SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી [[૨૭] મૃતસારસંગ્રહ માં શ્રી કુલમંડનસૂરિ, અને “ શ્રી તપગચ્છપટ્ટાવલી માં શ્રી ધર્મસાગર ઉપાધ્યાય વગેરે પ્રખ્યકારોએ, આ રીતે પૂજનીય સૂરિવરને સત્તાસમય વિક્રમના છઠ્ઠા શતકમાં સ્વીકાર્યો છે. જ્યારે પ્રબન્ધકેશકાર પૂ. રાજશેખરસૂરિ, શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રની અર્થદીપિકાવૃત્તિકાર પૂ. શ્રી રત્નશેખરસુરિ વગેરે પૂર્વકાલીન ગ્રન્થકારોએ, ઉપમિતિકથાકાર પૂ. શ્રી સિદ્ધર્ષિગણિના દીક્ષાગુરુ તરીકે પ્રસ્તુત સૂરિવરને સ્વીકાર્યા છે, એટલે પૂ. સિદ્ધર્ષિગણિવરના સત્તાકાલની આસપાસ પૂ. શ્રી હરિભદ્રસૂરિને સત્તાસમય તે તે ગ્રન્થકારના મતવ્ય મુજબ નિશ્ચિત થાય છે. પૂ. સિદ્ધર્ષિગણિવરના સત્તાકાલને અંગે, શ્રી ઉપમિતિભવપ્રપંચાક્યાના પ્રશસ્તિગત પદ્યમાંથી આ મુજબનું પદ્ય મળી આવે છે – संवत्सरशतनवके द्विषष्टिसहितेऽतिलचिते चास्याः । जेष्ठे सितपञ्चम्या पुनर्वसौ गुरुदिने समाप्तिरभूत् ॥ ૯૬૨ વર્ષ વીત્યા બાદ, જેઠ સુદિ પાંચમના દિવસે પુનર્વસુ નક્ષત્ર અને ગુરુવારે આ ગ્રન્થની સમાપ્તિ થઈ.' આથી પૂ. સિદ્ધર્ષિગણિની સત્તા વિક્રમના દશમા શતક લગભગની સિદ્ધ થાય છે. અને પૂજનીય શ્રી હરિભદ્રસૂરિવરની સત્તા આ ગણત્રી મુજબ વિક્રમના નવમા અને દશમા શતકની આસપાસમાં કહી શકાય. વલી એક મત, પ્રસ્તુત સૂરીશ્વરના સત્તાકાલને અંગે શ્રી “પ્રાકૃત કુવલયમાલાથાના રચયિતા દાક્ષિણ્યચિહ્નાપરનામ પૂ. શ્રી ઉદ્યોતનસૂરિના પ્રશસ્તિગત ઉલ્લેખથી તેઓના સમકાલીન તરીકે પૂ. સુરીશ્વરજીને સ્વીકારે છે. તે મતમાં માનનારાઓ પિતાના આ મતની સત્યતાને સાબીત કરવા સારુ પૂ. શ્રી ઉદ્યોતનસૂરિજીના ‘કુવલયમાલા કથા ”ની પ્રશસ્તિગત આ પદનું પ્રમાણ આપે છે – सो सिद्धन्तम्मि गुरू पमाणनाएण जस्स हरिभद्दो । बहुगन्थसत्थवित्थर पयड [समत्थसुअ] सच्चत्थो ॥ - આ પદ્યથી, “કુવલયમાલા કથાકાર પૂ. શ્રી ઉદ્યોતનસૂરિ, પિતાના પ્રમાણુન્યાયશાસ્ત્રના ગુરુ તેમજ વિશાલકાય સાહિત્ય-ગ્રન્થના સફલ સર્જક તરીકે પૂજનીય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાને બહુમાન પૂર્વક યાદ કરે છે. આ પદ્યને પ્રમાણુ તરીકે મૂકીને કેટલાક ઐતિUવિદોનું માનવું છે કેઃ “પૂ. શ્રી ઉદ્યોતનસૂરિજીના સત્તાકાલની આસપાસમાં પૂ. મુરિદેવને સત્તાકાલ માને યોગ્ય છે.” “શ્રી કુવલયમાલા કથા ”ના પ્રશસ્તિગત પદ્યમાં, ગ્રન્થકાર શ્રી ઉદ્યોતનઅરિજી આ મુજબ પિતાને સત્તાસમય સ્પષ્ટ કરે છે – 'सगकाले वोलीणे परिसाण सरहिं सत्तहिं गएहि । एगदिणेणूणेहिं रइया अवरणहवेलाये ॥ આથી સમજાય છે કેઃ “શકથી એક દિવસ ન્યૂન સાત (૭૦૦) વર્ષ વીત્યા બાદ અપરહણ સમયે – દિવસના નમતા પહેરે “શ્રી કુવલયમાલા કથા”ની રચના થઈ છે.” I એટલે આથી કથાકાર શ્રી ઉદ્યોતનસુરિજીની હયાતિ અને ૭મે શતક નિશ્ચિત થાય છે, જ્યારે શક અને વિક્રમને કાલને લગભગ ૧૩૦ વર્ષને તફાવત રહે છે, એટલે શકની પછી - ૪ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy