________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપિત્સવી અંક] શ્રી ગુરુપરંપરા
| [ ૧૨૧ ] કરી હતી. તેમના સમયમાં વાયડના શ્રીમહાવીર જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. વાયડમાં લલ્લનામે એક કેદીધ્વજ ધનાઢય શેઠ રહેતો હતો. તે બ્રાહ્મણોને બહુ ઉપાસક હતો. યજ્ઞાદિકરાવતો હતો. તેને પાછળથી સંયોગવશાત્ યજ્ઞાદિ અને બ્રાહ્મણે ઉપરથી શ્રદ્ધા ઊઠી ગઈ જેથી તેણે સૂરિજીને આ વાત કરી. સૂરિજીના ઉપદેશથી તે ધનાઢ્ય શેઠે જૈનધર્મ સ્વીકાર્યો. પછી સૂરિજીના ઉપદેશથી તેણે “પિપલાનક” નગરમાં વિશાલ જિનમંદિર બનાવ્યું. ત્યાંની અધિષ્ઠાયિકા વિશ્વ નાખતી હતી તેને ઉપદેશ આપી ઠીક કરી મંદિરની પાસે જ તે ભૂવનદેવીની દેરી બનાવી. લલ્લશેઠ જૈન બનવાથી બ્રાહ્મણોને જૈનધર્મ ઉપર ઠેષ વળે. પરિણામે એકવાર એક મૃતપ્રાયઃ ગાય મહાવીર મંદિર તરફ વાળી. તે ગાય રાતે મરી ગઈ. સાધુઓએ આ દશ્ય જોઈ ગુરુને-છવદેવસૂરિજીને જણાવ્યું. સૂરિજીએ પરકાયપ્રવેશિની વિદ્યાથી તે ગાયને ઉઠાડી અને બ્રાહ્મણોના વિશાલ મંદિરમાં બ્રહ્મદેવના ગભારામાં સુવાડી દીધી. મરેલી ગાય તે મંદિરમાં જઈ પૂજારી અને બ્રાહ્મણે ગભરાયા. તેમને એમ લાગ્યું કે આપણે જેનેની છેડતી કરી છે તેનું આ પરિણામ છે. તેમણે સુરિજીને વિનંતિ કરી જણાવ્યું કે આપ આ ગાયને ઉઠાડી ઘો. સૂરિજીએ તેમના કથન ઉપર લક્ષ્ય ન આપ્યું. બ્રાહ્મણોએ લલ્લશેઠને વિનવ્યા કે હવે પછી અમે જેને ઉપર ઠેષ નહીં રાખીએ અને કદી પણ તેમની છેડતી નહીં કરીએ. આથી લલશેઠે સૂરિજીને વિનવ્યા અને બ્રાહ્મણે સાથે એક સુલેહનામું તૈયાર કર્યું કે જેમાં એ શરત હતી કે આ ગામમાં જેને કોઈ પણ ધાર્મિક ઉત્સવ કરે તેમાં કેઈએ કોઈ પણ પ્રકારનું વિઘન કરવું, દરેક ધર્મકાર્યમાં તે –જેન સાધુઓ અગ્રણી રહેશે અને જે નવીન આચાર્ય ગાદીએ બેસે તેને બ્રાહ્મણોએ સુવર્ણ જનોઈ આપી બ્રહ્માજીના મંદિરમાં પાટોત્સવ કરવો. આ સુલેહનામા પછી સૂરિજીએ ત્યાંથી ગાય ઉઠાડી અને ત્યારથી ત્યાં જેનો અને બ્રાહ્મણો વચ્ચે ભાઈચારા જેવો સંબંધ બંધાયો, જે અદ્યાવધિ-(પ્રભાવક ચરિત્રકારના સમય સુધી) અવિચ્છિન્ન ચાલ્યો આવે છે.
અને પિતાને સ્વર્ગગમનકાલ નજીક જાણ અનશન કરી, ગષ્ણવ્યવસ્થા કરી તેઓ સ્વર્ગે સીધાવ્યા. પેલે યોગી તેમના કપાલખંડ લેવા આવ્યો હતો પરંતુ તેની પહેલેથી વ્યવસ્થા થઈ હતી. સૂરિજીની પરંપરામાં અર્થાત વાયડગચ્છના શ્રી જિનદત્તસૂરિના શિષ્યબાલભારત, કાવ્યકલ્પલતા આદિ ગ્રંથના નિર્માતા પ્રસિદ્ધ કવિ અમરચંદ્રસૂરિ થયા, જેને ઉલેખ પ્રભાવરિત્રમાં પણ મળે છે.
વાયડગચ્છ અને વાયડજ્ઞાતિ જે સ્થાનના નામથી અદ્યાપિ પ્રસિદ્ધ છે તે વાયડ સ્થાન આજે પણ ડીસાની પાસે છે. આજ તો નાનું ગામડું છે. આ ગચ્છના પટ્ટધર આચાર્યોનાં નામ ઘણે ભાગે જિનદત્તરિ, રાશિલસૂરિ અને છવદેવસૂરિ જ હતાં. આ ગચ્છની પરંપરા વિક્રમના તેરમા શતક સુધી વિદ્યમાન હતી. મહામંત્રી વસ્તુપાલના સમયમાં એ ગચ્છના જિનદત્તસૂરિ અને તેમના શિષ્ય અમરચંદ્રસૂરિ વિદ્યમાન હતા. એ જ જિનદત્તસરિજીએ “વિવેકવિલાસ” અને “શકુન શાસ્ત્રની રચના કરી છે.
છવદેવસૂરિજીના સમયે બ્રાહ્મણોએ જેને સાથે જે સહચાર બાંગે તે જ બ્રાહ્મણો કાલાન્તરે સત્તાહીન અને જાગીરરહીત થતાં જેના આશ્રિત થતા ભેજકે થયા.
For Private And Personal Use Only