SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ સાતમું બારમી શતાબ્દિમાં થયેલ છે. એકવાર નાગેન્દ્ર ગચ્છના આચાર્ય દેવેંદ્રસૂરિજી વિહાર કરતા ગુજરાતના સેરીસા નગરમાં પધાર્યા. તેમના શિષ્યો. તેમની સાથે હતા. એક શિષ્ય ગુરુ પાસે એક મંત્રની પોથી છે તે જાણતો હતો. ગુરુજી તેનાથી તે પોથી ગુપ્ત રાખતા. એક વાર આ જ નગરમાં પધાર્યા ત્યારે ગુરુજી નિદ્રાવશ થતાં શિષ્ય લાગ જોઈ તે પિથી કાઢી. ચંદ્રના અજવાળામાં તે વાંચી, તેનાથી બાવન વીર હાજર થયા અને પૂછ્યું “શું કામ છે ?” શિષ્ય કહ્યું: “આ નગરમાં એકે જિનમન્દિર નથી માટે કાન્તિનગરથી એક ભવ્ય જિનમંદિર લાવો વીરેએ કહ્યું “કુકડા બેલે તે પહેલાં જેટલું થઈ શકશે તેટલું કરીશું.” તેઓ કાન્તિનગરથી મૂર્તિઓ સહિત મંદિર લાવ્યા. કુકડા બોલ્યા જેથી અહીં મંદિર મૂક્યું. ગુરુએ કોલાહલથી જોયું તો પોથી ન મલે. શિષ્યનું કામ સમજી પિથ લઈ લીધી અને ચકેશ્વરીદેવીને સંભારી. પછી સૂરિજીના ઉપદેશથી ભવ્ય મંદિર બન્યું અને સૂરિજીએ બારમી સદીમાં જ તેની પ્રતિષ્ઠા કરી. આ પછી તે તીર્થ મુસલમાની જમાનામાં, આસ્માની સુલતાનીમાં જમીનમાં છુપાવાયું. તે આ વીસમી સદીમાં મંદિર અને ભવ્ય મૂર્તિઓ સહિત બહાર નીકળ્યું છે. ત્યાં પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના ઉપદેશથી અસલના સ્થાને જ અમદાવાદના નગરશેઠ કુટુંબના નબીરા શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ ભવ્ય જિન મંદિર બંધાવ્યું છે, જેમાં તે જ પ્રાચીન ભવ્યમૂર્તિઓની પ્રતિષ્ઠા થવાની છે. સ્વ. શેઠશ્રી સારાભાઈના સુપુત્રો આ કાર્ય પૂર્ણ કરી પિતાના પિતાશ્રીની ભાવના સફળ કરે એમ ઈચ્છીએ. આ તીર્થ અમદાવાદથી મહેસાણા જતાં વચમાં કલેલ જંકશનથી ત્રણ માઈલ દૂર છે. અમદાવાદથી ૧૦ થી ૧૧ કાશ દૂર છે. ત્યાં શ્રી સારાભાઈ શેઠે મેટી ધર્મશાળા બંધાવી છે. જીરાવલાપાશ્વનાથ (વિ. સં. ૧૧૯૧)–આબુની પાસે રાઉલી ગામ છે ત્યાંના શેઠ ધાંધલની ગાય જંગલમાં ચરવા જતાં એક સ્થાન પર રાજ દૂધ ઝરી આવતી. શેઠે જમીન ખોદી તે ત્યાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પ્રગટ થઈ; અધિષ્ઠાયદેવે શેઠને સ્વપ્ન આપ્યું કે–પ્રભુજીને . છરાઉલા નગરમાં સ્થાપજો. પછી શેઠે ભવ્ય જિનમંદિર બંધાવ્યું. તે વખતે વિચરતા મહાપ્રતાપી શ્રી અજિતદેવસૂરિજીને ત્યાં બોલાવ્યા અને તેમણે ૧૧૯૧ માં તેની પ્રતિષ્ઠા કરી. આ તીર્થ આજે પણ વિદ્યમાન છે. આ તીર્થના ચમત્કાર માટે ઉલ્લેખ મળે છે કે प्रबलेऽपि कलिकाले स्मृतमपि यन्नाम हरति दुरितानि ।। कामितफलानि कुरुते स जयति जराउलिपार्श्वः ॥" --( તપાગચ્છપટ્ટાવલી, જે. કે. હેરલ્ડ) નવખંડ પાર્શ્વનાથ ધા (વિ. સં. ૧૧૬૮)–ઘોઘા બંદરમાં આ. શ્રી અજિતસૂરિના સમકાલીન આ. શ્રી મહેન્દ્રસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૧૬૮ માં શ્રીમાળી નાણાવટી જેન હીરૂએ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી છે. આ પ્રતિમાના, ધમપીઓએ નવ ટુકડા કરી નાખ્યા, કિન્તુ તે દૈવી સહાયથી જોડાઈ ગયા. ત્યારથી તેનું નવખંડા પાર્શ્વનાથ નામ પડેલ છે. નવખંડ ધરતીને માણસો તેની પૂજા કરતા માટે પણ આ નામ સાર્થક છે. આ સ્થાન કાઠિવાડમાં ભાવનગરથી ૬ કષ દૂર સમુદ્ર કિનારે છે. કુંભારિયાજી (વિ. સં. ૧૧૯૩)–આબુથી દક્ષિણે આરાસણ ગામ છે જે અત્યારે કુંભારિયા એવા નામથી પ્રસિદ્ધ છે. ત્યાંના ગેગા મંત્રીને પુત્ર પાસિલ નિર્ધન દશામાં For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy