________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
[૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું માટે તેમણે આવવાની સ્પષ્ટ ના લખી. જો કે તે વખતે આ “માંસાહાર' પ્રકરણ અંગે શ્રી ગોપાલદાસ પટેલે સંતોષકારક ખૂલાસો ન કર્યો, પણ તે પછી, તાજેતરમાં પ્રગટ થયેલ “મહાવીરકથા' નામના પુસ્તકમાં શ્રી ગોપાલદાસ પટેલે ભગવાન મહાવીરસ્વામીના જીવનને ઉક્ત પ્રસંગ (જેમાં “ભગવતીસારમાં તેમણે માંસની વાત મૂકી છે તે) જે રીતે મૂક્યો છે તે જોઈને સમિતિને મોડે મેડે પણ પિતાને આ પ્રયત્ન સફળ થયો જાણી અત્યંત હર્ષ થાય છે. “મહાવીરકથા” પુસ્તકમાં તેમણે આ પ્રસંગ અંગે માંસનું નામ સુદ્ધાં નથી લીધું. તેમાં માત્ર રેવતી શ્રાવિકાએ તેના માટે જે આહાર બનાવ્યો છે તે આહાર લઈ આવવા માત્રનું સૂચન કર્યું છે.
આ પ્રસંગથી એટલી વાત સ્પષ્ટ સમજાય છે કે એક વખત એક લેખકે, ગમે તે કારણે અમુક અનુચિત વસ્તુ રજુ કરી હોય અને તે તરફ જે તેનું યુક્તિપૂર્વક ધ્યાન દેરવામાં આવે છે, ભલે કદાચ તે વખતે તે પિતાની ભૂલ કબૂલ કરવાની હિમ્મત ન બતાવી શકે, છતાં પોતાના હાથે ફરીથી એવી ભૂલ ન થાય એ માટે તો એને અવશ્ય ધ્યાન રાખવું પડે છે. આ જ અનુભવ સમિતિને દિગંબરે અને સ્થાનકવાસીઓ તરફથી થતા આક્ષેપો અંગે પણ થયો છે. મુનિસમેલન સમિતિની સ્થાપના કર્યા પહેલાં એટલે કે સમિતિએ “શ્રી જૈન સત્ય પ્રકાશ” શરૂ કરીને પિતાનું કાર્ય શરૂ કર્યું તે પહેલાં, દિગંબનાં અનેક પત્રો તેમજ પુસ્તકમાં શ્વતારોની વિરુદ્ધ જે ભારોભાર લખાણું આવતું હતું તેમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે, હવે એવા આક્ષેપ જવલ્લે જ જોવા મળે છે.
આ ઉપરથી જોઈ શકાશે કે આપણા ધર્મના પ્રત્યેક અંગને બાહ્ય આક્રમણથી સુરક્ષિત રાખવા માટે આ સમિતિની કેટલી આવશ્યકતા છે.
શ્રી જૈન સત્ય પ્રકાશને આ દીપોત્સવી અંક કે એના અત્યાર સુધીમાં પ્રગટ થયેલ બીજા અંકનું અવલોકન કરનારને જણ્યા વગર નહીં રહ્યું હોય કે આમાં આપણા બધા ગછ અને બધા સમુદાયના પૂજ્ય મુનિવરે સમયે સમયે ફાળે આપતા રહ્યા છે અને એ રીતે એ પૂએ પોતાના જ્ઞાનને લાભ સમાજને આપે છે. આ માટે એમ કહી શકીએ કે મુનિસમેલને આપણું બધા ગચ્છના પૂજ્ય મુનિવરને સાક્ષાત્ ભેગા કર્યા હતા, અને “શ્રી જેન સત્ય પ્રકાશ” એ પૂજ્યોને અક્ષર દેહે ભેગા કરે છે.
આપણું સર્વ પૂજ્ય મુનિવરે કોઈ પણ પ્રકારના સંકેચ વગર જેને પોતાના લેખ મોકલી શકે, અને એ સૈ પૂ પાસે જે જરાય સંકેચ રાખ્યા વગર લેખની માગણી કરી શકે એવી આ સંસ્થા અવસરે સમાજની વધુ સેવા બજાવી શકે એમાં જરાય શક નથી.
For Private And Personal Use Only