SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૯૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ત્ વ સાતમુ કર્યાં હતા. તેમજ જ્ઞાનપ્રાપ્તિ માટે ઈજીપ્ત અને પૂર્વમાં ઘણા દેશામાં પ્રવાસ કર્યાં કહેવાય છે. તેમના પ્રવાસેા પછી તેણે ઇટાલીના ક્રોટોનામાં સ્થિરવાસ કર્યાં તેમ કહેવાય છે. અહીં તેમની પ્રતિષ્ઠા જલદી વધી અને તેને ખાસ કરીને ઉમરાવ અને શ્રીમંત વર્ગના અનુયાયીઓ મ્હોટી સંખ્યામાં મલ્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાંના ત્રણસે નું એક બધુમ`ડળ બનાવવામાં આવ્યું જે પાઈથાગારસ અને એકબીજાને માટે સહાયક થવા, ગુરૂના આદેશ પ્રમાણે ધાર્મિક અને સાધુવૃત્તિના આચાર કેળવવા અને ધાર્માિંક તેમજ તત્ત્વવિદ્યાના સિદ્ધાંતેાને અભ્યાસ કરવા પ્રતિજ્ઞાબદ્ધ થયું હતું. આ મંડળમાં પ્રવેશ કરનારને બેથી પાંચ વર્ષ માટે ઉમેદવાર તરીકે દાખલ કરવામાં આવતા હતા. આ સમય દરમ્યાન ખાસ કરીને મૌનવૃત્તિ કેળવવાની શક્તિની સેાટી કરવામાં આવતી હતી. સંયમ અને જીવનની પવિત્રતાનું સખ્ત રીતે પાલન કરવામાં આવતું. ક્રોટાના જેવાં મંડળો સાઈરીસ, મેટાપેન્ટમ, ટેરેન્ટમ અને માગ્ના પ્રેશીયાના ખીજા શહેરામાં પણ સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. પાઈથાગેાસસના ધાર્મિક સિદ્ધાંતાનું મુખ્ય તત્ત્વ આત્માના પુનર્જન્મ ( Feature ) વિષે હતું. તેમાં મનુષ્યના મરણ પછી મનુષ્ય કે તિર્યંચયોનિમાં અને તિર્યંચના મનુષ્યયેાનિમાં પુનર્જન્મ થઈ શકે છે. આત્માનેા પુનર્જન્મ તે પવિત્રતાની ક્રમિક તિ છે. પવિત્ર આત્માએ જીવનની ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે તે સ્વાભાવિક છે. પાઈથાગારસના આપ ધનાઢય વેપારી હતા. તેણે પૂર્વના દેશ! ( હિંદુસ્તાન ) તરફ ઘણા પ્રવાસ કર્યાં હતા. આત્માને જન્માંતર થાય છે તેવું તે માનતા, પેથાગેારસ ભૂમિતિશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનેા પ્રખર વિદ્વાન અને પારંગત હતા. પરંતુ તે જેટલેા તત્ત્વવેત્તા હતા તે કરતાં અધિક ધના ઉપદેશક હતા. તેના શિષ્યાને નવી અને વિશેષ નિર્મળ કરણી શિખવવાને દેવતાઓએ તેને નિર્માણુ કરેલ, એવું તે પેાતાને ગણતા. તેણે પોતાના મતને પ્રચાર કરવા માગ્ના ગ્રોશીમાં સત્વર પ્રવાસ કર્યો. અને તેમના પથની મડળીએ સિબાસ્સિ, મેતાપેાંત્તમ, તારેત્તમ તેમ બીજા નગરામાં સ્થાપન કરી. ઈ. સ. પૂર્વે ૩૨૬ના વસતકાળમાં મહાન્ અલેકઝાન્ડર તક્ષશિલામાં દાખલ થયા તે સમયે આ શહેર ધણું જ સમૃદ્ધ હતું. આ જ સમયમાં તક્ષશિલામાં ગ્રીક અને મા પરસ્પર સમાગમમાં આવતા, તેમ આ સમયમાં પણ કેટલીક વિદ્યાપી। સ્થાપિત થયાનું જાણવામાં આવી શકે છે. મી. હેવલના જણાવ્યા પ્રમાણે સમ્રાટ્ અશાકે—તક્ષશિલા અને ઉજ્જૈનીની વિદ્યાપીઠામાં ઉચ્ચ કેળવણી મેળવેલ હતી. તક્ષશિલા કાવ્યમાંર જણાવ્યા પ્રમાણે મહારાજા દશરથ અને સંપ્રતિએ તક્ષશિલાના વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસ કરેલ હતા. વૈધ જીવકના તક્ષશિલા-વિદ્યાપીઠમાં અભ્યાસ ભામ્લીય વૈદ્યોમાં વૈદ્ય જીવક સબંધી ઐતિહાસિક ઘટના જાણવા જેવી છે. મગધના પ્રખ્યાત મહારાજા બિંબિસાર યાને શ્રેણિકના સમયમાં તેણે તક્ષશિલા વિદ્યાપીઠમાં ઉચ્ચ જ્ઞાન સપાદન કરેલ. તે સંબધી તેના જીવનની કેટલીએક ઘટનાએ બૌદ્ધ તેમજ જૈન સાહિત્યામાં મળી આવે છે. વૈદ્ય જીવક તક્ષશિલામાં વૈદ્યકીય જ્ઞાન સંપૂર્ણ રીતે મેળવેલ તે સબધી ઐતિહાસિક ઘટના વર્તમાનમાં બહાર આવેલ છે. ૧ ગ્રીસદેશના ઇતિહાસ, ગુ. વ. સા. પૃષ્ઠ ૩૭૬-૭૭ ૧ તક્ષશિલા કાવ્ય. ઇન્ડીયન પ્રેસ પ્રયાગ. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy