SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્રીપાત્સવી અંક ] જૈન રાજાએ [ ૧૪૭ ] રાજા હતા, જેણે ભતૃપુર (ભટેવર)ને કિલ્લો બનાવ્યા છે અને એ ભતૃપુર મહાદુર્ગમાં ગુહિલવિહાર બનાવી તેમાં ચૈત્રપુરીયગચ્છના શ્રીમુડાગણીના હાથે શ્રીઆદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિરની ડાબી બાજુ દક્ષિણમુખી દરવાજાવાળી એક ગુફા છે, જેમાં સા॰ હરપાલે સ. ૧૪માં બીજી બીજી પાદુકાઓ સ્થાપેલ છે, જેની પ્રતિષ્ઠા ભતૃગચ્છીય (ભેટવરા ગચ્છના) મહાપ્રભાવક આ. શ્રી આદેવસૂરિએ કરેલ છે. આ રીતે ગેાહિલ રાણાના વંશજોએ આદીશ્વર ભગવાનનું મન્દિર બનાવેલ છે. એટલે તે જૈનધમી છે. આજે પણ મેવાડ માટે એમ કહેવાય છે કે મેવાડમાં નવે કિલ્લા અને તે તેમાં આદિનાથનું મન્દિર પણ બનાવાય છે. એટલે આ પ્રવૃત્તિ સભવતઃ મેવાડનું રાજ્ય સ્થપાયું ત્યારથી ચાલુ હોય એમ લાગે છે. ( ગોમુખ કુંડ પરના જૈન ગુફાના જૈન મન્દિરમાંના શ્રી આદિનાથ જિનબિંબના પરિકર પરને લેખ. ) શિલાદિત્ય ( વીરનિ. સ. ૧૧૦૦ થી ૧૩૦૦ આશરે )–વલભીવંશમાં ધ્રુવસેન ગુહુસેન ધરસેન ખરગ્રહ અને શિલાદિત્ય એ નામવાલા અનેક રાજાએ થયેલ છે. જે પૈકીના સાત શિલાદિત્યે વલભી સ’. ૨૫૫ થી ૪૫૫ (વિ. સ. ૬૩૦ થી ૮૩૦ લગભગ ) સુધીમાં થએલ છે. વલભીવશના ધણા રાજાએ અને ખાસ કરીને શિલાદિત્યા જૈનધમી હતા. પરન્તુ તેએનાં વ્યવસ્થિત રિત્રે મળતાં નથી એટલે કયે જૈનધર્મી હતા અને કયા રાજા જૈનધર્મી પ્રેમી હતા તેનું સ્પષ્ટ તારણ કરી શકાય તેમ નથી.૪ શિલાદિત્યના જૈનત્વને પુરવાર કરતી કેટલીક ઘટનાએ નીચે મુજબ છે– શિલાદિત્યની સભામાં ( ભરુચમાં ) વેતામ્બર અને બૌદ્ધોના શાસ્ત્રાર્થ થયા હતા, જેમાં શ્વેતામ્બર આ॰ જિનાનન્દસૂરિ હાર્યા હતા. ત્યારપછી પુનઃ એવે જ શાસ્ત્રા ( ભરુચમાં ઉપસ્થિત થયા જેમાં બૌદ્ધો હાર્યાં અને જે હારે તે દેશાન્તરમાં ચાલ્યા જાય એ પ્રતિજ્ઞા પ્રમાણે ઐાદ્યો દેશાન્તરમાં ચાલ્યા ગયા. અને રાજા શિલાદિત્યના ભાણેજ તથા આ. જિનાનન્દના શિષ્ય શ્વેતામ્બર આચાયૅ મલ્લવાદી જય પામ્યા. એટલે શિલાદિત્ય જૈનધર્માંમાં વધુ સ્થિર થયા. ગુરુએ પણ રાજાની પ્રાર્થનાથી મલ્લવાદીજીને આચાર્યપદ આપ્યું. મહેન્દ્ર ખલભેજ ખુમાન ભતૃષાદ સિંહજી શ્રી લલિત નરવાહન શાલિવાહન શક્તિકુમાર.—(ટોડ રાજસ્થાન અ૦૨ પૃ૦ ૧૭ની ટિપ્પણી). ૧ ગોહિલ, ૨ ભેજ, ૩ શીશ્ન, ૪ ખલએજ, ૫ ભતૃ, ૬ માિિસંહજી, ૭ સુભાચક, ૮ ખુમાનજી, ૯ આલ્લુટજી અને ૧૦ નરવાહજી.-(ટોડ રાજસ્થાન અ૦૨ પૃ૦ ૧૮ની ટીપણી). ગુહાદિત્ય, ગ્રુહિલ, ખાપુ (સ૦ ૯૧ મહા વિદે છ), ખુમાણુ, રાવલ, ગેવિંદ, મહેન્દ્ર, આલ, સિંહવ, શક્તિકુમાર.(કાંકરેાલી રાજનગર પાસેના અન્નાસાગર તલાવને શિલાલેખ) ૩ મેવાડના રાણા કુંભાના એક ફરમાનમાં આ માન્યતાનું સમર્થન મળે છે. જે ફરમાનની નકલ ઉદેપુરના શ્રી શીતલનાથજીના દેરાસરમાં છે. ૪ ો કે ઘણાં તામ્રપત્રોમાં આ રાજાએ માટે ફેરફારો સાથે પરમ માહેશ્વર, પરમેશ્વર, ઈશ્વર શ્રી અપ્પપાદાનુધ્યાત, ચક્રવર્તિ' ઇત્યાદિ વિશેષણા લખાએલાં છે, પણ તે માત્ર પરિપાટીરૂપે છે કેમકે તે જ રાજાઓએ બૌદ્ધવિહારો કરાવ્યા છે, તેમાં દાન પણ આપ્યું છેએમ તે જ તામ્રપત્ર બતાવે છે એટલે ઉપરનાં વિશેષણા પરિપાટીપે લખાએલ છે. ૧૯ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy