________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
=
=[ તંત્રી સ્થાનેથી ]===
. “આપણું પરમ પવિત્ર પૂજ્ય શાસ્ત્રો તથા તીર્થાદિ ઉપર થતા આક્ષેપના સમાધાનને અંગે (૧) આચાર્ય મહારાજ શ્રીમદ્ સાગરાનંદસૂરિજી(૨) આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી (૩) પંન્યાસજી મહારાજ શ્રીલાવણ્યવિજયજી [અત્યારે પૂ. આ. ભ. શ્રી વિજયેલાવણ્યસૂરિજી ] (૪) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી (૫) મુનિરાજ શ્રી દર્શનવિજ્યજીની મંડળી નીમી છે. તે મંડળીએ તે કાર્ય નિયમાવલી તૈયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુઓએ એ બાબતમાં યોગ્ય મદદ જરૂર કરવી તેમજ એ મંડળીને જોઈતી સહાય આપવા શ્રાવકને પણ પ્રેરણા અને ઉપદેશ આપ.” – મુનિસમેલનને ઠરાવ ૧૦ મો.
વિ. સં. ૧૯૦ માં અમદાવાદમાં મળેલ અખિલ ભારતવષય જેન વેતામ્બર મૂર્તિપૂજક મુનિસમેલને પસાર કરેલ ઉપલા ઠરાવ મુજબ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની સ્થાપનાને સાત વર્ષ પૂરાં થઈ આઠમું વર્ષ ચાલે છે. અને સમિતિએ પિતાના કાર્યને પૂરું કરવા માટે શરૂ કરેલ “શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિકનાં છ વર્ષ પૂરાં થઈ આ દીપોત્સવી અંક સાથે તેનું સાતમું વર્ષ શરૂ થાય છે. - આ છ વર્ષ દરમ્યાન સમિતિએ માસિક દ્વારા જે કંઈ યત્કિંચિત્ કાર્ય કર્યું છે તે સુવિદિત છે. શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે “રાજહત્યામાં જેને ઉપર આક્ષેપો કર્યા ત્યારે સમિતિના પ્રયત્ન એ આક્ષેપ કલ્પિત હતા એમ શ્રી ચુનીભાઈએ ખૂલાસો કર્યો. એક કાનડી ભાષાના પુસ્તકમાં “તીર્થક” શબ્દની ગેરસમજના પરિણામે જૈન તીર્થકરે ઉપર જે આક્ષેપો થયા હતા તે માટે તે પુસ્તકના લેખકે સંતોષકારક ખૂલાસો કર્યો. “કલ્યાણ” માસિકમાં ભગવાન મહાવીર સ્વામીનું અશાસ્ત્રીય અને કળાહીન ચિત્ર છપાયું તે માટે “કલ્યાણ'ના તંત્રીએ ક્ષમા માગી. “યૂકાવિહાર” નામક કથામાં જૈન સાધુ ઉપર જે બેહૂદા આક્ષેપો કરવામાં આવ્યા હતા તે માટે તેને લેખકે ક્ષમા માગી. “ભગવતીસાર” પુસ્તકમાં શ્રી ગોપાળદાસ પટેલે ભગવાન મહાવીરસ્વામી માટે માંસાહારની જે વાત લખી હતી તે માટે સમિતિએ અનેક વિદ્વાન પાસે લેખ લખાવીને એક દળદાર અંક પ્રસિદ્ધ કર્યો અને શ્રી ગોપાળદાસ પટેલ સાથે પત્રવ્યવહાર કરી તેમને આપણું પૂજ્ય આચાર્ય મહારાજ પાસે આવી આપણી વાત સમજવા જણાવ્યું. પણ આ
For Private And Personal Use Only