SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્વાનોને આમંત્રણ ‘શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ત્રીજો વિશેષાંક દી પો ત્સ વી અં ક [ એની યાજના ] · શ્રી જૈન સત્ય પ્રકાશ 'નુ' સાતમું વર્ષ આવતા અકે શરૂ થાય છે. સાતમા વર્ષની શરૂઆત ‘ શ્રી જૈન સત્ય પ્રકાશ 'ના ત્રીજે વિશેષાંક દીપેાત્સવી અંક પ્રકટ કરીને કરવાના અમે નિર્ણય કર્યો છે. પ્રથમ વિશેષાંકમાં અમે ભગવાન મહાવીર સ્વામીના જીવન-ચરિત્ર ઉપર પ્રકાશ પાડતી સામગ્રી આપી હતી અને ખીજા વિશેષાંકમાં ભગવાન મહાવીર સ્વામી પછીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસ આપ્યા હતા. આ ત્રીજો વિશેષાંક એ એ વિશેષાંકના અનુસંધાનમાં જ પ્રગટ કરવાના હાઈ તેમાં વીર નિર્વાણુ સંવત ૧૦૦૦થી વીર નિર્વાણુ સંવત ૧૭૦૦ ( વિક્રમ સ ંવત ૧૩૦થી વિ. સ. ૧૨૩૦ ) સુધીના સમયના જૈન ઇતિહાસ આપવાના છે. એટલે કે એમાં શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ પછીથી લઇને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય મહારાજ સુધીના જૈન ઇતિહાસ આપવાના છે. આ યાજના પ્રમાણે ઉપર જણાવેલ ૭૦૦ વર્ષના જૈન શ્વેતાંખર સપ્રદાયના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા, ખાસ કરીને ઇતિહાસ, સાહિત્ય, કળા, શિલ્પ-સ્થાપત્ય કે પુરાતત્ત્વ વગેરે વિષયાના લેખા આ વિશેષાંકમાં આવી શકે. ઇતિહાસ—આ વિભાગમાં તે અરસામાં થઈ ગયેલા મહાન ધર્મગુરુએ—જૈનાચાર્યા, જૈન સાધ્વીએ, ગુરુપદ્રુપરંપરા, ગચ્છા, જૈન રાજાએ, જૈન રાજવ ંશેા, જૈન મંત્રી, શ્રાવકા, શ્રાવિકાઓ વગેરેનાં પ્રમાણભૂત જીવન-ચરિત્રાના તેમજ તે કાળની રાજનૈતિક, સામાજિક કે ધાર્મિ ક વિશિષ્ટ ઐતિહાસિક ઘટનાઓના સમાવેશ થઈ શકે. For Private And Personal Use Only
SR No.521572
Book TitleJain_Satyaprakash 1941 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy