________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું ૪૩ સેમપ્રભસૂરિ તથા મણિરત્નસૂરિશ્રી વિજયસિંહસૂરિજીની પાટે શતાથ શ્રી સોમપ્રભસૂરિજી તથા શ્રીમણિરત્નસૂરિજી થયા.
શ્રી સોમપ્રભસૂરિ—તેઓ જાતે પિરવાડ હતા. પિતાજીનું નામ સર્વ દેવ હતું. પિતામહનું નામ જિનદેવ હતું. જિનદેવ રાજ્યમંત્રી હતા. સમપ્રભ શ્રી વિજયસિંહસૂરિજી પાસે બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી. તેઓ પ્રખર પંડિત હતા. તેમણે સુમતિચરિત્ર, સૂક્તિમુક્તાવલી-સિંદુરપ્રકર (સેમશતક), શતાથ, કુમારપાલપ્રતિબોધ આદિ ગ્રંથો બનાવ્યા છે. કુમારપાલપ્રતિબંધ ૧૨૪૧ માં બનાવ્યું છે. અર્થાત ૧૨૩૩ માં તે તે સૂરિજી મહારાજ વિદ્વાન તરીકે પ્રસિદ્ધ હતા તેથી જ મેં તેમને અહીં આપ્યા છે.
મણિરત્નસરિ–મણિરત્નસૂરિજી કે જેમને ૧૨૩૦ પહેલાં જન્મ થયો હતો, અને જેમનાથી તપાગચ્છ બિરુદ મળ્યું તે આચાર્યદિને પરિચય હવે પછી આવશે.
ઉપસંહાર–આ લેખમાં આથી વઘુ ઘણું લખી શકાય તેમ હતું. પરંતુ લેખ મર્યાદિત જગ્યામાં લખવાનો હોવાથી તેમજ બીજા કારણોથી વધુ વસ્તુ નથી આપી શક્યો. આ આખો લેખ મુખ્યતયા પ્રભાવચરિત્ર-પર્યાલોચના સહિત, પટ્ટાવલી સમુચ્ચય, જેનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, તપાગચ્છપાવલી ભા. ૧, ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ તથા કોન્ફરન્સ હેરલ્ડની ફાઈલે વગેરેના આધારે લખે છે. ખાસ કરીને જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસની વધુ મદદ લીધી છે.
આમાં લખવામાં સમય ફેર, સ્થાનફેર કે બીજી કાંઈ ભૂલ થઈ હોય તો તે બનવા જોગ છે. સુજ્ઞ મહાનુભાવો મને યોગ્ય સૂચના આપશે તો જરૂર તે તરફ લક્ષ્ય આપીશ.
૧ આ સૂરિજી મહારાજના ગ્રંને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે
(૧) સુમતિનાથચરિત્ર-આમાં પાંચમા તીર્થંકર ભગવાનનું ચરિત્ર છે અને તે પ્રાકૃત ભાષામાં છે. તેમાં સુંદર ઘર્મ બેધ, જૈનધર્મના સરલ સિદ્ધાન્તો અને વ્રતાદિ ઉપર મનરંજક કથાઓ છે.
(૨) સૂક્તિમુક્તાવલી– પદ્યને સુંદર સુભાષિત ગ્રંથ છે. તેનું પ્રથમ પદ્ય “સિરપ્રકર” એ વાક્યથી શરૂ થતું હોવાથી તેને સિરપ્રકર પણું કહે છે. તેને સેમશતક પણ કહે છે. ભતૃહરિના શતકની પદ્ધતિને સુંદર ઉપદેશગ્રંથ છે.
(૩) શતાથકાવ્ય–આ ગ્રંથ વસંતતિલકા છંદમાં છે. આમાં જુદા જુદા સે અર્થે કરેલા છે. આની ટીકા પણ તે જ રચી છે. ટીકાના પ્રારંભમાં પાંચ લોકોમાં એ અર્થોની અનુક્રમણિકા આપેલી છે. પછી ૨૪ તીર્થંકરેના અર્થો, વચ્ચે બ્રહ્મા, નારદ, વિષ્ણુ આદિ ૩ દેશના અર્થો આખ્યા છે, અને છેવટે પોતાના સમકાલીન પ્રભાવકાચાર્યો વાદી શ્રી દેવસૂરિ આદિ જૈનાચાર્યોના અર્થો આપ્યા છે; પછી જયસિંહદેવ, પરમહંત શ્રી કુમારપાલદેવ, અજયદેવ, મૂલરાજ વગેરે ગુજરાતના ચાર રાજાઓને પરિચય છે. કવિ સિદ્ધપાલ તથા પોતાના ગુરુ શ્રી અજિતદેવસૂરિ તથા વિજયસિંહસૂરિને પરિચય આપ્યો છે. આ વગેરે અનેક અર્થો લખી તેમનું સંસ્કૃત ભાષા પરનું પ્રભુત્વ બતાવ્યું છે. આ ગ્રંથ વિ. સં. ૧૨૩૩ ને ૩૫ ની વચ્ચે રચાયેલ છે.
() કુમારપાલપ્રતિબધ-પરમહંત કુમારપાલના મૃત્યુ પછી માત્ર નવ વર્ષ બાદ રચાયેલા આ ગ્રંથ છે. ગ્રંથ પ્રાકૃતમાં છે. આ ગ્રંથ શ્રી હેમચંદ્રાચાર્યજીના શિષ્ય શ્રી મહેદ્રસૂરિ, વર્ધમાનગણિ અને ગુણચંદ્રગણિએ સાંભળ્યો હતો. એટલે કે આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી, મહારાજા કુમારપાલ અને તે વખતની આખી પરિસ્થિતિ પ્રામાણિક પણે-નજરે જોયા જેવી ગ્રંથકારે તેમાં રજુ કરી છે.
For Private And Personal Use Only