________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2. [ વર્ષ સાતમ
[ રરર ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું તે ગચ્છમાં ઘણુએક વિદ્વાન આચાર્યો ઉત્પન્ન થઈ દેવગત થયા-પછી જયેષ્ઠાર્ય નામના આચાર્ય થયા. કાર્ય પછી શાંતિભદ્ર, શાંતિભદ્ર પછી સિદ્ધાંતમહોદધિ સર્વદેવસૂરિ અને સર્વદેવની પછી શાલિભદ્રસૂરિ થયા છે ૪ છે
આ પછી છઠ્ઠી આર્યા અને સાતમે અનુષ્ટપુ એ બે પદો બરાબર વંચાતાં નથી, છઠ્ઠી આર્યાને પ્રથમ “શ્રી શાંતિભદ્રસૂરો પ્રતપતિ” આટલે ભાગ સ્પષ્ટ વંચાય છે, ત્યારપછી બીજા પાદમાં “પૂર્ણ ભદ્ર”, ત્રીજા પાદમાં “રઘુસેનએ નામે વંચાય છે. સાતમા લેકની આદિના અક્ષરો વંચાતા નથી, બાકીને લેક નીચે પ્રમાણે વંચાય છે....
જામિનર્મદાત્મનઃ .. लक्ष्म्याश्चंचलतां ज्ञात्वा जीवितव्यं विशेषतः ॥ છેવટે “મંગલં મહાશ્રી | સંવત ૧૦૮૪ ચૈત્ર પૉર્ણમાસ્યાં ” આટલે ગદ્યના ફકરે લખી લેખની સમાપ્તિ જણાવી છે. છેલ્લા ખંડિત બે પોના અર્થનું પૂર્વની સાથે અનુસંધાન કરતાં એવું તાત્પર્ય સમજાય છે કે ઉપર જણાવેલ આચાર્ય શાંતિભદ્રના સમયમાં સં. ૧૦૮૪ ના ચૈત્ર સુદિ પૂર્ણિમાને દિવસે પૂર્ણભદ્રસૂરિએ ભગવાન શ્રી ઋષભદેવના બિબની પ્રતિષ્ઠા કરી. છઠ્ઠી આર્યાના ત્રીજા પાદમાં જે “રઘુસેન” નામ વંચાય છે તે પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થનું લાગે છે, અને તે ગૃહસ્થ રામસૈન્યને રાજા હોવાની સંભાવના થાય છે, કારણ કે ઉપર જણાવેલા વર્ષમાં જ પ્રતિષ્ઠિત થયેલી એક ધાતુની ઊભી પ્રતિમાના લેખમાં “રઘુસેનીયરા” આવો ઉલ્લેખ જોવામાં આવે છે.
અમદાવાદ ઝવેરીવાડમાં આવેલા અજિતનાથ ભગવાનના જિનમંદિરની ભમતીમાં જતાં પહેલી જ ઓરડીમાં શ્રી અજિતનાથ ભગવાનની માનુષી આકારની સંવત ૧૧૧૦ની સાલના લેખવાળી જિનપ્રતિમાની પ્રશસ્તિની પાંચમી લીટીમાં “રઘુસેનજિનભુવને” આવો ઉલ્લેખ જોવામાં આવે છે. આ ઉલ્લેખ ઉપરથી ઈતિહાસપ્રેમી પં. કલ્યાણવિજયજીની ઉપર્યુક્ત માન્યતા યુક્તિસંગત હોય તેમ લાગે છે. આ જિનમૂર્તિનું વર્ણન આ જ લેખમાં આગળ આપવામાં આવેલું છે..
મૂર્તિ નંબર ૧૮: શ્રી જિનમૂર્તિ. સંવત ૧૦૮૮ની સાલની ઓસીયા (મારવાડ)ના જિનમંદિરમાં આવેલી એક ધાતુપ્રતિમાને લેખ જે. લે. સં. ભા. પહેલાના લેખાંક ૭૯૨ તરીકે પ્રસિદ્ધ થયેલ છે જે નીચે પ્રમાણે છે –
सं. १०८८ फाल्गुन वदी ४ थी नागेन्द्रगच्छे श्रीवासदेवसूरी संघ नानेतिहड श्रीयार्थ राखदोव कारिता ।
ઉપસંહાર–આ લેખમાં ઈ. સ. ના બીજા સૈકાથી શરૂ કરી બારમા સૈકા પહેલાંની ધાતુપ્રતિમાઓનો મારી જાણમાં છે તેટલે પરિચય આપવાને મારે ઈરાદો હું અગાઉ જાહેર કરી ગયો છું. પરંતુ લેખ બહુ જ મોટે થઈ જવાથી આ અંકમાં વિક્રમ સંવત ૧૦૮૮ સુધીની ધાતુપ્રતિમાઓનો ટૂંક પરિચય આપવાનું મેં ગ્ય ધાર્યું છે. | ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકલાની પ્રાચીનમાં પ્રાચીન પ્રત વિક્રમ સંવત ૧૧૫૭ પહેલાંની આજસુધી ઉપલબ્ધ થઈ હોય તેવું મારી જાણમાં નથી. કેઈ પણ કલાપ્રેમીના જાણવામાં હોય તે તે કલાપ્રેમીઓની જાણ ખાતર જાહેરમાં મૂકવા મારી નમ્ર વિનંતી છે.
For Private And Personal Use Only