________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક |
શ્રી અભયદેવસૂરિજી
[૬૯]
૭-અનુત્તરોપપાતિક વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ–૨૯૨ લેક છે. સંયમના પ્રભાવે જેઓ અનુત્તર વિમાનમાં ગયા, તેમની બીના અહીં જણાવી છે. આનો વિસ્તાર દેશનાચિતામણિના ભાગ પહેલાના ૮૬મા પાને જણુવ્યો છે. આ સૂત્રની ઉપર શ્રી અભય. દેવસૂરિજીએ લગભગ ૧૦૦ શ્લેકપ્રમાણ ટીકા બનાવી છે.
૮ પ્રશ્નવ્યાકરણ વૃત્તિ-મૂલ સુત્રનું પ્રમાણ-૧૨૫૦ શ્લોક છે. તેમાં હાલ પાંચ આશ્રવ-સંવરની બીના મળે છે, બાકીને ભાગ વિષેદ પામ્યો છે. તેની ઉપર શ્રી અભયદેવસુરિજી મહારાજે ૪૬૦૦ શ્લેકપ્રમાણ ટીકા બનાવી છે.
૯ વિપાકસૂત્ર વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ-૧૨૫૦ શ્લેક છે. અહીં બે શ્રુતસ્કંધ (વિભાગ) છે, તેમાં સુખના અને દુઃખના વિપાકે જણાવ્યા છે. એટલે અહિંસા ધર્માદિને સાધીને કયા જીવો કેવા કેવા સુખને પામ્યા ? અને હિંસાદિના ફળરૂપે કયા જીવો કેવાં કેવાં દુઃખ ભેગવે છે, તે બીના જણાવી છે. દેશનાચિંતામણિના પહેલા ભાગને ૮૭મા પાને આ બીના જણાવી છે. આ સૂત્રની ઉપર અભયદેવસૂરિજી મહારાજે ૯૦૦ ઑપ્રમાણુ ટીકા બનાવી છે.
૧૦ પપાતિક વૃત્તિ અને ૧૧ પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદની સંગ્રહણી ૧૩૩ ગાથામાં બનાવી છે.
વિશેષ બીના આ નવ અંગોની ટીકાઓ બનાવવા ઉપરાંત સૂરિજીએ ૧૨ જિનેશ્વરસૂરિકૃત ષસ્થાનક ગ્રંથનું ભાષ્ય, ૧૩-શ્રી હરિભદ્રસૂરિકૃત પંચાશકની ટીકા, ૧૪ આરાધના કુલક, ૧૫ જયતિહુ અણસ્તોત્ર વગેરેની રચના કરી છે. | નિવૃત્તિગછના શ્રી માનદેવસૂરિના શિષ્ય શીલાચાર્ય અથવા શીલાંકાચાર્ય મહારાજે વિ. સં. ૯૩૩ (શક સં. ૭૯૯)માં આચારાંગ સૂત્રની ટીકા બનાવી. અને વાહગિણિની મદદથી બીજા સૂત્રકૃતાંગની ટીકા બનાવી. આ રીતે તેમણે અગિયારે અંગેની ટીકા બનાવી હતી, તેમાંની નવ અંગેની ટીકા વિચ્છેદ પામી ગઈ. તેથી અભયદેવસૂરિએ નવી ટીકા બનાવી. અહીં જણાવેલા શીલાંકાચાર્યનું બીજું નામ કેટયાચાર્યું છે, એમ કેટલાએક ઐતિહાસિક ગ્રંથે જણાવે છે.
અભયદેવસૂરિજીના શિષ્ય શ્રી પરમાનંદસૂરિએ હિતોપદેશમાલા પ્રકરણું બનાવ્યું છે. અને તેની ઉપર વૃત્તિ પણ પિતે બનાવી છે.
નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજ મહાજ્ઞાની અને નિર્મલ સંયમના ધારક હતા. તેમની જીવનરેખા બીજા ગ્રંથમાં વિસ્તારથી જણાવી છે. અહીં જણાવેલી ટૂંક જીવનરેખા અને તેમના બનાવેલા ગ્રંથની બીના યાદ રાખીને ભવ્ય જીવો તે મહાપરષના પંથે ચાલી આત્મકલ્યાણ કરે, એ જ હાર્દિક ભાવના !
૧ શીલાંકાચા (1) પ્રાકૃતમાં ૫૪ મહાપુરુષોનાં જીવનચરિત્ર રચ્યાં છે તેનું પ્રમાણ ૧૦૦૦૦ શ્લોક છે, (૨) જીવસમાસવૃત્તિ (૩) જિનભદ્રગણિત વિશેષાવશ્યક ભાષ્યની ટીકા, વગેરે પ્રથા બનાવ્યા છે.
For Private And Personal Use Only