SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૮]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમું (પ્રાકાર -ગઢ)ની પ્રશસ્તિ ૧૦ પણ રચી હતી. એક જ દિવસમાં એક મહાપ્રબંધ-વૈરેચન પરાજય નામનો રો હતો. તથા યમકમય ચતુર્વિશતિ જિનસ્તુતિ પણ રચેલ છે જે જેન સ્તોત્ર સંદેહમાં મુદ્રિત થયેલ છે. ૬ સિદ્ધપાળ–ઉપરક્ત ભાષા કવિચક્રવતી શ્રીપાળને પુત્ર સિદ્ધપાળ પણ મહાકવિ હતું. તેના વસતિગૃહમાં મોટા મોટા જૈન વિદ્વાન સાધુ-આચાર્યો નિવાસ કરતા હતા. એ કુમારપાળ રાજાને ૧૧પ્રીતિપાત્ર અને શ્રદ્ધેય સુબુદ્દ હતો. અને એની પાસેથી તે રાજા શાંતિદાયક અને નિતિજનક વ્યાખ્યાન કેઈ કઈ વખત સાંભળતો હતો. આવું એક આખ્યાન, તેની વસતિમાં જ રહી સં. ૧૨૪૧માં સમપ્રભસૂરિએ પૂરા કરેલા કુમારપાળપ્રતિબંધ નામના ગ્રંથમાં છે. એ કવિ સિદ્ધરાજ, કુમારપાળ અને મૂળરાજની સભામાં એટલે સં. ૧૨૧૧ થી ૧૨૫૦ સુધીમાં વિદ્યમાન હતો. એની કઈ કૃતિ જોવામાં આવતી નથી. ૭ વિજયપાળ–ઉપર જણાવેલા મહાકવિ શ્રીપાલને પુત્ર વિજયપાળ પણ મહાકવિ હતો. એણે રચેલું દ્રોપદીસ્વયંવર નામનું દ્વિઅંકી સંસ્કૃત નાટક ગુજરાતના સોલંકી અભિનવ સિદ્ધરાજ બિરુદ ધારક મહારાજ ભીમદેવ (બીજો ભીમભોળા ભીમ, રાજ્ય સં. ૧૨૩૫ થી ૧૨૯૮ ) ની આજ્ઞા અનુસાર ત્રિપુરૂષદેવ રામે વસંતોત્સવ સમયે ભજવવામાં આવ્યું હતું, અને તેના અભિનયથી ગૂર્જર રાજધાની અણહિલપુરની પ્રત પ્રમુદિત થઈ હતી. (જુઓ તે નાટકની જિનવિજયજીએ લખેલી પ્રસ્તાવના પ્ર. આ. સભા ભાવનગર.) ૮ આસડ કવિ–આ મહાકવિ તે ભિન્નમાલ (શ્રીમાલ) વંશના કટુકરાજનો આનલદેવીથી થયેલ પુત્ર હતો. કટુકરાજને જેનદર્શનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. ગૂર્જરધરીમાં મંડલી (માંડલ) નગરમાં શ્રી મહાવીરચૈત્યની પ્રતિષ્ઠા કરાવનારા અને શ્રીદેવેદ્રસૂરિના સ્વહસ્તથી સૂરિપદ પ્રાપ્ત કરનારા એવા ભદ્રેશ્વરસૂરિના પટ્ટધર કલિકાલગૌતમ બિરુદધાકર શ્રીઅભયદેવસૂરિના ઉપદેશથી આસડે જેન સિદ્ધાંતમાં પ્રવીણતા મેળવી હતી. આસડને કવિતાશંગાર નામનું બિરુદ મળ્યું હતું. એણે કાલિદાસના મેઘદૂતર પર ટીકા, અનેક જિનસ્તાત્ર સ્તુતિઓ અને ઉપદેશકંદલી નામના પ્રકરણ (પી. ૫,૪૮ ) ની રચના કરી. વળી પોતાના બાળસરસ્વતી’ નામના પ્રખ્યાત પામેલા રાજડ નામના પુત્રના તરુણ વયમાં જ થયેલા મૃત્યુથી પિતાને થયેલ શેકમાંથી અભયદેવસૂરિએ બોધ આપી જાગૃત કર્યો હતો અને તેમના ( ૧૦ જુઓ નિર્ણયસાગર પ્રેસ મુદ્રિત પ્રાચીન લેખમાળા પ્રથમ ભાગ. (કાવ્યમાળા નં. ૩૪) લેખ ન. ૪૫ માં પિતાને માટે જણાવે છે કે – एकाहनिष्पन्नमहाप्रबन्धः श्रीसिद्धराजप्रतिपन्नबंधुः श्रीपालनामा कविचक्रवर्ती प्रशस्तिमेतामकरोत् प्रशस्ताम् । ॥ सं. १२०८ वर्षे आश्विन शुदि २ गुरौ लिखितं नागरब्राह्मण पंडित वालणेन । ११ सूनुस्तस्य कुमारपालनृपतेः प्रीतेः पदं धीमतामुत्तंसः कविचक्रमस्तकमणिः श्रीसिद्धपालोऽभवत् । यं व्यालोक्य परोपकारकरुणासौजन्यसत्यक्षमा-दाक्षिण्यैः कलितं कलौ कृतयुगारंभो जनैर्मन्यते ॥ १२ आसडः कालिदासस्य यशोदीपमदीपयत् । मेघदूतमहाकाव्ये टीकास्नेहनिषेचनात् ॥ श्रुत्वा नवरसो रारकिरोऽस्य कवितागिरः । राजसभ्याः 'कविसभाशृंगार' इति यं जगुः ॥ जिनस्तोत्रस्तुतीः पद्यगद्यबन्धैरनेकशः । चक्रे यः क्रूरकर्माहिजांगुलीमंत्रसन्निभाः ॥ येनोपदेशकंदल्याह्वानप्रकरणच्छलात् । कृतं मोक्षाध्वनोनेभ्यः पाथेयातिथ्यमक्षयम् ॥ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy