________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મલયગિરિજીત ગ્રંથો
[ ટૂંકી નેંધ ]લેખક : પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયપધ્ધસૂરિજી
ગજેન્દ્રશાસનમાં થયેલા મહાપ્રભાવક પુરુષની નામાવલિમાં પૂજ્ય શ્રી મલ્યગિરિજી મહારાજનું પણ નામ આવે છે. ઐતિહાસિક ગ્રંથોના અવલોકન અને તે મહાપુરુષે બનાવેલા ગ્રંથોના અનુભવ વગેરે સાધનોથી અને પોતે બનાવેલા ૬૦૦૦ લેક પ્રમાણ પુષ્ટિ થાઇ નામના શબ્દાનુશાસનમાં આપેલા “અહાન્ કુમારપટોડરાતી” આ ઉદાહરણ ઉપરથી તથા શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ તથા શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજની સાથે કુમાર ગ્રામમાં સાધેલા શ્રી સિદ્ધચક્રમંત્રની બીનાના આધારે એટલું તો જરૂર કહી શકાય કે તેઓશ્રી બારમા સૈકામાં એટલે કુમારપાલના સમયમાં વિદ્યમાન હતા. શ્રી સિદ્ધચક્રમંત્રની સાધનાને અંગે આ પ્રમાણે હકીકત મળે છે:
ગુરુ મહારાજ શ્રી દેવચંદ્રસૂરિજી મહારાજે હેમચંદ્રસૂરિમહારાજને મહાપ્રભાવશાલી શ્રી સિદ્ધચક્રનો મંત્ર સમજાવ્યું, તેને વિધિપૂર્વક સાધવા માટે હેમચંદ્રસૂરિજી, મલયગિરિજી અને દેવેન્દ્રસૂરિજી-એ ત્રણે તૈયાર થયા. પવિત્રની સ્ત્રીની મદદથી તે મંત્ર સિદ્ધ થાય છે, તેથી ત્રણે સૂરિજી તેની શોધ કરવા લાગ્યા. અનુક્રમે કુમારગ્રામમાં આવતાં એક ધોબી લૂગડાં ધેતિ હતો, તેણે એક વસ્ત્ર સુકવ્યું હતું, તેની આસપાસ ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. તે જઈને તેમણે નિર્ણય કર્યો કે અહીં પતિની સ્ત્રી હોવી જોઈએ. તપાસ કરી તે ત્રણે સૂરિજી તેના ઘેર ગયા અને તેના સ્વામીને અવસર ઉચિત ધર્મદેશના સંભળાવી. તેથી રાજી થઈને તેણે સૂરિજી મહારાજને વિનયપૂર્વક બે હાથ જોડી પૂછ્યું કે–આપને અહીં આવવાનું કારણ શું? જવાબ દેતાં તેમણે જણુવ્યું કે–અમારે વિદ્યા સાધવાની છે. તેમાં તમારી પતિની સ્ત્રીની મદદ જોઈએ. આની આગળની બીના કહેતાં જીભ ઉપડતી નથી, કારણ કે તે શરમ ભરેલી છે. આ સાંભળી તે સ્ત્રીના સ્વામીએ કહ્યું કે-ખુશીથી વિના સંકોચે કહો. ત્યારે ગુરુએ જણાવ્યું કે-જ્યારે અમે વસ્ત્રરહિત અવસ્થાએ મંત્ર સાધવા બેસીએ, ત્યારે તમારી પદ્મિની સ્ત્રી પણ વસ્ત્ર રહિત થઈ અમારી સામે ઊભી રહે. તે અવસરે તમારે પણ હાથમાં ખુલ્લી તલવાર લઈને ઊભા રહેવું. આ વખતે અમારા ત્રણમાંથી કેઈનું મન લગાર પણ ચલાયમાન થાય તે અમારું માથું ધડથી જુદું કરવું. પદ્મિનીના પતિએ તે વાત કબુલ કરીને કહ્યું કેહું ખુશીથી આપના કહ્યા મુજબ કરીશ. પછી યોગ્ય અવસરે વિદ્યા (સિદ્ધચક્રનો મંત્ર) સાધવા માંડી. લગાર પણ ચલાયમાન થયા વગર નીડરપણે મંત્રસાધના કરવા લાગ્યા. ત્યારે સૌધર્મેન્દ્રના સામાનિક દેવ-શ્રી સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલેશ્વરદેવે પ્રત્યક્ષ થઈને ત્રણે પૂજ્ય પુરષોને કહ્યું કે-ઈચ્છિત વરદાન માગો ! તેમાં શ્રી હેમચંદ્રાચાર્યે રાજાને દેશના શક્તિથી પ્રતિબંધ કરવાનું વરદાન માગ્યું, શ્રી દેવેન્દ્રસૂરિમહારાજે એ વરદાન માગ્યું કે–તમારી મદદથી ઉપદ્રવવાળી કાંતિનગરીના જિનમંદિરને નિરુપદ્રવ સ્થાનકે (સેરીસે) લઈ જવા સમર્થ થાઉં, તથા શ્રી મલયગિરિજી મહારાજે શ્રી જેન સિદ્ધાંત ગ્રંથની ઉપર સરલ સુબોધક ટીકા બનાવવાનું વરદાન માગ્યું. ત્રણેને વરદાન દઈને દેવ સ્વર્ગમાં ગયો.
For Private And Personal Use Only