SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપાસવી અંક] શ્રી અભયદેવસૂરિ [ ૭] દશને રોગ ગ, તે પછી આજે શ્રી પંચાસરા પાર્શ્વનાથની સમક્ષ મારે ટીકા રચવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરવી જ જોઈએ. આમ પ્રતિજ્ઞાબદ્ધ શ્રી અભયદેવસૂરિ મહારાજે ટીકાની રચના કરતાં પૂર્વે છ માસ સુધી આયંબિલનું વ્રત કર્યું અને પછી ભલભલા વિદ્વાનોને આશ્ચર્યમુગ્ધ બનાવે એવી ટીકાઓની રચના કરી. ત્રીજા શ્રી ઠાણાંગસૂત્રથી તે અગિયારમા શ્રી વિપાસૂત્ર સુધીની ટીકાઓ તેઓશ્રીની રચેલી આજે ઉપલબ્ધ થાય છે, એ જોતાં આચાર્યશ્રીની વિદ્વત્તા, સમભાવવૃત્તિ અને ભવભરૂતાનાં દર્શન થાય છે. એમના લખાણમાં નથી તો જોવા મળતી ગચ્છની ખેંચતાણ કે નથી તેમ જણાતો સ્વમંતવ્યનો આગ્રહ. સીધી રીતે પિતાની સમજણનું નર્યું પ્રદર્શન! જ્યાં શંકાને સવાલ ઊઠે કે તુરત ઉભય મંતવ્ય ટાંકી, “તવં તુ ત્રિો વિવસિ’ એવો ઉલ્લેખ કર્યો જ હોય ! એક તરફ પ્રખર તૈયાયિક શ્રી સિદ્ધસેન દિવાકરજીનું જ્ઞાનદર્શનના ઉપયોગ પરનું મંતવ્ય અને બીજી તરફ પ્રખર આગમિક શ્રી જિનભદ્ધગણિનું મંતવ્ય સામસામે ખડું થયું હોય ત્યાં શું કરવું એ ભલભલાને મુંઝવે એવો પ્રશ્ન ! પણ આ મહાત્માએ તે પિતાની લાક્ષણિક શૈલીએ ઉભયના આશય અને વિદ્વત્તાનું યોગ્ય રીતે પ્રતિપાદન કરી, ઉભયમાંથી એકને પણ અન્યાય ન થાય એની પૂરી કાળજી રાખી, ઉભયની વિદ્વત્તાના મુક્ત કંઠે યશોગાન ગાઈ તત્ત્વની ભલામણ અર્થાત ઉભયમાં કેનું મંતવ્ય યથાર્થ છે એ વાતને નિર્ણય વિશિષ્ટ જ્ઞાનીઓના શિરે સોંપ્યો છે. હું માનું તે જ સાચું જેવી વૃત્તિ આ મહાત્માની રચનામાં કયાંય નથી. સ્વશક્તિ અનુસાર સાહિત્યની સેવા કરવાની તમન્ના અને સાથોસાથ ભવભરૂતાનાં સ્પષ્ટ દર્શન, તેઓશ્રી કી કલમ ડગલે ને પગલે કરાવે છે. નિષ્ણુત અભ્યાસીઓ અને તેમની પછી થયેલા વિદ્વાનો કહે છે કે-“તેઓશ્રીની વિદ્વત્તા ઉક્ત નવ અંગેની ટીકામાં આબેહૂબ જણાઈ આવે છે. કેઈ પણ જાતની ખેંચતાણ વગર કે સ્વગચ્છની મોટાઈ દેખાડ્યા વિના ઘણા પરિશ્રમે વિદ્વાનોને પણ આશ્ચર્ય ઉપજે એવી વૃત્તિઓ તેઓશ્રીએ રચી છે.” જૈન અને જૈનેતર જગતમાં આ સંતનું નામ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ તરીકે સવિશેષ જાણીતું છે. આવા પ્રાભાવિક સૂરિ મહારાજને કોટિશઃ વંદન છે આ ટીકાકાર મહર્ષિ ઐતિહાસિક વ્યક્તિ હોવા છતાં એમના જન્મ સંવત સંબંધમાં અને સ્વર્ગગમન સંબંધમાં જુદા જુદા પુસ્તકમાં થોડો ફેરફાર જોવામાં આવે છે. બહત તપાગચ્છ પટ્ટાવલીમાં શ્રીગોપનગરમાં તેઓશ્રીનું સ્વર્ગગમન થયું એમ જણાવ્યું છે, જ્યારે પ્રભાવક ચરિત્રમાં પાટણનું નામ છે; પણ એ વિષયના જાણકારોએ “કપડવંજ' ને વધુ મહત્વ આપ્યું છે અને એ શહેરમાં હાલ પણ તેમની પાદુકા વિદ્યમાન છે જે એ વાતનું સમર્થન કરે છે. સરિજીના જન્મ અને જીવનગાળા તેમજ કૃતિઓ સંબંધમાં મુનિશ્રી કાન્તિસાગરે “ખંભાતનો પ્રાચીન જૈન ઈતિહાસ” નામક પુસ્તકમાં જે પ્રસ્તાવના લખી છે તેને ભાવાર્થ આલેખી આ લેખ સમાપ્ત કરવામાં આવે છે. અભયદેવસૂરિને જન્મ વિ. સં. ૧૦૭૨માં થવો ઘટે છે. કારણ કે તેમને સોળ વર્ષની વયે વિ. સં. ૧૦૮૮માં આચાર્યપદ આપ્યાને ઉલેખ ઘણે ઠેકાણે મળે છે, અને તેમને કુષ્ઠ રોગ તો ૧૧૧માં શાંત થઈ ગયો હોવો જોઈએ, કારણ કે તેમણે “સ્તંભનકપુર” માં ઉક્ત પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીની નવા બનાવેલા મંદિરમાં પ્રતિષ્ઠા કરી છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy