SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રીપોત્સવી અંક 1. તક્ષશિલા [૧૯] નેપાલ રાજ્યના ભંડારમાંથી એક તાડપત્ર પર લખાએલ “ કાશ્યપ સંહિતા યાને વૃદ્ધ છવકીય તત્રમ ” એ નામને પુરાતન ગ્રંથ હાલમાં રાજ્ય તરફથી બહાર પડેલ છે. તેમાં ઈ. સ. પૂર્વેની આર્યુવેદના વિષયની અતિ ઉપયોગી હકીકત શ્લેકબદ્ધ આપેલ છે. આ પરથી સહેજે જણાઈ આવે છે કે-તક્ષશિલા વૈદ્યવિદ્યા માટે પણ એક ઉપયોગી કેન્દ્ર હતું. –(નેપાલ સંસ્કૃત ગ્રંથમાલા, પ્રથમશતક) કાશ્યપ સંહિતા ” સંવત ૧૯૯૫, પંડિત હેમરાજ શર્મા. તક્ષશિલા-વિદ્યાપીઠ અંગે સર જહોન માર્શલને મત તક્ષશિલા વિશ્વવિદ્યાલયના સંશોધનમાં સર જહોન માર્શલ જણાવે છે કે - “હું રજા ઉપર યુરેપ ગમે તે વખતે નવ માસની મારી ગેરહાજરી દરમ્યાન તક્ષશિલાનું ખોદકામ રેકી દેવામાં આવ્યું હતું અને તે દરમ્યાન સીથો-પાથયન સમયના મકાનોનાં કેટલાક વિભાગો જે સીરકપ ગામમાંથી મળી આવ્યા હતા, તેના નીકાલનું બાકી રહેલું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્ય મારા ખોદકામના મદદનીશ મિ. એ. ડી. સીદીકીએ બહુ જ બાહેડશીપૂર્વક કર્યું હતું. શહેરના ઉત્તર તરફના દરવાજા, અને જેને હું સી–પાથયન રાજાઓને મહેલ માનું છું તેની વચમાં, મુખ્ય માર્ગની બાજુએ, મકાનનાં અગિયાર વિભાગો આવેલ છે, જે વિભાગો સાંકડી શેરીઓથી એક બીજાથી જુદા પાડેલ છે. આમાંના ચાર વિભાગોના, મુખ્ય માર્ગ ઉપર પડતા, મુખ આગળ એક એક પવિત્ર મંદિર છે. આમાંનું એક મોટું મંદિર છે તે નિઃશંક રીતે બૌદ્ધ મંદિર છે અને બાકીના ત્રણ સ્તૂત્ર છે જે બૌદ્ધ અથવા જૈન હોવા જોઈએ. વધારે સંભવ તે એ જૈન હોવાનું જ છે. આ અગિયારે વિભાગોમાં પુષ્કળ ઓરડાઓ અને પ્રાંગણો છે. આ વિભાગો સામાન્ય વસવાટ માટેના હતા કે નહીં, એ એક ચર્ચાનો વિષય છે. જે એ સ્વીકારવામાં આવે કે એ બે માળના હતા (અને એ ઓછામાં ઓછા બે માળના તે હવા જ જોઈએ) તે સામાન્ય રીતે દરેક વિભાગમાં, ઉપરના ભાગમાં કેટલાંક ખુલ્લા પ્રાંગણે ઉપરાંત એ પ્રાંગણને ફરતા ૨૦૦ ઓરડાઓ હશે જ. આથી સ્પષ્ટ થાય છે કે એ વિભાગો સામાન્ય પ્રકારના એકલવાયાં ઘરે ન હોઈ શકે. આગળના અહેવાલમાં મેં જણાવ્યું છે કે એ કઈ ખાસ કાર્ય માટે બનેલાં હોય. ગ્રીકે, સિથીયો અને પાથયનના યુગમાં, સૌ જાણે છે તે મુજબ તક્ષિલા એક પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલયનું શહેર હતું, અને એથી એમ માનવું અયૌક્તિક નથી કે-શહેરને આ ખાસ વિભાગ, જે તેની એક સરખા પ્રકારની રચના અને ઘણું ધર્મોના મંદિરોથી જુદો તરી આવે છે તે, વિશ્વવિદ્યાલયનું સ્થાન હોય અને મકાનના આ મોટા વિભાગમાં જુદા જુદા આચાર્યો (શિક્ષક) અને તેમના શિષ્યો રહેતા હોય. કારણકે આપણે જાણીએ છીએ કે માનવ શિક્ષણને લગભગ દરેક વિભાગો, જેવા કે-વેદના જ્ઞાનથી લઈને કાયદાઓ અને વૈધકનું જ્ઞાન તેમજ હાથી પાળવાની કળાથી માંડીને નિશાનબાજીની કળા-એ બધાનું જ્ઞાન તક્ષિલામાં આપવામાં આવતું હતું, અને અહીં તેમજ ભારતવર્ષના અન્ય પ્રદેશમાં એ અચૂક નિયમ હતો કે વિદ્યાર્થીઓને તેમના ગુરુઓ સાથે રહેવું પડતું.” –(આ લેજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, એન્યુઅલ રીપેર્ટ, ૧૯૨૬-૨૭, પૃ. ૧૧૦-૧૧૧ ઉપરથી અનુવાદિત. ) For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy