________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૪]. શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું એકદા જૈન સાધ્વી યાકિની મહત્તરાના મુખેથી નીકળેલી ગાથા પિતે સમજી ન શક્યા, માન ગળ્યું એટલે એ આર્યા પાસે શિષ્ય થવા ગયા; તેણે પોતાના ધર્માચાર્ય શ્રીજિનભટસૂરિ પાસે દીક્ષા લેવા જણાવ્યું. તેમણે દીક્ષા લીધી, પરંતુ પિતાની ધર્મમાતા તે આર્યા મહત્તરાને જ રાખી. પિતાના દરેક ગ્રંથને અને પ્રાયઃ યાકિની મહત્તાસૂનું તરીકે પોતાને ઓળખાવ્યા છે.
તેઓ ગૃહસ્થાવસ્થામાં વૈદિક સાહિત્યના પ્રકાંડ વિદ્વાન હતા. જેન દીક્ષા લીધા પછી ટૂંક સમયમાં જ જૈન દર્શનના પણ ધુરંધર વિદ્વાન થયા. અને યોગ્યતા જોઈ ગુરુએ તેમને આચાર્યપદથી વિભૂષિત કર્યા.
આચાર્ય થયા પછી તેમણે પિતાના હંસ અને પરમહંસ નામના બે ભાણેજને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા. એમના જીવનની કથા બહુ જ કરુણ છે. આ કથા પ્રસિદ્ધ હોવાથી હું લંબાણના ભયથી તે નથી આપતે. વિશેષ જાણવા ઇચ્છનારે પ્રભાવકચરિત્ર, ચતુવિંશતિપ્રબંધ, જૈન સા. સં. ઈ. વગેરે ગ્રન્થ જોવા.
આ બન્ને શિષ્યોની કરુણ મૃત્યુકથાના નિમિત્તથી હરિભદ્રસૂરિજીના અનેક ગ્રંથની રચના આપણને મળી છે.
તેમના ક્રોધાગ્નિને શાંત કરવા ગુરુજીએ સમરાદિત્યના નવ ભવની સૂચક નવ ગાથાઓ મોકલી. તેમાંથી આખી સમરાઈચ્ચકહા નામને અદ્દભુત ગ્રન્થ બને છે. શ્રીહરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ કે ૧૪૪૦ ગ્રંથ બનાવ્યાનું કહેવાય છે.
તેઓ વેતાંબર સંપ્રદાયમાં બહુ જ પ્રસિદ્ધ અને મહાવિદ્વાન આચાર્ય થયા છે. તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ધર્મ, કથા, દર્શનશાસ્ત્ર, તત્ત્વજ્ઞાનના પ્રતિપાદક અનેક ઉત્તમોત્તમ ગ્રંથ, સ્વમતને જરા પણ આગ્રહ કે પક્ષપાત રાખ્યા સિવાય રહ્યા છે.
તેમણે બનાવેલા ૮૨ ગ્રંથનાં નામ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં આપ્યાં છે.
તેઓ જૈનધર્મના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન ઈતિહાસના મધ્યવર્તી સીમાસ્થંભ સમાન ગણાય છે. તેમણે જેના મો પર પહેલ વહેલી સંસ્કૃત ભાષામાં સુંદર ટીકાઓ રચી છે. તેમના બનાવેલા ગ્રંથનું અવલોકન કરતાં જણાય છે કે તેઓ પ્રકૃતિથી અતિ સરલ, આકૃતિથી અતિ સૌમ્ય અને વૃત્તિથી બહુ જ ઉદાર હતા. - શ્રીહરિભદ્રસૂરિજીએ પિરવાલ જાતિને સંગઠિત કરીને તેમને જૈન બનાવ્યા હતા. હર્મન યાકેબી ‘સમરાઈચ્ચકહા ની પ્રસ્તાવનામાં લખે છે કે “હરિભદ્ર તે તાંબાના સાહિત્યને પૂર્ણતાની ઊંચી ટોચે પહોંચાડયું.”
- શ્રીહરિભદ્રસૂરિ શ્વેતાંબર સાહિત્યમાં એક પ્રખર યુગપ્રવર્તક થયા છે. તેમને સમય હાલના વિદ્વાને સં. ૭૦૬ નક્કી કરે છે. જેન પરંપરા પ્રમાણે વિ. સં. ૧૮પને સમય છે.
તેમના ગ્રંથમાંથી તેમનો પરિચય આ પ્રમાણે મલે છે. તેઓ વેતાંબર સંપ્રદાયના હતા, ગચ્છનું નામ વિદ્યાધર, ગ૭પતિ આચાર્યનું નામ જિનભટરિ, દીક્ષાગુરુ જિનદત્ત અને ધર્મજનની સાધ્વી શ્રીયાકિની મહત્તરા હતું. (આવશ્યકસૂત્રની ટીકાનો અન્તિમ ભાગ.)
૧ હરિભદ્રસૂરિના નામથી લોભાઈ કેટલાક તેમને પોતાના ગચ્છના જણાવે છે, પરન્તુ તેઓ તે વિદ્યાધર ગઢના છે એ ભૂલવા જેવું નથી,
For Private And Personal Use Only