SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપેન્સવી અંક] આચાર્ય શ્રીમલગિરિનું શબ્દાનુશાસન [ ૧૪૩ ] ઈન્સ્ટીટયુટના હરતલિખિત પુસ્તકસંગ્રહમાં તાડપત્ર ઉપર લખેલી પ્રતિ. આ સિવાયની બીજી જે જે હસ્તલિખિત પ્રતિઓ જૈન મુનિઓના જ્ઞાનભંડારોમાં જોવામાં તેમજ સાંભળવામાં આવી છે તે બધીએ, જે હું ન ભૂલતો હોઉં અને નથી જ ભૂલતો તે, પાટણવાડીપાર્થ નાથના ગ્રંથસંગ્રહની પ્રતિની નકલે જ છે. અને એ પ્રતિઓ ધરાવનાર પૈકી ભાગ્યે જ કોઈને ખબર હશે કે એમની એ વ્યાકરણપ્રતિ સંપૂર્ણ નહિ પણ અધૂરી જ છે. ઉપર જણાવેલી ત્રણે પ્રતિઓ પૈકીની એકેય પ્રતિ સંપૂર્ણ નથી, તેમજ ત્રણે પ્રતિઓ એકઠી કરવામાં આવે તો પણ આ. શ્રીમલયગિરિકૃત શબ્દાનુશાસન પૂર્ણ થાય તેમ નથી. ૧ પાટણ-વાડીપાર્શ્વનાથના ભંડારની પ્રતિ પંચસંધિ, નામ, આખ્યાત અને કૃત સુધીની છે. અર્થાત આ પ્રતિમાં ચતુષ્કવૃત્તિ, આખ્યાતવૃત્તિ અને કૃત્તિ એમ ત્રણ વૃત્તિનાં મળી એકંદર ત્રીસ પાદનો સમાવેશ થાય છે. પરંતુ તદ્ધિતવૃત્તિ કે જે અઢાર પાદ જેટલી છે તે આ પ્રતિમાં નથી. ૨ પાટણ-સંઘવીને પાડાની તાડપત્રીય પ્રતિ અતિ ખંડિત છે. એ પ્રતિ મારા ધારવા પ્રમાણે લગભગ ૫૦૦ પાનાં જેટલી હોવી જોઈએ, તેને બદલે અત્યારે એનાં માત્ર ૩૩૦ થી ૪પ૬ સુધીનાં જ પાનાં વિદ્યમાન છે અને તેમાં પણ વચમાં વચમાંથી સંખ્યાબંધ પાનાં ગૂમ થયાં છે. તેમ છતાં આ ત્રુટિત પ્રતિ તદ્ધિતવૃત્તિની હોઈ એનું અતિઘણું મહત્વ છે. આ પ્રતિમાં લેખકે આખા ગ્રંથના પત્રાંકે અને દરેક વૃત્તિના વિભાગસૂચક પત્રકે એમ બે જાતના પત્રાંકે કર્યા છે. એ રીતે આ પ્રતિના ૩૩૦મા પાનામાં તદ્ધિતવૃત્તિના પાનાં તરીકે ૩૫ મો અંક આવ્યો છે. એટલે તદ્ધિતવૃત્તિને પ્રારંભનો ૩૪ પાનાં જેટલે ભાગ આ પ્રતિમાં નથી. એ ત્રીસ પાનામાં તદ્ધિતને લગભગ દોઢ અધ્યાય ગૂમ થયેલ છે. આ પ્રતિનાં અત્યારે જે ખંડિત પાનાં હયાત છે તેમાં તદ્ધિતના દ્વિતીયાધ્યાય દ્વિતીયપાદના અપૂર્ણ અંશથી શરૂઆત થાય છે અને લગભગ ૪૦૦ મા પાના દરમિયાનમાં દશમાં પાકની સમાપ્તિ થાય છે. આ પછી થોકબંધ પાનાં ગૂમ થયાં છે. માત્ર પાંચ-દશ જ છુટક પાનાં છે. આ રીતે સંઘવીના પાડાની પ્રતિ અતિખંડિત હાઈ પાછળનાં આઠ પાદ એમાં છે જ નહિ. ૩ ડેક્કન કોલેજમાંની પ્રતિની તપાસ કરાવવા છતાં હજુ એને અંગેની ચોક્કસ માહિતી મળી શકી નથી કે એ પ્રતિ કેટલી અને ક્યાં સુધીની છે. એ માહિતી મેળવવા માટે પ્રયત્ન ચાલુ જ છે. તેમ છતાં અધૂરી તપાસ પરથી એમ તો એક્કસ જાણવા મળ્યું છે કે એ પ્રતિ દ્વારા પણ પ્રસ્તુત શબ્દાનુશાસનની પૂર્ણતા થાય તેમ નથી. ડેક્કન કોલેજની આ પ્રતિ તાડપત્ર ઉપર લખાએલી અને ખંડિત છે. પ્રસ્તુત વ્યાકરણ પૂર્ણ ન મળે ત્યાં સુધી આપણે એની સૂન્નસંખ્યા તેમજ પત્તવૃત્તિનું ચોક્કસ પ્રમાણ જાણી શકીએ તેમ નથી. પરંતુ એની અપૂર્ણ દશામાં પણ તેના અધ્યાય અને પાદસંખ્યાનું પ્રમાણ ચોક્કસ રીતે જાણું શકાય તેમ છે. ખુદ આ૦ શ્રીમલયગિરિએ તદ્ધિતના નવમા પાદના સંચાયા પાટણૂત્રો વા એ સૂત્રની પવૃત્તિમાં પ્રાવध्यायाः परिमाणमस्य अष्टकं पाणिनीयं सूत्रम् । द्वादशकं मलयगिरीयम् ये प्रमाणे જણાવ્યું છે એને આધારે જાણી શકાય છે કે મલયગિરિશબ્દાનુશાસનની બાર અધ્યાય અને અડતાલીસ પાદમાં સમાપ્તિ થાય છે. જો કે શ્રીમલયગિરિએ આ. શ્રી હેમચંદ્રની માફક For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy