SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરનિ. સં ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૭૦૦ સુધીનાં સાત વર્ષની ગુરુપરંપરા [પટ્ટપરંપરાના આચાર્યો તથા બીજા મુખ્ય આચાર્યને પરિચય ] લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી અમદાવાદ. જૈન સત્ય પ્રકાશના ગયા-બીજા વિશેષાંક, શ્રી પર્યુષણ પર્વ વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીથી ૨૭મી પાટ સુધીના આચાર્યોની જીવનઝાંખી આપી હતી. તેના અનુસંધાનમાં અહીં ૨૮ મી પાટથી શરૂ કરીને વીરનિ સં. ૧૭૦૦ સુધીના પટ્ટધર આચાર્યો તથા બીજા મુખ્ય મુખ્ય આચાર્યોને પરિચય આપણે સાધીશું. મુખ્ય પાટ ઉપર થયેલા ૨૮મા આચાર્યને પરિચય આપતાં પહેલાં એ સમયમાં થઈ ગયેલ આ ચાર આચાર્ય ભગવંતોને પરિચય આપવો ઉચિત ધાય છેઃ ૧ શ્રી છવદેવસરિઝ, ૨ શ્રી મલ્લવાદીસુરિજી, ૩ શ્રી જિનભદ્રાણિ ક્ષમાશ્રમણ અને ૪ શ્રી હરિભદ્રસુરિજી. વદેવસૂરિ–આ આચાર્ય મહાપ્રાભાવિક થયા છે. તેમના માટે પ્રભાવચરિત્રકાર લખે છે કે-“જેમણે આહંતવાણીરૂપ ધેનુને પ્રાણલ્લાસ પમાડી ચરણ (ચારિત્ર) ને ઉદય કર્યો એવા શ્રીછવદેવસૂરિ તમને કલ્યાણદાયક થાઓ !” આ મહાન આચાર્યના પિતાનું નામ ધર્મદેવ, માતાનું નામ શીલવતી, જ્ઞાતિએ વાયડ અને વાયડનિવાસી હતા. તેમનું ગૃહસ્થાશ્રમનું નામ મહીધર હતું અને મહીપાલ નામે તેમને એક નાના ભાઈ હતા. મહીધરે વાયડ ગચ્છના આચાર્ય જિનદત્તસૂરિજી પાસે દીક્ષા લીધી હતી. ભણી ગણીને ગીતાર્થ થતાં જિનદત્તસૂરિએ તેમને આચાર્યપદ આપ્યું અને પોતાની શાખાને અનુસાર રાશિલસરિનામ પાડી પોતાના પટ્ટધર બનાવ્યા. મહીપાલે રાજગૃહ નગરમાં દિગંબરાચાર્ય શ્રી શ્રુતકીર્તિ પાસે દીક્ષા લીધી. તેમનું નામ સુવર્ણકીર્તિ રાખવામાં આવ્યું. ગુરુ પાસેથી અપ્રતિચક્ર વિદ્યાને આમ્નાય અને પરકાય પ્રવેશીની વિદ્યા તેમને પ્રાપ્ત થઈ. જ્યારે તેમની માતાએ સાંભળ્યું કે મહીપાલે દિગંબર દીક્ષા લીધી છે એટલે તેમને મલી વાયડદેશ તરફ પધારવા અને બન્ને ભાઈઓને એક જ જિનમત સ્વીકારવા સમજાવ્યા. સુવર્ણ કીર્તિ વાયડદેશમાં આવ્યા. બન્ને ભાઈઓ મલ્યા. માતાએ અને ધર્મની પરીક્ષા કરી. છેવટે નાના ભાઈ સુવર્ણકાતિએ દિગંબર મત છોડી વેતાંબર દીક્ષા લીધી. તેમનું નામ છવદેવસૂરિ રાખવામાં આવ્યું. અને એ પટ્ટધર આચાર્ય બન્યા. એકવાર એક યોગીએ છવદેવસૂરિના શિષ્યની વાચા (ક્યાંક સૂરિજીની પિતાની વાચા લખેલ છે) બંધ કરી દીધી અને એકવાર તેમના સમુદાયની સાળી પર યોગચૂર્ણ નાખી પર. વશ બનાવી દીધી; સૂરિજીએ બન્ને સ્થળે મંત્રબળથી ભેગીને પરાજય કરી તેને 5 શિક્ષા For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy