે અમને સન્દેહ તે થયા, પણ પછી દેવનું જે સ્વરૂપ હોય છે પ્રમાણે અમને દેખાયું ને તેથી અમારે સં દૂર થયા, માટે અમને તે દેવના વચનમાં કશી શકા નથી. મુનિએ અસત્ય ન મેલે તે અમે માનીએ છીએ. પરંતુ આ ખેલે છે તે મુનિ જ ખેલે છે તે અમે કેમ માનીએ ? કદાચ દેવ મુનિરૂપે હોય ને તે અમને ફસાવવા-ગમ્મત કરવા માટે અસત્ય બોલતા હોય તે શી ખબર પડે? દેવને કંઇ અસત્ય નહિ બોલવાના નિયમ નથી માટે અમને શંકા રહે છે ને તેથી અમે તે તે ક્રિયાઓમાં પ્રવતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થ—દેવાનુપ્રિયા ! જરા તે વિચાર કરો કે દેવ કયાં નવરા હોય છે કે જે કાઇની નહિ તે તમારી મશ્કરી કરવા માટે મુનિને વેષ લઇને તમારી સાથે રહે. તેમને દેવલાકમાં એટલું સુખ હોય છે કે તેઓ વિશિષ્ટ કારણેા સિવાય અહીં આવતા પણ નથી, તા રહેવાની તે વાત જ શી કરવી ? વળી તેમને મશ્કરી કરવાનાં બીજા સ્થાને ક્યાં ઓછાં છે?
મુ૦—દેવ કારણ સિવાય અહીં આવતા તે નથી. પણ જેમ આષાઢદેવ અહીંના વાતાવરણમાં પણ દિવ્ય પ્રભાવથી રહેતા હતા તેમ અન્ય દેવા પણ અનેક પ્રકારના વિનેદમાં એક આવા વિનાદ કરવા માટે મુનિનું સ્વરૂપ ધારણ કરીને રહ્યા હોય તે ખબર શી પડે? સ્થ~તમારા આ સર્વ કહેવાને એ અર્થ થાય છે કે તમે જ્ઞાનથી કાઇ પણ જાતને નિર્ણય કરી શકતા નથી તે બધી બાબતમાં શંકા કરી અવ્યકતવાદ તરફ ખેંચા અને તેની પુષ્ટિ માટે આવું અનુમાન કલ્પો છે—“ જે કાઇ જ્ઞાન છે, તે નિશ્ર્ચય કરનારુ નથી, જ્ઞાન હાવાથી. જે પ્રમાણે આષાઢાચાર્ય માટેનું જ્ઞાન, ’
છે
મુ૦—હા! તમારું કથન યથાર્ય છે. અમને અત્યારસુધી આચાર્યમાં આચાર્યની મતિ હતી, પણ છેવટ તે બુદ્ધિ મિથ્યા થઈ તેથી અમને થયું કે જ્ઞાનથી કઇ નિશ્ચય થઈ શકતા નથી. જેમ આચાર્ય સમ્બન્ધી જ્ઞાનથી થયેલ નિર્ણય તે જૂઠ થયા તેમ અન્ય પણ નિર્ણયા બૂડ કેમ ન હોય ? ને તેથી અમને આ મુનિએ સમ્બન્ધો જ્ઞાન પણ અનિશ્ચિત જ રહે છે અને તે પ્રમાણે અમે સર્વ પદાર્થાને અવ્યક્ત માનીએ છીએ.
·
સ્થ—તમે। જે અનુમાનથી એવા નિર્ણય ઉપર આવા છે કે પદાર્થ માત્ર અવ્યક્ત છે તે તે અનુમાન જ્ઞાન છે કે બીજું કાંઈ? જો જ્ઞાન છે તે હમણાં જ તમે કહ્યું કે જ્ઞાનથી નિય થઇ શકતા નથી માટે અનુમાનથી પણ નિય થશે નહિ. અનુમાનથી નિર્ણેય નહિ થાય એટલે અન્યકતપણું અનિશ્ચિત જ રહેશે. અને જો તમે એમ કહેશે કે અજ્ઞાન છે તે નિશ્ચય પણુ કરનાર છે તે તમે તમારા પક્ષ છોડી દો છે ને પક્ષના ત્યાગ સાથે આ જ્ઞાનથી તેમ અન્ય જ્ઞાનાથી પણ નિર્ણય થઈ શકે છે એમ માનવું પડશે. વળી જ્ઞાનથી નિર્ણય નથી થતા એવી તમારી જે પ્રતિજ્ઞા છે તેમાં તમે જ્ઞાનથી સર્વથા નિર્ણય નથી થત એમ કહેા છે? કે કાંઇક થાય છે તે કાંઇક નથી થતુ તેમ કહા છે?
For Private And Personal Use Only