________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક ]
શ્રીમદ્ હરિભદ્રસૂરીધરજી
[31]
હતું. જ્યારે તેનું સંસારી નામ હિરભદ્ર હતું. જાતિથી હરિભદ્ર બ્રાહ્મણ હતા. જાતિના જન્મગત સંસ્કારાથી બાલ્યકાલમાં જ વિદ્યાનું સપાદન કરવામાં શ્રી હરિભદ્ર, દરેક રીતે ઉત્સાહપૂર્ણ હતા. તેએાએ ક્રમશઃ ચૌદ વિદ્યાએ પ્રાપ્ત કરી હતી.
ઇતિહાસપ્રસિદ્ધ મેવાડ દેશના ચિાડ [ચિત્રકૂટ ]ના રાજા જિતારિએ શ્રીહરિભદ્ર પંડિતની વિદ્વત્તાની કદર કરી, પેાતાના રાજ્યમાં આ મહાડિતને પુરાહિતના અધિકારપદે નિયુક્ત કર્યાં. રાજપુરોહિત શ્રી હરિભદ્ર પડિતને પેાતાના જ્ઞાનવૈભવને મદ હતા. આ કારણે તેઓના હૃદયમાં એ ભાવના હતી કે: ‘આ છ ખંડ ધરતીમાં મારા જેવા સમર્થ વિદ્વાન બેશક કાઈ નહિ જ હાય. ' ‘ પ્રભાવકચરિતકાર ', પુરેાહિત શ્રીહરિભદ્રની આ પ્રકારની અભિમાનદશાને આ મુજબના શબ્દોથી સૂચવે છે કે ૧૨ ́ શાસ્ત્રોના સમૂહને તેણે પેટમાં સમાવી દીધેલા હેાવાથી કદાચ તેના ભારથી પેટ ફૂટી જાય, આથી તે પુરેાહિતે પોતાના પેટ પર સુવર્ણપટ્ટ બાંધ્યા હતા, તેમજ ‘મારા જેવા સમસ્ત જંદ્રીપમાં કાઈ નથી જ', આ વાત લેાકાને જણાવવા સારુ તે પેાતાના હાથમાં જમ્મૂવૃક્ષની એક લતા નિરંતર રાખતા.
જૂના ઐતિહાસિક રાસાઐમાં અને અન્ય અનેક પ્રબન્ધ ગ્રન્થામાં આવું કે આને લગભગ મળતું વર્ણન સાંભળવામાં આવે છે કે ‘ કેટલાક શૂરવીર રાજાએ પાતાની પાસે શસ્ત્ર, અસ્ત્ર વગેરે લડાયક સામગ્રીને રાખવા ઉપરાંત નિસરણી, કાદાળા અને જાળ પણુ રાખતા, કે જેથી નિસરણી દ્વારા શત્રુને આકાશમાંથી પકડી શકાય, કોદાળાથી જમીનમાંથી ખાદી શકાય તેમ જ ઊ'ડા પાણીમાંથી જાળ નાંખીને પણ બ્હાર કાઢી શકાય.
શ્રી હરિભદ્ર પડિંતે, પાતે પ્રકાંડ વિદ્વાન હેાવાથી એવી પ્રતિજ્ઞા કરી હતી કે ‘· જેના વચનને હું ન સમજી શકું તેને હું શિષ્ય થઇ ને રહું '. પુરાહિત શ્રી હરિભદ્રની આ પ્રતિજ્ઞા અવસ્ય સામાન્ય દષ્ટિયે પુરાહિતની પેાતાની અક્કડતાનું મૂર્ત પ્રતીક ગણી શકાય, છતાંયે કહેવું જોઇએ કે: આ પ્રતિજ્ઞા, હરિભદ્ર પુરેાહિતની હૃદયગત સરળતા, નિખાલસવૃત્તિ વગેરેને બેશક પૂરવાર કરે છે. પાતાની પ્રતિજ્ઞાના પાલનમાં તેઓ સદાકાલ જાગૃત હતા.
એક વેળા રાજપુરાહિત શ્રી હરિભદ્ર, પાલખીમાં બેસી રાજરસ્તેથી જતા હતા. તે અવસરે અચાનક રાજાને વિશાલકાય હાથી રૌદ્રમૂર્ત્તિ બનીને ભાગી છૂટયા હતા. રાજરસ્તાપર ચાલતા માનવસમુદાયમાં આ બનાવથી ભયની લાગણી જન્મી હતી. વાતાવરણુ લગભગ તંગ બન્યું હતું. શ્રી હરિભદ્ર પડિત સમયને આળખી આવા વિકટ અવસરે બાજુના જૈનમદિરમાં પોતાના રક્ષણને સારુ પેઠા. જિનમદિરમાં દેવાધિદેવ ત્રિલોકનાથ શ્રી વીતરાગ પરમાત્માની ભવ્ય, મનેહર અને પ્રશાન્ત મૂર્તિપર તેમની દૃષ્ટિ પડી. પણ પરાપૂર્વથી બ્રાહ્મણુ અને શ્રમણુ–જૈન સંસ્કૃતિ વચ્ચેનું ચાલી આવતું જૂગજીનું દૃષ્ટિવિષે પુરેાહિતના હૈયામાં ફરી એક વાર ધેારાવા લાગ્યું. વીતરાગ પરમાત્માની પ્રશમરસભરી મૂર્તિને જોઈ ને તેઓ ખેલ્યાઃ વરેવ તવા છે સ્પષ્ટ મિષ્ટાન્નમોઽનમ્ ' [ તારું શરીર અવશ્ય મિષ્ટાન્ન ભાજનને આપમેળે કહી આપે છે. ] પુરાહિતિની દૃષ્ટિ આ અવસરે વિકૃત હતી. એમના વચને માં કેવળ
"
१२ स्फुटति जठरमत्र शास्त्रपूरादिति स दधावुदरे सुवर्णपट्टम् ।
मम सममतिरस्ति नैव जंबूक्षितिवलये वहते लतां च जम्ब्वाः ॥
-પ્રભાવક ચરિત àા. ૧૦ [નિયસા. પ્રેસ. પૂ. ૧૦૪ ] [ સિંધી ગ્ર. પૃ. ૬૨]
For Private And Personal Use Only