________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
[૯]
[ વર્ષ સાતમુ
હેમચ’દ્રાચાયની અન્ય કૃતિઓ
આ મહાપુરુષે પંચાગી વ્યાકરણ ઉપરાંત ખીજા અનેક ગ્રન્થા રચ્યા છે. અભિધાનચિંતામણિ કોષ-આ ગ્રંથ સ્વપન ટીકા સહિત છે. આના છ કાંડ છે. પ્રથમમાં દેવાધિદેવ, ખીજામાં દેવ, ત્રીજામાં માનવતા, ચોથામાં તીર્યચને, પાંચમામાં નાટકનો, અને છઠ્ઠા કાંડમાં સાધરણને સંગ્રહ કરવામાં આવેલ છે, યૌગિક, યેાગરૂદ્ર અને રૂઢ શબ્દો ખૂબ સ્પષ્ટ કરવામાં આવેલ છે. છઠ્ઠામાં અવયવની ચર્ચા ઉપરાંત તેનાં સ્થાન ખતાવેલ છે. આ ગ્રંથની શ્લોકસંખ્યા ૧૦૦૦૦ની છે. આ ગ્રંથ સં. ૧૨૦૦ના અરસામાં રચાયેલા હાય એમ સંભવે છે. આ ગ્રંથની પૃથક્ પૃથક્ પાંચ આવૃત્તિએ મુદ્રિત થયેલ છે. આ ગ્રંથ ‘સિદ્ધહેમ’ રચાયા બાદ રચાયેલ છે અને તેનું નામ ‘નામમાળા' છે તે તેના પ્રથમ શ્લોક પરથી જણાઈ આવે છે. આ ગ્રંથની શરૂઆતમાં વ્યાદ્રિ, વાસુકી, અને મહાકવિ ધનપાલ વગેરે પૂ પડતાને આધાર બતાવી ગ્રંથની મહત્તા વધારી છે. આના પર અભિધાન ચિંતામણિ પરિશિષ્ટ' ૨૦૪ શ્લેાકપ્રમાણ છે.
અનેકાર્થ કાષ—કાષ ગ્રંથનેા આ દ્વિતીય વિભાગ છે. અભિધાનચિંતામણિ કાષમાં એકઅવાચી અનેક શબ્દોને સંગ્રહ કર્યો ત્યારે આમાં એક શબ્દના અનેક અર્થો બતાવ્યા. આ ગ્રન્થની ક્લાક સંખ્યા ૧૮૨૮ શ્લોકપ્રમાણુ છે. આના પર ૬૦૦૦ શ્લાકપ્રમાણની સ્વાપનવૃત્તિ છે. અને અન્ય વૃત્તિ તેમના શિષ્ય મહેદ્રે રચી છે તે ૧૨૦૦૦ લાક પ્રમાણ છે. આ ગ્રન્થા મુદ્રિત થયેલા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઘંટુશેષ—આ ગ્રન્થમાં વનસ્પતિનાં નામેાતા સંગ્રહ કરેલ છે. વૈદક દૃષ્ટિએ આ ગ્રન્થ અતિ મહત્ત્વના છે. આ ગ્રન્થની શ્લોકસંખ્યા ૩૯૬ ની છે. આના પર હેમાચાયે અગર કાઈ અન્ય ટીકા લખી હોય તેમ જણાતું નથી. ગ્રન્થ પરિપૂર્ણ છે. મુદ્રિત થયેલ છે. લિંગાનુશાસન (સટીક)—આ ગ્રંથમાં જુદા જુદા શબ્દોના લિંગ સંબંધી સ્પષ્ટતાપૂર્વક ખુલાસા આપવામાં આવ્યા છે. આ ગ્રન્થ ઉપર સ્વાપન્ન ટીકા છે. ટીકાસહિત ગ્રંથ ૩૬૮૪ શ્લેાકપ્રમાણ છે. મૂળશ્લોકા ૧૩૮ લગભગ છે. પદ્યબંધ રચાના છે. એકના એક શબ્દ એક અર્થમાં એક જિતને હોય તે જ શબ્દ અન્ય અર્થાંમાં ખીજી જાતિને હોય તેને પણ ફાટ કરવામાં આવેલ છે. આ ગ્રન્થ અને ટીકા મુદ્રિત થયેલ છે.
વાદાનુશાસન—આ ગ્રન્થ ઉપલબ્ધ નથી. વાદની ચર્ચા વિષયક આ ગ્રન્થ હોય તેમ એના નામ ઉપરથી પના થઈ શકે છે.
દેશીનામમાળા—આ ગ્રંથમાં, જે શબ્દો વ્યાકરણના નિયમ પ્રમાણે સિદ્ધ ન થઈ શકે છતાં ભાષામાં વપરાતા હોય એવા દેશ્ય શબ્દોને સંગ્રહ કરેલ છે. પ્રાચીન ભારતીય ભાષાની શોધખેાળ અંગે આ ગ્રન્થ મહત્ત્વને છે. આ ગ્રન્થ મુદ્રિત થયેલ છે. સ્વાપત્તવૃત્તિ સાથે આ ગ્રંથના શ્લેાકની સંખ્યા ૩૫૦૦ છે,
કાવ્યાનુશાસન ( અલંકાર ચૂડામણિ-વિવેકત્તિ સહિત )—આ ગ્રન્થના આર્ડ અધ્યાય બનાવ્યા છે. તેમાં રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, કાવ્યના ગુણા, છ પ્રકારના શબ્દાલકાર, અનુપ્રાસ, અલ’કારના એગણત્રીશ વિભાગે, નાયક—નાયિકાના પ્રકાર, વગેર પર વિવેચન કરેલ છે. આ ગ્રન્થ ઉપર અલંકારચૂડામણુિવૃત્તિ અને વિશેષ જિજ્ઞાસુ અર્થે વિસ્તૃત વિવેચન ‘વિવેક’ નામની વૃત્તિ હુંમચદ્રાચાયે` બનાવી છે, બન્ને ટીકાએ સહિત આ ગ્રન્થની
For Private And Personal Use Only