________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] જેને ન્યાયને વિકાસ
[૩] “સિદ્ધહેમશબ્દાનુશાસન બ્રહદ્રવૃત્તિ ઉપર પ૩૦૦૦ કપ્રમાણ ન્યાસ રચ્યો છે. તે બન્નેએ મળી પત્તવૃત્તિ યુક્ત “વ્યાલંકાર' નામનો ન્યાયગ્રન્થ રચ્યો છે. તેમાં ત્રણ પ્રકાશ છે. પહેલામાં છવદ્રવ્યનું સ્વરૂપ, બીજામાં પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ ને ત્રીજામાં ધર્માધમ આકાશ આદિનું સ્વરૂપ-આ સર્વ પ્રમાણથી સિદ્ધ કરેલ છે. ૨૬ શ્રી પદ્યુમ્નસૂરિજી
- તેઓ તેરમા સૈકામાં થયા. તેમણે વાદસ્થલ” નામનું એક ગ્રન્થ રઓ છે, જેમાં જિનપતિસૂરિના મતાનુયાયિઓ “ઉદયનવિહારમાં પ્રતિદ્વિત થયેલ જિનબિ પૂજનીય નથી”, એમ કહેતા હતા તેનું ખંડન છે. ર૭ શ્રી રત્નપ્રભસૂરિજી
તેઓ બારમા-તેરમા સૈકામાં થયા. તેઓ વાદિદેવસૂરિજીના પટ્ટાલંકાર અને ન્યાયના અપૂર્વ વિદ્વાન હતા. વાદિ દેવસૂરિજીના “સ્યાદ્વાદરત્નાકરમાં તેઓએ સહકાર આપ્યો હતો. તેમની સંસ્કૃત લખવાની શક્તિ અનન્ય હતી. તેમણે “સ્યાદ્વાદરત્નાકરમાં પ્રવેશ કરવા માટે પ્રમાણનયતત્ત્વાલેક' ઉપર “રત્નાકરાવતારિક નામની લઘુ વૃત્તિ રચી છે, તે ઘણું વિદ્વત્તાપૂર્ણ અને પ્રતિભાશાલિની છે. તેમાં બૅધ, નૈયાયિક “અર્ચન્ટ” અને “ધર્મોત્તરીનો ઉલ્લેખ છે. તેમાં શબ્દની રમક–ઝમક ઘણી જ છે. ચક્ષુપ્રાકારી છે કે અપ્રાપ્યકારી એ વિષયનો વાદ સપૂર્ણ વિવિધ છન્દોમાં શ્લેકબદ્ધ લખ્યો છે. જગતૃત્વને વિધ્વસ ફક્ત તેર વર્ણ, ત્રણ સ્વાદિવિભક્તિ અને બે ત્યાદિવિભક્તિમાં જ ગઠવ્યો છે, તે આ પ્રમાણે
त्यादिवचनद्वयेन, स्यादिकवचनत्रयेण वर्णैस्तु । त्रिभिरधिकैदशभिरयं व्यधायि शिवसिद्धिविध्वंसः ॥ (તિ, તે, આ તિ, ટા, , તથઘન, પવમમ, વઢવા) પિતાની આ વૃત્તિ માટે તેઓએ જ અને લખ્યું છે કે
वृत्तिः पञ्चसहस्राणि, येनेयं परिपठ्यते । भारती भारती चास्य, प्रसपन्ति प्रजल्पतः॥
જેના વડે આ પાંચ હજાર પ્રમાણ વૃત્તિ ભણાય છે, બેલતા એવા તેની પ્રભાઆનંદ અને વાણી વિસ્તારને પામે છે.”
તેમણે બીજા પણ નેમિનાથ ચરિત', ‘ઉપદેશમાલા ટીકા', “મત પરીક્ષા પંચાત વગેરે ગ્રન્થ રચ્યા છે.
એ પ્રમાણે આ સાતસો વર્ષમાં જેન ન્યાયન સૂર્ય બરાબર મધ્યાહ્નકાળને અનુભવતો હતો અને તે સમયમાં થયેલ આચાર્યો તેની આડે આવતાં વાદળાને વિખેરી નાખી તેના પ્રકાશને પ્રસારતા હતા. આજે પણ આપણું માટે તે આચાર્યોએ પ્રસારેલ કિરણનો પ્રકાશ ગ્રન્થરૂપે વિદ્યમાન છે. તે તે પ્રકાશમાં વિચરીને અધકારની પીડાથી બચી આનેન્દ્રિત થવું.
આ લેખ પ્રભાવક ચરિત્ર, ચતુર્વિશતિ પ્રબન્ધ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ તથા આ લેખમાં આવતા ન્યાયગ્રન્થોમાંથી ઉપલબ્ધ અને પ્રાપ્ત થયેલ ગ્રન્થના અવલોકનથી લખાયેલ છે, એટલે આવશ્યક ઉલ્લેખ કરી આ લેખ સમાપ્ત કરું છું.
For Private And Personal Use Only