SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૬] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ સાતમું પક્ષના માણસોએ અતિશય ગરમ કરેલા તેલની કડાઈમાં પડીને બળી મરવાની કડક શિક્ષા સ્વીકારવા ”. સૂરપાલરાજાની રાજસભામાં કેટલાય દિવસો સુધી પરસ્પરને આ વાદવિવાદ ચાલૂ રહ્યો હતો. સૂરિજીએ પિતાના અદ્દભુત તર્કસામર્થ્ય અને અનન્ય જ્ઞાનવૈભવથી બૌદ્ધભિક્ષુઓને વાદમાં જીતી લીધા. પ્રભાવરિતકાર બૌદ્ધોના પરાજય પછીની હકીકતની ધ લેતાં આ મુજબ જણાવે છે કે કેટલાકનું માનવું છે કે પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ વાદમાં જયને મેળવ્યા બાદ પિતાના મંત્રસામથી અતિશય ગરમ તેલની કડાઈમાં નાંખવાને સારુ બૌદ્ધભિક્ષુઓને ખેંચી આપ્યા હતા.” [ પ્રભાવચરિત. લે. ૧૮૦ મિ. સા. પૃ. ૧૧૭. ] શ્રી હરિભદ્રસૂરિજીના પરમગુરુ આચાર્ય મહારાજ શ્રી જિનભસૂરિજીને આ હકીકતની જાણ થતાં તેઓએ તરત જ શ્રી હરિભદ્રસૂરિજીની પાસે પોતાના બે વિદ્વાન શિષ્યોને તેઓના કષાયની શાન્તિને માટે મોકલ્યા હતા. તે બે મુનિવર શ્રી હરિભદ્રસૂરિજીની પાસે આવીને ગુરુમહારાજે ક્ષાયના ઉપશમને માટે આપેલી ત્રણ ગાથાઓ તેઓને સોંપી. આથી સૂરિજીને કષાય એકદમ શમી ગયો. પિતાની કક્ષા વિવશતાથી પોતાના જ હાથે આચરાઈ ગયેલાં તે દુષ્કતોને માટે સૂરિજીને તીવ્ર પશ્ચાત્તાપ થઈ આવ્યો. અને ગુરુમહારાજની પાસે તેમણે પિતાના દુષ્કતનું પ્રાયશ્ચિત્ત મેળવી શુદ્ધિને પ્રાપ્ત કરી. - શ્રી હરિભદ્રસૂરિજીના જીવનપ્રસંગેને અંગેની હકીકતોમાં અનેક પ્રકારની ભિન્નતા આજે નજરે પડે છે. કોઈ ગ્રન્થમાં અમુક પ્રસંગ અમુક રીતે રજુ થએલો હોય છે, જ્યારે કઈ ગ્રન્થમાં એ પ્રસંગ કેઈ બીજી રીતે નોંધાયેલ માલુમ પડે છે. આથી બની શકે તેટલી કાળજીપૂર્વક પરસ્પરની હકીકતોનો મેળ સધાય તે રીતે સૂરિજીના જીવનપ્રસંગોની આછી પાતળી રેખા દોરવાનો કેવળ મારે આ પ્રયત્ન છે. ઐતિહાસિક વિગતોની જેમ, પ્રાચીન મહાપુરુષોના જીવનપ્રસંગેની નોંધ લેવામાં પણ, નોંધ લેનારે ખૂબ જ ઘટતી તકેદારી રાખવી પડે છે, આજુબાજુથી સામગ્રીઓને મેળવીને યોગ્ય સંશોધન પૂર્વક તત્કાલીન જનસમાજના માનસને પચી શકે તે જ રીતે તે નોંધને અક્ષર દેહ આપી બહાર મૂકવી ઘટે. નહિતર અર્થનો અનર્થ પણ થવાના પ્રસંગો ઊભા થાય. શ્રી પ્રભાવક ચરિતકારની નોંધ પરથી પૂ. સૂરિજીના જીવન પ્રસંગને અંગે ટૂંકમાં મેં ઉપર મુજબ જ/. આ વિષયમાં ‘કથાવલી’માં જે વર્ણન છે તેનો સાર આ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિજીને સમર્થ વિદ્વાન શાસ્ત્રકુશલ શ્રી જિનભદ્ર અને શ્રી વીરભદ્ર નામના બે શિષ્યો હતા. તે સમયે ચિત્તોડમાં બૌદ્ધમતનું પ્રાબલ્ય હતું. તેથી પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના અપૂર્વ જ્ઞાનવૈભવ, પરમશાસન પ્રભાવના વગેરે ગુણસમૃદ્ધિની બૌદ્ધો ઘણી ઈર્ષ્યા કરતા હતા. આ જ કારણથી પ્રસંગને મેળવીને પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના આ બન્ને શિષ્યોને બૌદ્ધિકોએ ૧૦ પૂ. શ્રી જિનભટરસૂરિજીએ મોકલેલી ‘ગુગલે સિમ્મા’ આદિ ગાથાઓ પરથી, પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ ‘સમર ’ નામના પ્રાકૃત કણાગ્રન્થની રચના કરી હતી. તે ગ્રન્થ વાચકને સંગરસથી તરબોળ કરી દે તેવો છે. ૧૭ “પ્રબન્ધપલોચન' પરથી. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy