________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ સ્ત્રી બીજા દ્વારપાળની સેવામાં જોવામાં આવે છે. મંદિરના પ્રવેશદ્વારના બે સ્થભને લીધે ત્રણ ભાગ પડી જાય છે. મંદિરની લંબાઈ તેમજ પહોળાઈ સવા આઠ ફુટ છે અને તેમાં બદામીની ગુફામાંની મૂર્તિને લગભગ મળતી તીર્થકરની મૂર્તિ પદ્માસને બેઠેલા જોવામાં આવે છે.
એારડાની ડાબી બાજુએ મંદિરની દીવાલ ઉપર સિંહાસનસ્થ પ્રભુ મહાવીરની આકૃતિએવાળું શિલ્પકામ જોવામાં આવે છે. પાછળની દીવાલના મધ્યભાગમાં ચમરબારીઓ તેમજ આશરે બાર જેટલી બીજી આકૃતિઓ જોવાય છે. કેટલીક આકૃતિઓ હાથી ઉપર છે. પ્રભુ મહાવીરને આ આકૃતિઓ પગે પડતી હોય તે આ દેખાવા લાગે છે.
અહીં બે શિલાલેખે પુરાતન સમયના મળી આવેલ છે, તેમાં એક શિલાલેખ શક સંવત ૨૦૭ને છે અને બીજો શિલાલેખ શક સંવત ૫૫૬ને ઐતિહાસિક છે. આ શિલાલેખ રાજા પુલકેશી બીજાના સમયને કાતરાએલ છે.
[૩] ભામેર જન ગુફા ભામેરનો કિલ્લો ખાનદેશમાં નિઝામપુર વિભાગમાં આવેલ છે. તે ધુલી આથી વાયવ્ય ખૂણામાં ત્રીસ માઈલ દૂર છે. જે બે ટેકરીઓ ગામથી ઊચે આવેલ છે તે પૈકીની પશ્ચિમ ભણીની ટેકરીમાં સાધુપુરુષને યોગ્ય સાદુ મકાન છે. બીજી ટેકરીમાં બે ભેચર છે અને ત્રીજી એક ગુફા છે. એ ગુફાની પડસાલ ૭૪ ફુટ લાંબી છે. તેના ડાબા છેડા તરફનું ભોંયરું અધુરું જ રહી ગયું છે. પડસાલમાં ત્રણ બારણાં પડે છે, જેમાંથી ત્રણ નાના ખંડમાં જઈ શકાય છે, એ ખંડો અંધારાવાળા છે. તેમની દરેકની લંબાઈ ૨૪ #ર અને પહેલાઈ ૨૦ ફુટ છે. ખંડેના છાપરાને ચાર ચેરસ સ્થભથી ટકે મળી રહે છે. દિવાલ ઉપર પાર્શ્વનાથ તેમજ બીજા જિન તીર્થકરોનું જેવું તેવું પણ પુષ્કળ પ્રમાણમાં શિલ્પકામ જોવામાં આવે છે. ખડકની દુર્દ શાના કારણે આ શિલ્પકામ ઘણું ભૂંસાઈ ગયું છે. આ શિલ્પકામ ચામરલેનાની ટેકરીના શિલ્પકામ જેવું ખડબચડું શિપકામ છે.
૧ કેવ ટેમ્પલ્સ ઓફ ઈન્ડીઆ, ચેપ્ટર બીજું.
J. F. Fleet. Sanskirit and old Canarese Inscriptions ( Indian An liqury. Vol. IV. and XX ) Bombay. 1875-1891.
2 Cave Temples of India, PP. 494.
आगामी अंक શ્રી જૈન સત્ય પ્રકાશને આગામી અંક આસે મહિનામાં દીપત્સવી અંક તરીકે પ્રગટ થશે. અંક તૈયાર થયેથી તરત જ દિવાળી આસપાસમાં ગ્રાહકેને
મોકલવામાં આવશે. - આ વિશેષાંક માટે આ અંકમાં અન્યત્ર છપાયેલ યેજના મુજબ લેખે મોકલવા સૌને આમંત્રણ છે.
–વ્યવસ્થાપક
For Private And Personal Use Only