SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાકિનીસૂનુ પૂજનીય આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી [તેઓશ્રીના જીવન અને કવનની નોંધ ] AAAAAAAAAAAAAAAA = લેખકઃ-પૂ. મુનિ મહારાજ શ્રી કનકવિજયજી, ધ્રાંગધ્રા (પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરિશિષ્ય ) O R ર્યસંસ્કૃતિ એ ભારતવર્ષની પ્રાચીન સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિના આદર્શને FI ઝીલીને પિત પિતાના દૃષ્ટિકોણથી તેને પચાવનારાં અને જગતમાં પ્રચારનારાં તે છ દર્શનો મુખ્યતઃ અસ્તિતાને ધરાવનાર છે. તે છ દર્શને આ મુજબ છે: બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય; અથવા ન્યાય તેમજ વૈશેષિક દર્શનને અમુક દૃષ્ટિએ અભિન્ન સ્વીકારતાં છેલ્લું ચાર્વાક દર્શન. ‘દર્શનસમુચ્ચય'માં આ ક્રમથી દર્શનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જૈનદર્શન આ છ દર્શનમાં સર્વશ્રેષ્ઠ ધર્મદર્શન છે. ત્રિકાલાબાધ્ય અને અવિસંગત અનેકાન્તતત્વવ્યવસ્થાના નક્કર પાયા પર શ્રી જેનદર્શનની ભવ્ય ઈમારત ઊભેલી છે, કે જેના એક પણ કાંગરાને હલાવવાને કઈ સમર્થ નથી. આ કારણે જગતનાં સર્વ ધર્મદર્શનમાં મેરુની જેમ અડગ બનીને જૈનદર્શન સૌની મોખરે ઊભું છે. જેનદર્શનની પ્રતિપાદનશૈલી અનુપમ છે. એની તત્ત્વવ્યવસ્થા અવિસંવાદિની છે. આથી જ જગતના ઈતર ધર્મદર્શનમાં જળવાઈ રહેલી અબાધ્ય તત્વવ્યવસ્થા પણ જેનદર્શનમાંથી જ ઊતરી આવેલી છે એમ કહી શકાય. ઈતર સર્વ દર્શનનું મૂળ જૈનદર્શન છે.” આ મુજબનું પ્રામાણિક વિધાન કોઈ પણ પ્રકારના આગ્રહ વિના કરી શકાય તેમ છે. કહેવું જોઈએ કેઃ ઈતર સર્વ દશનની જેમ જૈનદર્શનને આધારે તેનું વિશાલ સાહિત્ય છે. જેનદર્શનનું સાહિત્ય સર્વતોમુખી, અમાપ અને અપ્રતીમ છે. ભૂતકાલીન શાસનપ્રભાવક પૂજનીય જૈનાચાર્યોએ પોતાની અપૂર્વ પ્રતિભા, અખંડ શાસનરાગ અને અપ્રતીમ પ્રભાવકશક્તિ, આ વગેરેના વેગે, શ્રી જૈનદર્શનના સાહિત્યક્ષને સારી રીતે નવપલ્લવિત રાખ્યું છે, કે તે ફાલ્યા-ફૂલ્યા સાહિત્યક્ષનાં સુમધુર ફળોને આજે આપણે, તેવા પ્રકારના વિશેષ પ્રયત્નો વિના, સુખપૂર્વક ચાખવાને ભાગ્યશાળી બન્યા છીએ. જેનશાસનના વિસ્તૃત આકાશપટપર ઝળહળતો પ્રકાશ પાથરનારા ભૂતકાલીન અગણ્ય સૂરિરૂપ તારકગણની મધ્યમાં યાકિનીધર્મસેન આચાર્યભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજનું સ્થાન અતિશય ગૌરવભર્યું છે. એ પૂજનીય સૂરીશ્વરની પ્રૌઢ પ્રતિભા, અવિહડ શાસનરાગ અને ત્રિવિધયોગે જૈન સાહિત્યની સેવા કરવા માટેની અપૂર્વ અર્પિતવૃત્તિઃ આ સઘળયના ગે તેઓશ્રીનું પુણ્યનામ જેન તવારીખમાં સુવર્ણાક્ષરે બેંધાયું છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy