SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિલ્સવી અંક] મહયાકરણ [૭૭] સિંહના “અમરકોશ”૧૩થીયે ચડે તેવા (૭) અમિધારિતામણિ, (૮) અને વાર્થતંત્ર, (૧) નામHI, (૧૦) નિધvોરા વગેરે કશે અને વાલ્મીકિ તેમજ કાલિદાસની કવિતા-સરિતા જેવું નિર્મળ પ્રવાહભર્યું (૧૧) રિષદરાઢા પુષત્વરિત વગેરે અનેક ગ્રંથે રહ્યા છે. આમ પ્રત્યેક વિષયના સાહિત્ય માટે તેમને પૂર્વન ગ્રંથકારેને જેવા પડ્યા છે અને તેથી જ પૂર્વના ગ્રંથમાં રહેલી ક્ષતિઓને સુધારતા, પિતાની નવી માન્યતાઓ રજુ કરતા અને સૌના બુદ્ધિજને પિતાની માર્તડ મંડળશી પ્રતિભા–પ્રભામાં સંક્રમાવી દેતા તેમણે પ્રત્યેક વિષય પર લલિતપ્રવાહભર્યું સુંદર અને કળામય સાહિત્ય-સર્જન કર્યું છે. તેમના બીજી પ્રથે અને વિષયોની ચર્ચા છોડીને આ લેખમાં તેમના વ્યાકરણનું મહત્ત્વ બતાવવાનો પ્રયાસ કરીશ. બીજે વ્યાકરણ સાથેની વિસ્તૃત તુલના આ મર્યાદિત લેખમાં આલેખવી શકય નથી તેથી જ હેમચંદ્ર પૂર્વનાં વ્યાકરણ અને વૈયાકરણે, જેમનો એક યા બીજી રીતે પોતાના ઘરમાં કે વૃત્તિમાં ઉલ્લેખ કરેલ છે તેના ઈતિહાસ–પારાવારમાં ડુબકી મારવી યોગ્ય લેખાશે. અને શુષ્ક ગણાતા વ્યાકરણને ઈતિહાસ રસપ્રદ થઈ પડશે. ૨. વ્યાકરણને આરંભ અને ક્રમિક વિકાસ ભાષા ભાવનું કલેવર છે અને સંસારનો બધો વ્યવહાર ભાષાથી થાય છે. આ ભાષાની ઉત્પત્તિ, વિકાસ અને લિપિબદ્ધતાનો એક વિશિષ્ટ ઈતિહાસ છે. આજની આપણી પ્રાતીય ભાષાઓને કોઈ એક ઉદ્દગમ હતો અને એ ઉદ્દેગમની શોધમાં આપણે નીકળીએ તો તે ઉદ્દગમસ્વરૂપના ભાષા–ભાવીઓની જાતિ, તેમનું અસલ સ્થાન અને આર્યાવર્તમાં તેમનું થયેલું આગમન-એ વિષય પર ઊતરી જવું પડે. આપણે તો કેવળ પ્રાચીન કાળના લિપિબદ્ધ થયેલા ગ્રંથમાં પણ જેટલા મળી શકે છે તેમાંથી કે જેમણે ભાષાના પ્રવેગોને નિયમબદ્ધ કરવા વ્યવસ્થિત મુખ્ય વ્યાકરણે રચ્યાં છે અને જે મહત્ત્વના ટીકા ગ્રંથે છે, તેમનું સામાન્ય વિહંગાવલોકન કરતાં આપણું વિષ્ય ઉપર આવીશું. વ્યાકરણનું વિજ્ઞાન કેઈ પણ દેશ કરતાં ભારતમાં પ્રાચીન કાળથી ફૂલ્યું છે તે આપણે ૩૦૦ જેટલા વૈયાકરણ અને હજારે ટીકાકારે તથા વિવરણકારોના આપણને મળી આવતા ઉલ્લેખો અને ગ્રંથ પરથી જાણી શકીએ છીએ. વેદ-આ બધું જોતાં આપણી દષ્ટિ સૌથી પ્રથમ વેદો પર પડશે. તેના રચનાકાળ માટે છે. મેકસમૂલર ઈ. સ. પૂર્વે ૧૨૦૦ થી ૮૦૦, ગ્રેડ મેકડોનલ ઈ. સ. પૂર્વે ૧૫૦૦ થી ૨૦૦ અને ભારતીય વિદ્વાન ઓઝા જેવા ભારતયુગની અને વૈદિક કાળની સમાપ્તિ ઈ. સ. પૂર્વે ૧૪૭૧ માને છે, જ્યારે પ્ર. યાકેબી જેવા વિદ્વાને તેને ઈ. સ. પૂર્વે ૪૦૦૦ વર્ષ સુધી ખેંચી જવાનો પ્રયત્ન કરે છે. આમ તેને રચનાકાળ વિવાદગ્રસ્ત હોવા છતાં તેમાં રહેલા પ્રયોગથી ભાષાની તે સમયની સ્થિતિ અને ત્યારપછીના વિદ્વાનોએ કરેલ વિકાસ આપણી નજરે પડે છે. ૧૩ અમરસિંહનો સમય ઇ. સ.ની ચોથી શતાબ્દિ છે. તેના વિસ્તૃત વિવેચન માટે જુઓ મારતીય વિદ્યા વર્ષ ૧ અંક ૪ માં પ્રગટ થયેલે મારે લેખ સંસ્કૃતના ચોરાसाहित्यमां अमरकोशनुं स्थान. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy