SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપેત્સવી અંક] ગુરુપરપો [ ૧૩૫ ] મળ્યો હતો. સૂરિજીએ ગોપગિરિ (ગ્વાલીયર)ના શિખર પરના મહાવીર મંદિરના દ્વારને ત્યાંના અધિકારીઓએ જે અવરોધ કર્યો હતો તે ત્યાં જઈ ત્યાંના રાજા ભૂવનપાલને સમજાવી દૂર કરાવ્યો હતો. આ સૂરિજીએ વિ. સં. ૧૧૪૨માં મહાશુદિ ૫ રવિવારે શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજીની મહાપ્રાભાવિક મૂર્તિની પ્રતિષ્ઠા કરી; આ વખતે રાજા એલચશ્રીપાલ કે જેને તેમના ઉપદેશથી પ્રતિબોધ થયો હતો તેણે જિનપૂજા માટે સિરપુર ગામ ભેટ આપ્યું તેમજ જે સ્થાનેથી પ્રતિમા નીકળી હતી ત્યાં કુંડ બંધાવ્યો. આ પ્રભાવક તીર્થ આજે પણ વિદ્યમાન છે. સૂરિજીએ સાંત્ મંત્રીને કહી ભરૂચમાં સમલિકાવિહાર-મંદિર ઉપર સોનાને કલશે ચઢાવરાવ્યા હતા. તેમણે હજારો બ્રાહ્મણોને અને કમડયક્ષને પ્રતિબધી મેડતામાં વીરપ્રભુનું મંદિર કરાવ્યું. છેલ્લે ૪૭ દિવસનું અનશન કર્યું હતું. આ વખતે ગુર્જરેશ્વર સિદ્ધરાજ તેમનાં દર્શને ગયો હતો. જ્યારે સૂરિજીનો સ્વર્ગવાસ થયો અને તેમના શબને અગ્નિદાહ દેવા લઈ જતા હતા ત્યારે સિદ્ધરાજે કાટની પાછલી અટારીએ ઊભા રહી પરિજન સમેત સૂરિજીના દેહનાં અતિમ દર્શન કર્યા હતાં. મલવારી શ્રી હેમચંદ્રસૂરિજી-માલધારી અભયદેવસૂરિજીના શિષ્ય માલધારી હેમચં. દ્રસૂરિજી થયા. તેઓ સમર્થ ઉપદેશક વ્યાખ્યાતા અને ગ્રંથકાર થયા છે. તેમના ગુરુની માફક સિદ્ધરાજ જયસિંહ તેમનું પણ બહુમાન કરતે હતે. સરિઝને ઉપદેશ સિદ્ધરાજે જેનમંદિર ઉપર સેનાના કળશ ચઢાવ્યા હતા. ધંધુકા અને સાચર વગેરેમાં અન્ય તીર્થીઓ તરફથી જેનશાસનને થતી પીડા નીવારી, રથયાત્રાના વરઘોડા નિર્વિદને કઢાવ્યા હતા. કેટલાક ખરાબ અધિકારીઓ દ્વારા, જૈન મંદિરોમાં ઉપજતી આવક ઉપર જે રેકટોક થતી હતી તે પણ સરિજીએ સિદ્ધરાજને કહી બંધ કરાવી. પાટણથી ગિરનારજી ગયેલ એક મેટો સંઘ કે જેમાં ઉક્ત સૂરિજી મહારાજ પણ સાથે હતા, તે સંઘને જૂનાગઢના રા' ખેંગારને લૂંટવાનું મન થયું અને તેણે વણથલીમાં સંઘને રોક્યો. આ વખતે અચાનક રા' ખેંગારના સ્વજનનું મૃત્યુ થતાં સૂરિજી ત્યાં ગયા અને ખેંગારને પ્રતિબોધ આપ્યો. સંઘને સહિસલામત યાત્રા કરવા જવા દીધે. ટેકસ બધે માફ કરાવ્યું. આ સંધ શત્રુંજય અને ગિરનાર ગયે હતું. જેમાં ગિરનારમાં અર્ધો લાખ. અને શત્રુંજયમાં ત્રીસ હજારની આવક થઈ હતી. આ સૂરિજી મહારાજના ઉપદેશથી સિદ્ધરાજ જયસિંહે પિતાના રાજ્યમાં દર વર્ષે ૮૦ દિવસ અમારી-અહિંસા પાળવાનું તામ્રપત્ર કરી આપ્યું હતું. ( રાજશેખરકૃત પ્રાકૃત દ્વયાશ્રય વૃત્તિ.) સૂરિજી મહારાજ અનેં સાત દિવસનું અનશન કરી સ્વર્ગે પધાર્યા. સિદ્ધરાજ જયસિંહ આથી બહુ દુઃખી થયો અને થોડે સુધી સ્મશાનયાત્રામાં સાથે જઈ સૂરિજી પ્રત્યે પિતાનો ભક્તિભાવ પ્રદર્શિત કર્યો હતો. તેમને સમય પણ સિદ્ધરાજ જયસિંહને જ છે. ૪મુનિચંદ્રસૂરિ–શ્રી યશોભદ્રસૂરિ અને નેમિચંદ્રસૂરિજીની પાટે શ્રી મુનિચંદ્રસૂરિ થયા. તેઓ પરમ ત્યાગી, મહાતપસ્વી અને તાર્કિકશિરેમણિ હતા. તેમનો જન્મ સમય-સ્થાન કે માતાપિતાનાં નામ આદિ મલતાં નથી. પરંતુ વિ. સં. ૧૧૭૮ નાં તેઓ સ્વર્ગવાસી થયા, તેવો ઉલ્લેખ મળે છે. તેમણે બાલવયમાં દીક્ષા લીધી હતી. સાધુજીવનમાં આહારમાં માત્ર For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy