________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિગ્નવવાદ
લેખક – મુનિરાજ શ્રી દુરધરવિજ્યજી
(ક્રમાંક ૬૮-૬૯ થી ચાલુ) ત્રીજા નિવા આર્યઆષાઢાચાર્ય (થી) અવ્યક્તવાદીઓ કથાવસ્તુ
चोहा दो वाससया ताआ सिद्धिं गयस्स वीरस्स । तो अव्यत्तयविट्ठी सेयविआए समुप्पण्णा ।। सेयषिपोलासाढे जोगे तदिवस हिययसले य ।
सोहम्मनलिणिगुम्मे रायगिहे मुरियबलभद्दे ॥ नियुक्ति: ૧. શ્રી વીરજિન મુકિત ગયા બાદ ૨૧૪ વષે અવ્યકત દષ્ટિએ તામ્બિકા નગરીમાં ઉત્પન્ન થયા. ૨. તામ્બિકા નગરીમાં પલાષાઢ નામના ચિત્યમાં ચાલુ જોગે અને તે દિવસના લે સૌધર્મ દેવલેકે નલિની ગુમ વિમાનમાં (ઉત્પન્ન થયા) ૩. રાજગૃહમાં મૌર્યબલભદ્ર (પ્રતિબંધ પમાડયા).
–નિર્યુક્તિ (૧) કથા વિભાગ આજકાલ તામ્બિકા નગરીમાં ધર્મનું સામ્રાજ્ય પ્રવતી રહ્યું છે. ધર્મના સ્તન્મ સ્વરૂપ આચાર્ય મહારાજ હાલમાં ત્યાં બિરાજે છે, ઉપદેશથી જનતાને ધર્મરસિક બનાવે છે, ને કહેવાય છે કેઃ
આજથી ૨૧૪ વર્ષ પૂર્વે જ્યારે પ્રભુ મહાવીર સ્વામીજી વસુધાતલ પાવન કરતા કરતા અહીં આવી સમવસરતા હતા ત્યારે જેમ જનતા ધર્મમય થઈ જતી હતી તેમ અત્યારે પણ, પ્રભુજીને યોગ નથી છતાં એમ નથી જણાતું કે “પ્રભુજીને વિરોગ છે.' આચાર્યશ્રીને ઉપદેશ, સમજાવવાની શૈલી, શંકા સમાધાન કરવાની પદ્ધત્તિ તેમજ સ્નેહમય મૃદુ રીતભાતથી તે નગરીની સર્વ પ્રજા તેઓને પૂજ્ય–ભાવથી જોવે છે. આચાર્યશ્રી સંપૂર્ણ દિવસ કાર્યમાં જ ગૂંથાયેલા રહે છે. તેને ઉપદેશ આપી ધર્મમાં જોડવા ઉપરાંત કેટલાએક મુનિઓએ, ક્રિયારૂચિ અને ભકિતવાળા શ્રાવકને યોગ મળ્યો હોવાથી અને ગીતાર્થ આચાર્ય મહારાજ સાથે રહેવાને પ્રસંગ પ્રાપ્ત થયા હોવાથી, મોટા મેટા આગાઢ બેગ શરૂ કર્યા છે. તેથી તેમને ક્રિયા કરાવવી વગેરેથી આચાર્ય મહારાજશ્રીને કાળ આ રીતે
1. યોગ એટલે સુત્ર ભણવા માટે કરવામાં આવતા ક્રિયાવિધિ. તે પેગ બે પ્રકારના છે; એક કાલિક ને બીજ ઉત્કાલિક. કાલિક એટલે કાળગ્રહણ વાળા, અને કાલિક એટલે કાળગ્રહણ રહિત. તેમાં કાલિક યુગના બે પ્રકાર છે. આગાટ અને અનાગાઢ. આગાઢ એટલે ગમે તેવા કારણે યોગમાંથી છૂટા ન થવાય ને પૂર્ણ કરવા જ પડે ને અનાગાઢ એટલે વિશિષ્ટ કારણે જોગમાંથી છૂટ થયા બાદ કારણે નિવૃત્ત થયે ફરીથી આગળ પૂર્ણ કરાય.
For Private And Personal Use Only