SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમું ધીતના તામ્ ! [ ભગવદ્ ! તારી શમરસ ઝરતી ભવ્ય દેહલતા જ તારા વીતરાગપણને સ્પષ્ટ રીતે સૂચવે છે.] આ રીતે હવે વાસ્તવિક જ્ઞાનદષ્ટિથી નિરખવા લાગ્યા. ચૌદ વિદ્યાના પારગામી શ્રી હરિભદમુનિ, શ્રી જેનશાસનની સેવામાં સંપૂર્ણ રીતે સેંપાઈ ગયા. જ્ઞાનને નિર્મળ ગંગાપ્રવાહ હવેથી યોગ્ય રીતે સન્માર્ગમાં વહેવા લાગ્યો. પૂ. ગુરુમહારાજશ્રીની સેવામાં રહી, વિનયપૂર્વક શ્રી જિનશાસનનાં પરમ રહસ્યોને તેઓએ અલ્પકાળમાં મેળવી લીધાં. શ્રી જિનેશ્વરદેવપ્રણીત રત્નત્રયીની આરાધનામાં વિનીતભાવે તેઓ પિતાનું સંયમજીવન ગાળવા લાગ્યા. યોગ્યતા જોઈને ગુરુમહારાજે તેઓને સૂરિપદના અભિષેકપૂર્વક પોતાના પટ્ટપર સ્થાપિત કર્યા. સૂરિના શિષ્યનું બદ્ધમઠમાં ગમન પૂજ્ય સૂરિદેવને શાસ્ત્રભ્યાસ ખૂબ જ વિશાળ હતિ. જ્ઞાનનું સંપાદન કરવાની તેઓ શ્રીની ઉત્સુકતા તીવ્ર હતી. સર્વ દર્શનના સિદ્ધાન્ત-રહસ્યોને તેઓશ્રીએ ખૂબ સારી રીતે હસ્તગત કર્યા હતાં. સુરિજીના ભાણેજ હંસ અને પરમહંસ સૂરિજીના ઉપદેશને પામી જૈન દીક્ષાને સ્વીકારી સૂરિજીના શિષ્ય બન્યા હતા. સૂરિજીના શિષ્ય પરિવારમાં હંસ અને પરમહંસના નામનો ઉલ્લેખ ખાસ આવે છે. આથી સમજાય છે કે તેઓશ્રીને મુખ્ય રીતે આ બે વિદ્વાન અને શક્તિશાળી શિષ્ય હોવા જોઈએ. સૂરિજીએ આ બન્નેને વ્યાકરણ, સાહિત્ય તથા દર્શન શાસ્ત્રનો અભ્યાસ કરાવી અત્યન્ત નિપુણ બનાવ્યા હતા. ' સૂરિજીના સત્તાકાલમાં બૌદ્ધદર્શનની ઘણી પ્રબળતા હતી. કેટલાક દેશમાં બૌદ્ધધમ રાજ્યના આશ્રય તળે હોવાથી બૌદ્ધદર્શનનો ફેલાવો ઘણી જ શીઘ્રતાથી તે કાળના જનસમુદાયમાં થઈ શક્યો હતો. અનેક બૌદ્ધ વિદ્યાપીઠમાં બૌદ્ધદર્શનના સિદ્ધાંતોનું જ્ઞાન રાજ્ય તરફથી ઘણી જ સગવડતાથી અપાતું હતું. સુરિજીના શિષ્ય હંસ અને પરમહંસને પણ આથી બૌદ્ધ વિદ્યાપીઠ – મઠમાં જઈ બૌદ્ધદર્શનનું જ્ઞાન મેળવવાની આતુરતા થઈ આવી. સૂરિજીની સેવામાં તે બન્ને જણાએ પોતાની મનોભાવના વ્યક્ત કરી. નિમિત્તશાસ્ત્રના સામર્થથી ભાવિકાલના અપાયને જાણીને પૂજ્ય સૂરિદેવે તેને અનુમતિ આપી નહિ. ભવિતવ્યતા વિવેકશીલ આત્માઓને પણ ભૂલવે છે. આથી ગુરુમહારાજની અનુમતિ મેળવ્યા વિના કેવળ શાસ્ત્રાભ્યાસની ધૂનમાં તે બને શિષ્યો ત્યાંથી વિહાર કરી બૌદ્ધવિદ્યાપીઠમાં ગયા. બૌદ્ધ વિદ્યાપીઠમાં રહીને હંસ અને પરમહંસે ધીરે ધીરે બૌદ્ધદર્શનના સિદ્ધાતોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માંડ્યું. બૌદ્ધમઠમાં તેઓએ તદ્દન ગુપ્ત રીતે રહીને અભ્યાસ કર્યો, અને પિતાના નામને ગાવીને તેઓ ત્યાં રહેવા લાગ્યા. વિદ્યાપીઠના કુલપતિએ આ બન્ને નવા શિષ્યોને સારુ અભ્યાસ અને ભોજનની સઘળી સગવડ કરી દીધી હતી. કઠિનમાં કઠિન શાને પણ તેઓ સહેજમાં હમજી લેતા અને પિતાના અતુલ બુદ્ધિપ્રભાવથી બૌદ્ધશાસ્ત્રોના ઉપયોગી પાઠને પણ તેઓએ કંઠસ્થ કરી લીધા. વળી અવસર મેળવીને તે શાસ્ત્રોમાં આવેલા જેનમતના ખંડનનું ખંડન ટૂંકમાં પાનાઓ પર તેઓએ નોંધી લેવા માંડ્યું. આ પાનાંઓને તેઓ પોતાની પાસે અત્યન્ત છુપાવીને રાખતા હતા. એક દિવસે અચાનક એ પાનાંઓ ઊડતા ઊડતા કેઈ બૌદ્ધભિક્ષુના હાથમાં આવી ગયાં. આને અંગે હંસ અને પરમહંસને તે બૌદ્ધમઠમાં ઘણી જ મુશ્કેલીઓ સહવી પડી હતી. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy