________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ પસાર થતા હતઃ રાત્રિના બીજા પ્રહર વેરત્તિય કાળની ક્રિયા કરાવવી, ચેથા પ્રહરે પ્રભાતિક કાળની ક્રિયા કરાવવી અને આવશ્યક કરો. સૂર્યોદય બાદ ઘડીભર દિવસ ચડે એટલે સક્ઝાય પાટલી ઉદેશ-સમુ દેશ–અનુજ્ઞા આદિનાં અનુષ્ઠાન કરાવવાં. ત્યારબાદ વ્યાખ્યાને ઉપદેશ આપી જનતાને પ્રતિબંધિત કરવી. પછી ગાહી મુનિઓના આહારપાણીની દેખરેખ રાખવી, મધ્યાહ્ન બાદ વાંચના આપવી, આવશ્યક ક્રિયાઓમાં અપ્રમત રહેવું શેષ મુનિઓને શિક્ષણ આપવું, સંધમાં ધ્યાન આપવું અને સાથે સાથે સૂરિપદનાં વિશિષ્ટ અનુષ્ઠાને પણ આરાધવાં. સાચે જ મેટાની મોટાઈ અપ્રમત્તભાવે ઉદ્યમશીલ રહેવામાં જ સમાયેલી છે.
માનવ શરીર અમુક પરિશ્રમ બાદ વિશ્રામ માગે છે, પરંતુ સજજનોને એવો સ્વભાવ હેય છે કે તેઓ કોઈપણ કાર્ય પોતે પાર પામી શકે તેમ ન હોય તે તેની શરૂઆત જ કરતા નથી અને કદાચ શરૂ કરે તે તેને પ્રાણાતે પણ અધવચમાં અપૂર્ણ મૂક્તા નથી. તેથી આચાર્યશ્રી પણ રાત્રિ દિવસ તેઓએ હાથમાં લીધેલ કાર્યોમાં સતત પ્રયત્નશીલ રહે છે.
એક દિવસ એકાએક આયુષ્કર્મની પૂર્ણાહુતિ થવાથી જીવનદરને છેડે આવવાથી રાત્રિના સમયે વેદનીય કર્મના ઉદયથી હૃદયમાં થલ થયું ને ક્ષણભંગુર દેહ ત્યાગ કરી આચાર્ય મહારાજ સૌધર્મ દેવકના નલિની ગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયા.
યોગોઠાહી મુનિઓ તેમજ અન્ય મુનિઓ દિવસના પરિશ્રમથી સંયમ માર્ગમાં ઉપકારી દેહને વિશ્રામ આપવા યોગનિદ્રા સુખને અનુભવે છે. રાત્રિના બનાવની કઈ મુનિને કલ્પના પણ નથી. દેવલેકમાં ઉત્પન્ન થવાની સાથે આચાર્યશ્રીને આત્મા વિચાર કરે છે કે હું અહીં કઈ ગતિમાંથી, કઈ સ્થિતિમાંથી, કયા સુકૃતના સેવનથી ઉત્પન્ન થયે છું? ઉપગ મૂકવાથી જણાય છે કે અહા ! હું જે સ્થાનથી અહીં આવ્યો છું ત્યાં કેવી પરિસ્થિતિ છે. મારા અભાવે ત્યાં કેટલી બધી અડચણે થવા સંભવ છે. સાધુઓને આગાઢ યુગ ચાલે છે તે હજુ પૂર્ણ થયા નથી. શાસ્ત્રની એવી આજ્ઞા છે કે તે પૂર્ણ કરવા જ જોઈએ. મારા સિવાય ત્યાં અન્ય કોઈ યોગવહન કરાવી શકે ને વાચના આપી શકે તેવા આચાર્ય નથી. જે સાધુઓના જેગ અપૂર્ણ રહેશે તે તેઓ ઘણું જ કલેશને અનુભવશે, તેઓના આત્માને દુઃખ થશે ને શાસ્ત્રાજ્ઞા ન પળાયાથી ઘણો જ અનંથ થશે.
૧ નલિની ગુલ્મ વિમાન એક સૌધર્મ દેવલોકમાં ને બીજુ આઠમા સહસ્ત્રાર નામના દેવલોકમાં પણ છે. વધારે પ્રસિદ્ધિમાં સૌધર્મ દેવલોકનું છે.
અવંતી સુકમાલની કથાથી એમ જણાય છે કે તે વિમાન ઘણું જ મનેહર, રમ્ય અને સુખ સમ્પત્તિથી ભરપૂર છે, કારણકે તેનું સ્વરૂપ સાંભળીને તે મેળવવા માટે તે કુમારે ૩૨ સ્વરૂપવતી કામિનીએ, અઢળક સંપત્તિ આદિ ભોગવિલાસ છોડી દીધા ને કષ્ટપૂર્ણ સંયમમાર્ગનું સેવન કર્યું ને મેળવ્યું. તે વિમાનનું ખાસ વર્ણન કે સ્વરૂપ કોઈ સ્થળે જોવામાં આવતું નથી, પણ એવું જણાય છે કે એ સવાલ જ્ઞાતીય શ્રાવક ધરણે સ્વપ્નમાં નલિની ગુમ વિમાન જોયું ને તે પ્રમાણે વિમાનના આકારવાળું રાણકપુરજીમાં ૧૪૪૪ સ્તંભની ભૂલભૂલામણી ને નકશીદાર વીશ રંગ મંડપથી સુશોભિત બે માળવાળું ચતુર્મુખ લેકચદીપક નામે મંદિર-શ્રી આદિનાથ પ્રભુનું દેરાસર બંધાવ્યું જે હાલ પણ વિદ્યમાન છે,
For Private And Personal Use Only