________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] શ્રીમદ્દ હરિભદ્રસૂરિશ્વરજી
[૩૩] સ્વીકારી પુરહિત હરિભદ્ર પંડિતે, તેઓશ્રીની સેવામાં જૈન દીક્ષાને ગ્રહણ કરી અને તેઓને શિષ્યભાવ સ્વીાર્યો.
શ્રી હરિભદ્રસૂરિ મહારાજના દીક્ષા પ્રસંગને અંગે “પ્રભાવરિત માં ઉપર મુજબની હકીકત છે. જ્યારે કથાવલીકાર આ પ્રસંગને અંગે આ પ્રકારની હકીકત જણાવે છે: “જ્યારે હરિભદ્ર પંડિતે “ દુi” એ ગાથાનો અર્થ સાધ્વીજીને પૂછ્યું, ત્યારે મહત્તરા તેમને (શ્રી હરિભદ્ર પંડિતને ) પૂ. શ્રી ૧૫જિનદત્તસૂરિ પાસે લઈ ગયા અને સર્વ હકીકત કહી સંભળાવી. એટલે પૂ. આચાર્ય મહારાજે એ ગાથાને સવિસ્તર અર્થ શ્રી હરિભદ્ર પુરોહિતને કહ્યો. તે સાંભળી શ્રી હરિભદ્ર પંડિતે પોતાની પ્રતિજ્ઞાની વાત કહી. તેના ઉત્તરમાં આચાર્યો કહ્યું: “મહાનુભાવ! જે એમ છે, તો તું એ મહત્તરાને ધર્મપુત્ર થઈ શકે છે. તેમણે પૂછ્યું: “ભગવાન ! ધર્મનું સ્વરૂપ જણાવો !” આથી પૂ. શ્રી જિનદત્તસૂરિજીએ ધર્મનું સ્વરૂપ જણાવ્યું. પુરોહિતે ફરી પૂછ્યું: “આવા પ્રકારના ધર્મનું ફળ શું ?” આના જવાબમાં આચાર્ય મહારાજે ફરમાવ્યું: “સકામવૃત્તિવાળાઓને ધર્મનું ફળ સ્વર્ગાદિની પ્રાપ્તિરૂપ છે, અને નિષ્કામ વૃત્તિવાળાઓને માટે ધર્મનું ફળ “ભવવિરહ' [ સંસારનો નાશ – મેક્ષસુખની પ્રાપ્તિ ] છે.” આ સાંભળીને શ્રી હરિભદ્ર પંડિતે કહ્યું: “ભગવદ્ ! મને ભવવિરહ જ પ્રિય છે, માટે તેમ કરે કે જેથી હું ભવવિરહને પ્રાપ્ત કરી શકું'. આચાર્ય મહારાજે આના ઉપાય તરીકે સર્વ પ્રકારના પાપના ત્યાગરૂપ શ્રમણપણું સ્વીકારવાને જણાવ્યું. હરિભદ્રે તેમ કરવા ખુશી બતાવી અને આચાર્ય મહારાજ શ્રી જિનદત્તસૂરિએ તેમને જેન દીક્ષા આપી.'+
જૈન દીક્ષાના સ્વીકાર બાદ, મુનિ હરિભદ્રજીના જીવનમાં પૂર્વકાલીન અક્કડતા કે જ્ઞાનમદ જેવું કશું જ રહેવા પામ્યું ન હતું. શ્રી યાકિની મહત્તરાના શુભ સંયોગથી શ્રી જેનશાસનની પિતાને પ્રાપ્તિ થઈ અને એ રીતે જાણે નવો અવતાર મળ્યો આમ સમજી, તેઓ ભગવતી યાકિનીને પિતાની ધર્મજનની તરીકે સ્વીકારીને, પોતાને તે મહત્તરાના
ધર્મસૂનુ” તરીકે ઓળખાવવા લાગ્યા, દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્માની ભવ્ય મૂર્તિને શ્રદ્ધા, સંવેગ વગેરે અનુપમ ગુણોથી વાસિત શ્રી હરિભદ્રમુનિ “વપુવ તારણે અવન્!
૧૫ જે કે “પ્રભાવકચતિ ', “ ગણધરસાર્ધશતક” વગેરે ગ્રન્થમાં, “હરિભદ્ર પુરોહિત પૂ. શ્રી જિનભસૂરિજી પાસે ગયા. અને તેઓની પાસે દીક્ષા લઈ શિષ્ય થયા ” આ પ્રકારનો ઉલ્લેખ મળે છે. કથાવલીમાં ‘પૂ. શ્રી જિનદત્તસૂરિ'નું નામ છે. તેમજ પૂ. શ્રી હરિભદ્રસૂરિ પોતાની કૃત્તિઓમાં કઈક સ્થાને આ રીતે જણાવે છે.–“સમાપ્તા સ્થિતિમાં નામવિરાટી I સિતાબ્દાવાર્થजिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य . धर्मतो याकिनीमहत्तरासूनोરચમરાચાર્યરિમ સ્થા” આ ઉલલેખથી પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના ગુરુ પૂ. શ્રી જિનદત્તસૂરિજી જણાય છે. જ્યારે વળી કોઈક ગ્રન્થની પ્રશસિતમાંથી પૂ. સૂરિજીનું જ લખાણ આ મુજબનું મળી આવે છે: 'आचार्यजिनभटस्य हि सुसाधुजनसेवितस्य शिष्येण, जिनवचनभावितमतेवृत्तवतस्तत्प्रसादेन । વિંતિ પસંૌવં થતા પુરા પાર્થમિન ટીવી પ્રજ્ઞાનાશ્રયા ” આમાં પૂ. શ્રી જિનભટસૂરિજીના શિષ્ય શ્રી હરિભદ્રસૂરિજી જણાય છે. આ બધી પરસપરની હકીક્ત મેળવીને વિચારતાં લાગે છે કે “શ્રી હરિભદ્રસૂરિજીના ગુરુ-દીક્ષાદાયક શ્રી જિનદત્તસૂરિ હોય અને શ્રી જિનભટસૂરિજી, તેઓના આજ્ઞાકારી ગણનાયક હોય.” તરવું હિ નાખ્યમ્
+ * પ્રબન્ધ પર્યાલચન” પરથી.
For Private And Personal Use Only