SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢોપાસવી અંક ] શ્રી અભયદેવસૂરિ [૫૫] સમક્ષ ઉપસ્થિત થઈ છું. એ કાકડા આપ જ ઉકેલી શકા તેમ છે. એમાં અન્ય કાઇને પદસંચાર થઇ શકે તેમ છે જ નહીં. આપ ધીરજથી એ માટે પ્રયાસ કરજો. પ્રથમ આપના આ રાગથી જર્જરિત બનેલ દેહને નવજીવન પ્રાપ્ત થવા દે–કાઢ રોગ રૂપી વિષ જડમૂળથી નષ્ટ થવા દો. એ માટે પુરુષાદાની અને પ્રગટપ્રભાવી શ્રીસ્થ ભણુપાર્શ્વનાથની ચમત્કારિક મૂર્તિને યાગ થવાની અગત્ય છે. ' સૂરિ–“દેવી તે પછી વિલંબ ન કરે ! એની પ્રાપ્તિને ઉપાય સત્વર દર્શાવે ! હું કાંઇ આ રાગની પીડાથી હતાશ બની ગયે! નથી. કર્મનિત એ કષ્ટ, સમ્યક્ રીતે સહન કરનાર હું આત્મામાં રહેલી અનંત શક્તિને પિછાનું છું. કર્મરૂપી જડ પુદ્દગલાને મારી હઠાવવાનું બળ આજે પણ મારા આ જીર્ણ-વિશાર્ણ દેહમાં ભરેલું છે. મારી નિરાશાનું કારણ-દુઃખમાં કે એની અસહનશીલતામાં નહોતું શમાયું, પણ મારા નિમિત્તે શિષ્યગણુને પરિશ્રમ વેઠવા પડે અને ઉપાસકવર્ગમાં કેવળ હું ભારભૂત બની રહું એમાં સમાયું છે, એ જાતના જીવન કરતાં અનશન શું ખોટું? બાકી મારા વડે શાસન દીપવાનું જ હોય તે ગમે તે કરી છૂટવા આ આત્મા તૈયાર છે, તેથી એના ઉપાય જલદી કહેા.” શાસનદેવી—“શેઢી સરિતાના તટ ઉપર, પલાસવૃક્ષની નીચેની ચીકણી ભૂમિમાં નાગાજૈન નામના યાગીએ સ્વવિદ્યા સિદ્ધ કર્યા બાદ, શ્રીસ્થ ભણુપાર્શ્વનાથની મૂર્તિ ભંડારેલી છે. એ પ્રભુના સ્નાત્રજળથી આપને કાઢ રાગ નાબૂદ થશે, દેહયષ્ટિ કંચનવાઁ બનશે, અને કાકડા ઉકેલવાના કાર્ય પાળતા મર્મ આપ અવધારી શકશેા.” આચાર્યશ્રી જ્યાં બેઠા થઇ દેવી પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરવા ઉદ્યુક્ત થાય છે ત્યાં તે વટવૃક્ષ ને પેાતાની શય્યા સિવાય કંઇ જ દેખતા નથી. શાસનદેવી તે અંતરધ્યાન થઇ ચૂકયાં છે, છતાં તેમની સાથેના વાર્તાલાપ અંતરમાં રમી રહ્યો છે. ખીજી સવારે એ સંબધમાં સૂરિજી કવા કાર્યક્રમ નિયત કરે છે તે જાણવા પૂર્વે આ રાગગ્રસ્ત આચાર્યનું નામ શું છે અને આવી રૂગ્ગુ દશામાં કેવી રીતે આવી પડ્યા છે એ વાતનું અવલેાકન કરી લઇએ. મેવાડ દેશના વડસલ્લુ ગામમાં, રાજપૂતના ઘરમાં એક સગેા નામે તરુણુ પેદા થયા. ક્ષત્રિયના સંતાનને રાજ્ય તરફથી છવાઈ મળી રહેતી હાવાથી આ ઘરમાં અન્ય કાઇ વ્યવસાય તેા હતેા જ નહીં. પટાબાજીના દાવ ખેલવા, કિવા અશ્વારાહી થઇ ભ્રમણ કરવું અને વિલાસી જીવન ગાળવું એ રાજપુત્ર સગાનેા કાર્યક્રમ હતા. માનવજીવનના કેટલાંયે વર્ષો આ રીતે પસાર થયાં. એવામાં એક સમયે કૌટિકગચ્છના શ્રી જિનેશ્વરસૂરિનું ગામમાં આગમન થયું. કર્ણાપકર્ણ આ પ્રાભાવિક આચાર્ય'શ્રીની વાર્તા સગાના કાને પણ પહોંચી, એટલે એ પણ ધર્મદેશના શ્રવણુ કરવા આવ્યેા. મધુરા ઉપદેશની અસર એના પર સચાટ થઈ. અહર્નિશ શ્રવણુ કરતાં નાતે એનું અંતર ઉન્નળી દીધું. વિલાસમય જિંદગી એને અકારી ભાસી, સંસાર પર વિરાગ જન્મ્યા, ત્યાગમય જીવન વહાલું લાગ્યું, અને ઇચ્છાપૂર્વક આચાર્યશ્રી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. આમ શ્રમણુના સમાગમથી એક સમયને વિલાસી રાજપુત્ર સગા, અર્જુન્તદેવને ઉપાસક બની સર્વવિરતીધર સાધુ બન્યા. દીક્ષા વેળા તેનુ ‘અભયમુનિ’ નામ સ્થાપન થયું. રાજપુતનું બીજ એટલે જ્યાં એક વેળા નિર્ધાર કરે કે પછી તે અફર બને. કાયાને દમવા સારુ મંગલાચરણમાં જ છ વિગયનેા ત્યાગ કર્યાં. આમ શરીરના For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy