SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વ સાતમું , કાંજી લઈ ને જ રહેતા તેથી તેમની ‘સૌવીરપાયા ' તરીકે પ્રસિદ્ધિ થઈ. તે તેમિચદ્રસૂરિજીના ગુરુભાઈ શ્રી વિનયચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. શ્રી નેમિચંદ્રસૂરિજીએ તેમને યાગ્ય જોઈ પટધર તરીકે સ્થાપી આચાર્યપદથી વિભૂષિત કર્યો હતા. તેમની સ્મરણશક્તિ બહુ જ તેજ હતી. એક વાર તેઓ ચૈત્યપરિપાટી કરવા નર્કુલથી વિહાર કરી પાટણ આવ્યા હતા. પાટણ આ સમયે ચૈત્યવાસીઓને અજેય દુર્ગ મનાતા હતા. વાદિવેતાલ શાંતિસૂરિજી પેાતાના શિષ્યોને પ્રમાણુશાસ્ત્રને અભ્યાસ કરાવી રહ્યા હતા. મુનિચંદ્રે ત્યાં જઈ તે પ્રમાણુશાસ્ત્રનું એકાગ્ર ચિત્તથી શ્રવણ કર્યું અને તે પાઠ તેમને યાદ રહી ગયા. વાંદિવેતાલ શાંતિસૂરિજીના શિષ્યો તે પાઠ સમજી શકયા નહિ, આ વખતે છેવટે મુનિચંદ્રમુનિએ તે પાઠ બરાબર સંભળાવ્યા. આથી શાંતિસૂરિજી પ્રસન્ન થયા અને તેમને પ્રમાણુશાસ્ત્રને વિશેષ અભ્યાસ કરાવ્યેા. એક વાર મુનિચદ્રસૂરિએ વાદિવેતાલ શાંતિસૂરિજી પાસે ફરિયાદ કરી કે અમને ઊતરવાનું યેાગ્ય સ્થાન નથી. શ્રી શાંતિસૂરિજીએ શ્રાવકાને કહી ટંકશાલ પાસેનું મકાન તેમને રહેવા-ઉતરવા અપાવ્યું. આ વસ્તુ ચૈત્યવાસીએની પ્રબલતા સૂચવે છે. ૧ અ‘ગુલસપ્તતિ ૨ વનસ્પતિસપ્તતિકા www.kobatirth.org શ્રી મુનિચંદ્રસૂરિજીએ ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરી ઉત્તમ ગ્રંથા-ટીકાએ બનાવી અને વાદી શ્રી દેવસૂરિજી જેવા પ્રતાપી શિષ્ય રત્ન મહાવિદ્વાન તૈયાર કર્યા. સૂરિજીએ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીકૃત અનેકાંતજયપતાકા ઉપદેશદ આદિ ગ્રંથો ઉપર સરલ ટીકા બનાવી છે. તેમણે બનાવેલ ટીકાએ આ પ્રમાણે છે-ચિરતાચાર્ય કૃત, દેવેદ્ર નરકેંદ્ર પ્રકરણ પર વૃત્તિ, ઉપદેશપદ પર વૃત્તિ, લલિતવિસ્તરાપર પંજિકા, ધર્મબિંદુ પર વૃત્તિ, કર્મપ્રકૃતિ પર ટિપ્પન. આ સિવાય નૈષધમહાકાવ્ય પર ૧૨૦૦ શ્લોકપ્રમાણ ટીકા બનાવ્યાની પણ સંભાવના મલે છે. આ સિવાય તેમણે વીસ ગ્રંથે મૌલિક બનાવ્યા છે. ૩ આવશ્યક પાક્ષિક સપ્તતિ ૪ ગાયાાષ ૫ અનુશાસનાંકુશળકુલક ૬ ઉપદેશપંચાશિકા છ પ્રાભાતિક સ્તુતિ ( સ્વેત્ર ) ૮ રત્નત્રય કુલક ૯ સમ્યાકત્વે ત્પાદિવધ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ હિતાપદેશકુલક ૧૧ મડવિચારકુલક ૧૨-૧૩ ઉપદેશામૃત કુલક પહેલું તથા બીજું ૧૪-૧૫ ધર્મોપદેશ કુલક પહેલું તથા બીજાં ૧૬ મેાક્ષોપદેશ પંચાશિકા ૧૭ શાર ઉપદેશક કુલક ૧૮ સામાન્ય ગુણાપદેશ કુલક ૧૯ કાલશતર્ક ૨૦ દ્વાદશવર્ગ તેમની વિદ્યમાનતામાં તેમના ગુરુભાઈ ચદ્રપ્રભે પૂર્ણિમા મતની ઉત્પત્તિ કરી. અર્થાત્ શ્રીકાલિકાચાર્ય પછી ૧૧૫૯ સુધી ચૌદશની પ્રખ્ખી ચાલી આવતી હતી તેમાં તેમણે ફેરફાર કરી પૂર્ણિમાની પખ્ખી શરૂ કરી. આજે પૂર્ણિમાની પુખ્ખી જે કેટલાક માને છે તેમની માન્યતા અહીંથી જ શરૂ થાય છે. આચાર્ય શ્રી મુનિચદ્રસૂરિજીએ તેમને પ્રતિબેાધ કરવા માટે પાક્ષિક્સપ્તતિકાની રચના કરી છે. પૂર્ણિમામતસ્થાપક શ્રીચંદ્રપ્રભસૂરિજીએ દર્શન શુદ્ધિ તથા પ્રમેયરત્નકાશની રચના કરી છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy