SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી [ ૩૭ ] છૂપી રીતે મારી નાખ્યા. પૂ. શ્રી હરિભદ્રસુરિજીને આ વાતની ખબર મળતાં તેઓ ઘણું જ દિલગીર થયા. મેહના ઉદયને આધીન બની તેઓએ અનશન કરવાનો ઉતાવળો નિશ્ચય કર્યો. પણ વિવેકવૃત્તિ જાગૃત થતાં એ નિશ્ચયને પડતો મૂક્યો. છેવટે તેઓએ સાહિત્યરચનાનેગ્રન્થસ્થ વાડ્મયને પોતાની શિષ્યસંતતિ માનીને સાહિત્યસર્જન દ્વારા જેનશાસનની સેવા કરવાની અને પિતાની શક્તિઓને સદુપયોગ કરવાની પ્રવૃત્તિઓ શરૂ કરી.” શિષ્યવિરહનું દુ:ખ : તેનું નિવારણ પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ સાહિત્યપ્રવૃત્તિઓ દ્વારા શ્રી જૈનશાસનની સેવા કરવાનો શુભ પ્રસંગ મેળવ્યો અને અનુપમ પ્રકારની જે સાહિત્ય – શાસનસેવા કરી, તેને લગતી હકીકત ઉપરની હકીકતથી કાંઈક ભિન્ન રીતે “પ્રભાવકચરિત માંથી મળી રહે છે, જેને સાર આ મુજબ છેઃ . શ્રી હરિભદ્રસૂરિએ પિતાના ગુરુદેવના ઉપદેશથી ધિનો ત્યાગ કર્યો. પણ એઓના મનમાંથી શિષ્યના વિરહનું દુ:ખ ટળતું નથી. સાચે “વળાં ના જતિઃ' – [ કર્મોની કળા અકળ છે, એની ગતિ ગહન છે] કે જેથી આવા સમર્થ શાસનપ્રભાવક મહાપુરુષે પણ અવસરે તે કર્મના યોગે પિતાના સમાધિધનને ઈ નાખે છે. શ્રી હરિભદ્રસૂરિજીની આવી પરિસ્થિતિને સમજી તેઓને સમાધિમાર્ગમાં દઢ કરવાને સારુ, ભગવાન શ્રી નેમિનાથ પરમાત્માની શાસનાધિષ્ઠાયિકા શ્રી અમ્બિકાદેવી કે જે શ્રી હરિભદ્રસૂરિજીને સહાયકારિણી હતી, તેણે એક વેળાયે પ્રગટ થઈ તેઓશ્રીને યોગ્ય શબ્દોમાં શિષ્યવિરહના દુઃખને ભૂલી જવાનું કહ્યું. પૂ. સૂરિજીએ અમ્બિકાદેવીને આના જવાબમાં જણાવ્યું: “બીજું મને કોઈ પણ પ્રકારનું દુઃખ કે શલ્ય નથી, કેવળ મને એક જ વસ્તુ દુઃખ દે છે કે ગુરુશિષ્યની પરંપરારૂપ પાટપરંપરા મારા પછી આગળ ન વધી શકી. કારણ કે મને શિષ્યપરિવાર ન રહ્યોઃ” આ સાંભળીને ફરી અંબિકાદેવીએ કહ્યું કે “શિષ્યસંતતિનું પુણ્ય તમારે નથી. માટે જેનશાસનના સાહિત્યની સેવા કરવા પૂર્વક નવી નવી ગ્રન્થરચનાઓ તમારે કરવી. આથી એ વિશાલ ગ્રન્થસમૂહ તમારી શિષ્યસંતતિ તરીકે જળવાઈ રહેશે.” શ્રી હરિભદ્રસૂરિએ અંબિકાદેવીના આ કથનને માન્ય રાખી ‘સમરાવદા' વગેરે ૧૪૦૦ ગ્રન્થની રચના કરી. અને શિષ્યવિરહના સૂચનરૂપ ઘણું ગ્રન્થ વિ૬ શબ્દથી અંકિત કર્યા. તેમજ મહાન છેદ સૂત્ર તરીકે ગણાતા શ્રી મહાનિશીથસૂત્રને તેઓશ્રીએ ઉદ્ધાર કર્યો. આ ગ્રન્થોને લખાવી તેને ફેલા કરવા માટે તેઓએ કાર્યાસિક નામના ગ્રહસ્થને અવસરચિત ધર્મદેશના દ્વારા પ્રતિબોધ આપીને પિતાના તે કાર્યની અનુકૂલતા કરી લીધી હતી. પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના શુભ સમાગમથી ધર્મની પ્રાપ્તિ થયા બાદ કાર્યાસિકને વ્યાપારમાં વિપુલ પ્રમાણમાં ધનલાભ થયો હતો. આથી તેણે શ્રુતજ્ઞાનની આરાધનાના કાર્યમાં ભક્તિપૂર્વક પોતાની લક્ષ્મીનો સદુપયોગ કર્યો હતો. પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના પ્રત્યે લખાવીને તેણે સર્વ સ્થાનોએ પહોંચાડ્યા હતા, અને સરિઝના સાહિત્યને તે કાલમાં આ રીતે સારા પ્રમાણમાં પ્રચાર કર્યો હતો, તેણે એક ચોરાશી દેવકુલિકાયુક્ત જિનમંદિર પણ કરાવ્યું હતું.” For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy