SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક ] જૈન તીર્થો [૧૩] પાટણ ગયો હતો. ત્યાં રાજવિહારમાં જિનબિંબને નમી તેનું માપ કરવા લાગ્યો, આથી ઠક્કર છાડાની પુત્રીએ તેની મશ્કરી કરી કે ભાઈ! તમારે આવું નવું જિનબિંબ બનાવવું છે ? પાસીલે ઉત્તર આપ્યો કે-હા બેન ! એ દિવસ આવે ત્યારે તમે પણ પધારજે. એમ કહી તે આરાસણ જઈ પહોંચ્યો. તેણે ત્યાં ૧૦ ઉપવાસ કરીને દેવીની આરાધના કરી અને ધન મેળવ્યું. અને જિનાલય તૈયાર કરાવ્યું, જેમાં સં. ૧૧૯૩ ના વૈ. શુ. ૧૦ ગુરૂવારે આ. શ્રી વાદીદેવસૂરિના હાથે શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. તે સમયે તેના આમંત્રણથી ઠક્કર છોડાની પુત્રી પણ તે પ્રતિષ્ઠામાં આવી હતી અને તેણીએ તે મંદિરનું બાકી રહેલ કામ પૂરું કરાવ્યું તથા નવલાખ દ્રવ્ય ખરચીને મેઘનાદ મંડપ તૈયાર કરાવ્યો. આ તીર્થમાં આબુરોડ સ્ટેશનથી મેટર રસ્તે જવાય છે. –(પુરાતનપ્રબન્ધસંગ્રહ) ફલેવી (વિ. સં. ૧૧૯૯ (૧૨૦૪)–આ તીર્થની સ્થાપના શ્રી વાદી દેવસૂરિજીના હાથે થઈ છે. તેઓ જ્યારે ગુજરાત છેડી નાગર તરફ પધાર્યા ત્યારે વિચરતા વિચરતા ફવિધેિ આવ્યા. ત્યાં પારસ નામે શેઠ રહેતે હતો તેણે ગામ બહાર જંગલમાં ઝાડીની વચ્ચે એક ઢગલે જોયો અને તેની પૂજા થયેલી હતી તે જોઇ. તેણે દેવસૂરિજીને તેનું કારણ પૂછ્યું. સૂરિજીએ કહ્યું તે ઢગલે દૂર કરી નાંખે. ઢગલે હટાવતાં ત્યાંથી શ્રી પાર્શ્વનાથપ્રભુજીની મૂર્તિ કાઢી. વાદી શ્રી દેવસૂરિજીએ ત્યાં આવી વાસક્ષેપ નાંખ્યો. અને ઉત્સવપૂર્વક પ્રભુજીને શહેરમાં પ્રવેશ કરાવ્યો. એક વાર અધિષ્ઠાયક દેવે સ્વપ્નામાં પારસ શેઠને કહ્યુંઃ તું મંદિર બંધાવી પ્રભુને બિરાજમાન કર ! શેઠે કહ્યું: મહારી પાસે દ્રવ્ય નથી. દેવે કહ્યું. પ્રભુજી સન્મુખ જેટલા ચાવલ (ચોખા) ચઢશે તે સુવર્ણના થઈ જશે. બીજા દિવસથી આ પ્રમાણે થવા માંડ્યું; પારસ શેઠે તે દ્રવ્યથી મંદિર બનાવ્યું. થોડું કામ બાકી હતું ત્યાં શેઠના પુત્રએ પૂછ્યું કે આપણી પાસે દ્રવ્ય નથી અને તમે મંદિર ક્યાંથી બનાવે છે ? તેમના બહુ આગ્રહથી શેઠે યથાર્થ વાત જણાવી; છોકરાઓએ બીજે દિવસે જોયું તો કશું ન મલે, મંદિરનું કામ અપૂર્ણ રહ્યું. ૧૧૯૯ માં ફાગણ સુદિ ૧૦ પ્રભુજીની પ્રતિષ્ઠા શ્રી વાદિદેવસૂરિના હાથે થઈ ૧૨૦૪ માં મંદિર ઉપર કલશ-ધ્વજપ્રતિષ્ઠા વાદિદેવસૂરિજીના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજીના હાથે થઈ. આજે પણ આ તીર્થ વિદ્યમાન છે. બારમા સૈકાના અંતમાં અને તેરમા સૈકાના પૂર્વાદ્ધમાં વાદી શ્રી દેવસૂરિજીના હાથે આ તીર્થ સ્થપાયું. આ સંબંધી વિવિધતીર્થકલ્પ, ઉપદેશસપ્તતિ, ઉપદેશતરંગિણ, પુરાતનપ્રબંધ સંગ્રહ, તથા શ્રી ક્ષમા કલ્યાણકૃત પર્વકથા સંગ્રહમાંની પિષ દશમીની કથા અને જૈન સત્ય પ્રકાશના અંકો વગેરે જોવું. ભગુકચ્છ-ભરૂચ (વિ. સં. ૧૧૨૦)–આ તીર્થ બહુ જ પ્રાચીન છે. શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયથી આ સ્થાન તીર્થરૂપે પ્રસિદ્ધ થયું છે. આ યુગમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી મહારાજા કુમારપાલના મંત્રી બાહડે ભગીરથ પ્રયત્ન કરી આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો અને ૧૨૨૦ માં ઉક્તસૂરિજી મહારાજના હાથે પ્રતિષ્ઠા કરાવી. ભરૂચમાં અત્યારે પણ આ મૂર્તિ વિદ્યમાન છે. બાહડ મંત્રીએ વિ. સં. ૧૨૧૩ માં શત્રુજ્ય તીર્થ પર ઉદ્ધાર કરેલ છે, જેનું બનાવેલ જિનાલય આજે પણ વિદ્યમાન છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy