________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું
મંડન જેવો વિદ્વાન હતો તે ધની પણ હતો. એણે પોતાના ગ્રંથોમાં પિતાનું નામ જેવું છે, ને તેમાં મંડનનો અર્થ ભૂષણ પણ લઈ શકાય. મંડનના ગ્રંથે આ છે–
૧ સારસ્વતમંડન–આ સારસ્વત વ્યાકરણ પરનો ગ્રંથ છે. (પાટણ વાડીપાર્શ્વનાથ ભં.) ૨-૩ કાવ્યમંડન, ચંપૂમંડન-તે બનેને સારસ્વતમંડનના અનુજ કહેલ છે. ૪ કાદંબરીમંડન-અનુષ્ય ૪ પરિચ્છેદમાં છે. ૫ ચંદ્રવિજય-૧૪૧ લલિત પદ્યમાં બે પટલમાં છે. ૬ અલંકારમંડન-પાંચ પરિચ્છેદમાં છે. ૭ શૃંગારમંડન–જેમાં શૃંગારિક પરચૂરણ બ્લેક છે. ૮ સંગીતમંડન અને ૯ ઉપસર્ગખંડન.
આ બધા ગ્રંથ મંડને પોતે જ લખ્યા હોય તેમ સં. ૧૫૦૪માં કાયસ્થ વિનાયકદાસના હાથની તાડપત્રીય પ્રતો જે પાટણ વાડી પાર્શ્વનાથના મંદિરના ભંડારમાં વિદ્યમાન છે. તે ઉપરથી પ્રતીત થાય છે. તે પૈકી ૧,૮ અને ૯ સિવાયના સર્વ છે. ગ્રં. માં મુદ્રિત થયા છે. દશમી : કૃતિ નામે કવિક૯૫૬મસ્કંધ છે.
માંડનને ચાર પુત્રો હતા. આ ભાઈઓએ શ્રીજિનભદ્રસૂરિના ઉપદેશથી એક વિશાલ સિદ્ધાંતોષ લખાવ્યો હતો. આજે તે સિદ્ધાંતોષ વિદામાન નથી. પાટણને એક ભંડાર કે જે સાગરગચ્છના ઉપાશ્રયમાં રક્ષિત છે, તેમાં ભગવતી સૂત્ર (મૂળ) ની એક પ્રતિ છે, જે મંડનના સિદ્ધાંતકોશની છે. તેમાં જણાવ્યું છે. કે--
सं. १५०३ वैशाख शुदि १ प्रतिपत्तिथो रविदिने अद्येह श्रीस्तम्भतीर्थ श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपट्टे श्रीजिनभद्रसूरीश्वरणामुपदेशेन श्रीश्रीमालज्ञातीय सं. मांडण. सं. धनराज भगवतीसूत्रपुस्तकं निजपुण्यार्थ लिखापितं। .
આ પછી મંડનની પ્રશસ્તિ સારસ્વતમંડનમાં પહેલાં ત્રણ પદ્ય (છેલ્લા પાદ સિવાય) માં મૂકી છે ને તે પછી શું પદ્ય ઉમેરેલું છે. પછી ગદ્યમાં જણાવ્યું છે કે.... श्रीमालज्ञातिमंडनेन संघेश्वरश्रीमंडनेन सं. श्रीधनराज, सं. खीगराज, सं. ૩થાન, સં. મંહનપુત્ર સં. પૂજ્ઞા, , સં. સંગ્રામ, સં. શાસ્ત્ર પ્રમુપત્તિ वारपरिवृतेन सकलसिद्धान्तपुस्तकानि लेखयांचक्राणि श्रीः ।
આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે-મંડનને ચાર પુત્ર થયા હતા.
૧૮ ધનદ–મંડળની પેઠે તેના કાકા-દાદા દેહડનો પુત્ર ધન્યરાજ-ધનરાજ-ધનંદ પણ એક નાની વિદ્વાન હતા. તેણે ભર્તુહરિશતકત્રયની પેઠે શૃંગારધનદ, નીતિધનદ, અને વૈરાગ્યધનદ નામના ત્રણ શતક-ધનદત્રિશતી રચેલ છે. તે પૈકી નીતિધનદની પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે તેણે તે મંડપદુર્ગમાં સં. ૧૮૯૦ માં વૈશાખ શુદિમાં ગુરુ પાસે રચેલ છે. વળી તેમાં પિતાનો પરિચય આપે છે અને તત્કાલે વિદ્યમાન ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનભદ્રસૂરિ સ્મરણ કરેલ છે. વૈરાગ્યધનદ નામના તૃતીય શતકના ત્રીજા સ્લેકમાં પોતે કહે છે કે–
श्रीमालः श्रीविशालः खरतरमुनितोऽधीतधोपचारः पारावारान्यतीरप्रचुरदुरयशादानसन्तानबन्धुः । नानाविद्याविनोदस्फुरदमलशमः कामरूपाभिरामो जीयाद धन्यो धनेशः शमशतकमिदं यस्य नाम्ना विभाति ॥
For Private And Personal Use Only