________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
ભદ્રસૂરિ, જેમને સત્તાકાલ ૧૪ મા શતકની છેવટને લગભગ ગણાય. શ્રી જયવલ્લભપાઠક કૃત “વજજાલ...” ગ્રંથના છાયાલેખક શ્રી રત્નદેવમુનિ, પોતાના છાયાલેખન કાર્યમાં આ સરિદેવના શિષ્ય પૂ. શ્રી ધર્મચન્દ્રમુનિને, પોતાના પ્રેરક તરીકે યાદ કરે છે. પૂ. સૂરિદેવના સત્તાકાલને અંગે મતભેદો
પૂ. શ્રી હરિભદ્રસૂરિવરના સમાનનામા આ અનેક સૂરિવરોમાં પ્રસ્તુત યાકિનીધર્મનું, ૧૪૦૦ ગ્રન્યપ્રણેતા આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી, પ્રાચીન અને સર્વના પુરગામી તરીકે પ્રસિદ્ધ છે. એઓશ્રીને સત્તકાલ આથી આ સઘળાયે સમાનનામા સરિદેવની પૂર્વને છે, એમાં કોઈ પણ ઐતિUવિદોને મતભેદ નથી. પણ પ્રસ્તુત સુરિવરના નિશ્ચિત સત્તાકાલને અંગે આપણે સમાજમાં અતિા (અતિહાસિક) બાબતમાં રસ લેનારાઓમાં હજુ મતભેદ ઊભા છે.
પૂજનીય સુરિદેવના સત્તાકાલને અંગે, અત્યાર અગાઉ અવારનવાર ચર્ચાઓ જન્મવા પામી હતી. છતાં હજુ આ વસ્તુ મતભેદના વિષય તરીકે જ આપણું હામે ઊભી છે. આપણે જાણીએ છીએ કે ઈતિહાસના વિષયની છણાવટ, એ જ્યારે કેવળ યુક્તિ કે અમુક પ્રકારની પૂર્વગ્રહપૂર્ણ મનોદશા વિના કરવામાં આવે છે, ત્યારે જ તેનું સફળ કે સંતોષજનક પરિણામ આવી શકે છે. ગમે તે હે, આજે તે પૂજ્ય સૂરીશ્વરજીના સત્તાકાલને અંગે મુખ્યતઃ ત્રણ મત ઐતિહ્ય વિષયોમાં રસ લેનારા જૈન સમાજની સમક્ષ રજુ થયા છે.
આ ત્રણેય મતોમાંથી એક મત વિક્રમના છઠ્ઠા શતકમાં પૂજ્ય સૂરીશ્વરજીના સત્તાકાલને સ્વીકારે છે, જ્યારે બીજા મતમાં માનનારા પ્રસ્તુત સુરિદેવને સત્તાકાલ વિક્રમની આઠમી અને નવમી શતાબ્દિની મધ્યને ગણે છે, ત્રીજા મતથી પૂ. સૂરિદેવને સત્તાકાલ વિક્રમને દશમ શતક મનાય છે. પૂર્વકાલીન પ્રબન્ધ, કથા કે અન્ય સાહિત્યમાંથી પણ પૂ. સૂરીશ્વરજીના સત્તાસમયને અંગે જે કાંઈ મળી રહે છે, તેને પ્રધાનસૂર ઉપરોક્ત મને મુખ્યતઃ કેટલેક અંશે મળતો આવે છે.
પૂ. શ્રી મેરૂતુંગસૂરિમહારાજ, સ્વકીય “વિચારશ્રેણી પ્રકરણમાં પૂ. સૂરીશ્વરજીના સત્તાકાલને અંગે આ મુજબ પિતાને મત જાહેર કરે છે? __“ पंचसए पणसीए विक्कमकालाओ झत्ति अत्थमिओ।
हरिभद्दसूरिसूरो निव्वुओ दिसउ सिवसुक्खम् ॥" વિક્રમથી ૫૮૫ વર્ષ વિત્યા બાદ, જે શ્રી હરિભદ્રસુરિરૂપ જગતપ્રકાશક સૂર્ય અસ્તને પામે, તે અમને શિવસુખ આપે.”
આ જ વસ્તુને સૂચિત કરનારાં અન્ય પ્રાચીન વિધાન કે જે વિશ્વસનીય અને પ્રામાણિક હોવાને પૂરે સંભવ છે, તે અનેક પૂર્વકાલીન ગ્રન્થમાંથી આજે મળી રહે છે. જેમકે વિચારસાર પ્રકરણમાં શ્રી પ્રદ્યુમ્નસૂરિ, “ગાથાસહસ્ત્રી માં શ્રી સમયસુન્દરગણું, “વિચારા
૩ આ ગ્રન્થનું મૂળ નામ “પાઇઅવિજાલચ' હોવું સંભવિત છે. પ્રાકૃત સુભાષિતોના સંગ્રહરૂપ આ ગ્રન્ય છે. છાયાકાર શ્રી રત્નદેવ ગણિ, પ્રશસ્તિમાં આ ગ્રન્થનું સંસ્કૃત નામ આ મુજબ જણાવે છે: 'विद्यालये प्राकृतेऽस्मिन् सुभाषितमणाविह।'
For Private And Personal Use Only