________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૧૨]. શ્રી કુપાક તીર્થ
[૪૫૯] સમતા પરિણામ-સામ્યભાવરૂપી તાખુલનું આસ્વાદન કરી મુનિ-સાધુ મહાન તૃપ્તિ-સાચી શાતિને પામે છે.”
સંયતીરાજ–બસ પ્રમે, આપે “જ્ઞાનાંજરાઢાવવા” મારાં અંતઃચક્ષુ અને ચર્મ ચક્ષુ ઉઘાડ્યાં છે. આજે મને સાચી દષ્ટિ, સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે, પ્રભ, મને આ શાશ્વત સુખને ભાગીદાર બનાવી આપના જેવા બનાવો !
મુનિરાજ-રાજન, શાશ્વત સુખમાં કઈ કઈને ભાગીદાર બનાવી શકતું નથી, જે આત્મા સ્પૃહા-આશા છેડી સંતોષ-તૃપ્તિને સ્વીકારી ક્ષણિક સુખેના મેહને છોડે છે તે સ્વતઃ ઊર્ધ્વગામી બની આત્મકલ્યાણ કરે છે.
આ પછી શિકાર ખેલવા આવેલે રાજા સંયતી રાજ્યપાટ, મહેલ, બાગબગીચા, કુટુંબ પરિવાર છોડી સંસારના સમરત જેને માટે “અભય” બની પિતે નિર્ભય બને છે. છેવટે આત્મકલ્યાણકારી ગઈ ભાલી મુનીશ્વરને તેમને મેળાપ થાય છે અને બન્ને પિતાપિતાનાનું જીવનવૃત્ત જાણી આત્મકલ્યાણના પથે આગળ વધે છે. *
શ્રી કુપાક તીર્થ
લેખકઃ-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી
(ગતાંકથી ચાલુ)
તીર્થને નુકશાન આ રીતે દક્ષિણને ઈતિહાસ અને વસવપુરાણ જોતાં વિક્રમની તેરમી શતાબ્દિના પ્રારંભમાં મહાન ધર્મક્રાંતિ થયેલ છે જેમાં વસવરાય મુખ્ય પાઠ ભજવે છે. તે લિંગાયત સંપ્રદાયને નાયક હતા, તેણે સ્વધર્મને પાયો રોપવા માટે ત્રણ સૂત્રે નક્કી કર્યા હતાં (૧) લિંગધારક મનુષ્ય સર્વોત્તમ મનુષ્ય છે જેના માટે આત્માનું બલિદાન આપવું. (૨) લિંગ રહિત મનુષ્ય બ્રાહ્મણ હોવા છતાં અધમ છે માટે તેને બળવાનને આશ્રય લઈ લિંગ બંધાવવું અથવા મારી નાખે. અને (૩) જન મંદિરમાંની જૈન મૂર્તિઓ ટુકડા કરીને ફેંકી દેવી અને તેના સ્થાને તે મંદિરમાં લિંગ પધરાવી દેવાં. વસવમંત્રીએ આ વિશિષ્ટ સૂત્રો સ્વીકાર્યા હતાં અને તે પ્રમાણે કામ કર્યું હતું, તેણે લિંગહીન રાજાના ભારના પૈસાથી લિંગધર્મવાળાને સત્કાર કર્યો હતો, પિતાને ત્યાં જંગમો (લિંગાયત ભકતે ) ને અખાડો જમાવ્યો હતો. (અ. ૩૯) કે જેઓ વિજલના મૃત્યુ માટે પ્રપંચ રચતા હતા અને અનેક મંદિરોને ધ્વસ કરીને વામિયા થયા હતા. છેવટે તેના પ્રપંચમાં જગદેવ સપડાય છે અને જગદેવના હાથે વિજજલનું મધ્યરાત્રિએ મૃત્યુ થાય છે. આ ઘટના પછી જગદેવ કે વસવ વધુ વખત જીવ્યા નથી. આ દરમ્યાન કલ્યાણીથી દૂરના કર્ણાટકના પ્રદેશમાં લિંગધર્મના પ્રચારનું કાર્ય જોરશોરથી શરૂ થઈ ગયું હતું. -
આમાંને સંવાદ , ઉત્તરાધ્યયનસૂત્રના સંચતીય અધ્યયનના આધારે લખે છે, વચમાં વચમાં મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રુત જ્ઞાનસારઅષ્ટકમાંના કેટલાંક અષ્ટકેના. ઍક સંવાદમાં ઉપયોગ કર્યો છે,
For Private And Personal Use Only