SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] ગુરુપરંપરા [ ૧૨૩] વિશેષાવશ્યક ભાષ્ય-મૂલ અને ટીકા. બૃહત્સંગ્રહણ ૪૦૦ થી ૫૦૦ ગાથા પ્રમાણ. બ્રહત્રસમાસ. વિશેષણવતી-૪૦૦ ગાથાનો પ્રકરણગ્રંથ. છતકલ્પસૂત્ર-સભાષ્ય જૈન સાધુઓના પ્રાયશ્ચિત્તનો સુંદર ગ્રંથ. તેઓની સ્તુતિ કરતાં સિદ્ધસેનસૂરિ–જતકલ્પચૂર્ણિ ઉપર ટીકા રચતાં લખે છે કે “અનુયોગ એટલે આગમોના અર્થજ્ઞાનના ધારક યુગપ્રધાન, પ્રધાન જ્ઞાનીઓને બહુમત, સર્વ શ્રુતિ અને શાસ્ત્રમાં કુશલ, અને દર્શન–જ્ઞાન ઉપગના માર્ગસ્થ એટલે માર્ગરક્ષક, જેમણે છેદસૂત્રોના અર્થાધારે પુરુષવિશેષના પૃથક્કરણ પ્રમાણે પ્રાયશ્ચિત્તના વિધિનું વિધાન કરનાર છતકલ્પસૂત્રની રચના કરી છે એવા સ્વપર સમયના સિદ્ધાન્તોમાં નિપુણ, સંયમશીલ શ્રમણના માર્ગના અનુગામી અને ક્ષમાશ્રમણેમાં નિધાનભૂત જિનભદ્રગણ ક્ષમાશ્રમણને નમસ્કાર !” ભાષ્યકાર તરીકે તેમની બહુ મોટી ખ્યાતિ છે. વિશેષાવશ્યક ભાષ્ય જેનપ્રવચનમાં એક મુકુટમણિ સમાન લેખાય છે. જેનદર્શનપ્રતિપાદિત જ્ઞાનવિષયક વિચારને કેવલ શ્રદ્ધગમ્ય વિષયની કોટિમાંથી બુદ્ધિગમ્ય વિષયની કેટિમાં ઉતારવાને સુસંગત પ્રયત્ન એમણે આ ભાષ્યમાં કર્યો હોય તેમ લાગે છે. જૈન આગમેના ગુરુપરંપરાગત રહસ્ય અને અર્થના તેઓ પોતાના સમયમાં અદ્વિતીય જ્ઞાતા મનાતા હતા તેથી તેમને યુગપ્રધાન એવું અનુપમ બિરુદ મલ્યું હતું. સુપ્રસિદ્ધ મહાતાર્કિક સન્મતિતર્કના કર્તા શ્રીસિદ્ધસેન દિવાકરે સન્મતિતમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન યુગપત થતાં નથી, અને એક છે, જુદાં નથી; આવું આગમન પરંપરાથી જુદુ પ્રરૂપ્યું હતું, જ્યારે શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આગમપરંપરાના મતને વળગી રહી, યુક્તિ અને તર્કથી સિદ્ધસેન દિવાકરની માન્યતાનો સટ જવાબ આપ્યો હતા. તેઓ આગમપરંપરાના મહાન સંરક્ષક હતા, તેથી તેઓ આગમવાદી કે સિદ્ધાન્તવાદી તરીકે પ્રસિદ્ધ છે. શ્રીજિનભદ્રગણિ ઉત્કૃષ્ટ વ્યાખ્યાતા હતા, આચાર્ય હેમચંદ્રસૂરિજી લખે છે કે sufજનમહામાત્રમUT Oાથાતાઃ ” વિશેષાવશ્યક ભાષ્ય ઉપર શ્રીકેટયાચાર્યજીએ સુંદર ટીકા બનાવી છે. શ્રીજિનભકગણિ ક્ષમાશ્રમણજીએ નદિસત્ર ચૂર્ણિ, નિશીથ સૂત્ર પર વિશેષ નામની ચૂર્ણિ, તથા અનુયોગદ્વાર ચૂર્ણિ રચી છે. નિશીથચૂર્ણિનાં અવતરણ આચાર્ય હરિભદ્રસૂરિજીએ પિતાની આવશ્યકવૃત્તિમાં લીધાં છે. ( વિશેષ પરિચય માટે જેન સા. સં. ઈતિહાસ જુઓ. ) આચાર્ય હરિભદ્રસૂરિજીએ તેમના ધ્યાનશતકપર ટીકા બનાવી છે. વિક્રમની સાતમી શતાબ્દિના આ પ્રકાંડ વિદ્વાન અને પ્રતાપી પુરુષ થયા છે. આચાર્ય હરિભદ્રસૂરિજી–આ આચાર્યને સંક્ષિપ્ત પરિચય હું ગયા ઐતિહાસિક વિશેષાંકમાં આપી ગયો છું. છતાં પુનરુક્તિ દોષ વહોરીને પણ અહીં સંક્ષિપ્ત પરિચય આપું છું. શ્રીહરિભદ્રસૂરિજી ચિત્રકુટના સમર્થ બ્રાહ્મણ, વિદ્વાન અને રાજ્યપુરોહિત હતા. વિદ્વત્તાના અભિમાને તેમણે પ્રતિજ્ઞા લીધેલી કે જેનું કહેવું હું ન સમજું તેને શિષ્ય થાઉં. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy