SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક ટબાઓની પુપિકા સંગ્રાહક—મુનિરાજ શ્રી કાંતિસાગરજી, સિવની (સી. પી.) જૈન વાયના અનેક પ્રકારોમાં ટબાઓને પણ એક પ્રકાર છે. ટબાઓ શા માટે બનાવવામાં આવતા હશે ? એ પ્રશ્ન સહેજે ઉપસ્થિત થાય છે. એનું પ્રધાન કારણ એ છે કે પ્રાકૃત-સંસ્કૃત ભાષાથી અનભિજ્ઞ એવા મનુષ્ય સરળતાથી શાને સામાન્ય અર્થ સમજી શકે એટલા માટે મૂળ શાને અનુલક્ષીને કેટલીક ટીકાઓ લેકભાષા જેવી કે— રાજસ્થાની, ગુજરાતી, હિન્દીમાં નિર્માણ કરવામાં આવે છે, જેને ટબા કે બાલાવબોધ તરીકે ઓળખવામાં આવે છે. આ ટબા કે બાળાબેધનું બે દષ્ટિએ મહત્ત્વ છે: (૧) શાસ્ત્રને અર્થ સમજી શકાય છે અને (૨) તત્કાલીન ભાષા સાહિત્ય પર ટબાઓ ઘણે સારે પ્રકાશ ફેંકે છે. કેટલાક એવા પણ બાએ મને મળ્યા છે કે જેમાં ગ્રન્થરચયિતાનો સંક્ષિપ્ત પરિચય પણ મળી રહે છે. પ્રાચીન જૈન જ્ઞાનમંદિરમાં સેંકડે ટબાઓ મળી આવે છે. આ ટબાસાહિત્યની જે એક અતિ સંક્ષિપ્ત નોંધ કરવામાં આવે તોપણ મજાનું એક પુરતક તૈયાર થાય તેમ છે. સાક્ષરવર્ય શ્રીમાન હલાલ દલીચંદ દેશાઈ B. J. J. L. B. એ સંબંધી વિરતૃત નિબંધ તૈયાર કરી જૈન ગુર્જર કવિઓ ભાગ ૩ માં આપવાના છે. મેં મારા વિહાર દરમ્યાન જે જે સાહિત્ય એકત્ર કર્યું તેમાંથી ટબા સંબંધી કેટલીક હકીકત અત્રે રજુ કરવામાં આવે છે; બાલાવબેધને પણ આમાં સમાવેશ કર્યો છે. સી. પી. અને વેરાડ પ્રાન્તમાં જેનોનું સાહિત્ય સારા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. મેં અત્યાર સુધી નાગપુર, હીંગણઘાટ, કામઠી, સિવની, ભાંદકનાં જ્ઞાન–મંદિરે તપાસ્યાં છે. તેનું સંક્ષિપ્ત વિવરણ “. . ગ જરાત પ્રારત સુરક્ષિત નારામ” નામે એક મોટા નિબંધમાં આપેલ છે. ઉપરના તમામ જ્ઞાનમંદિરનાં સૂચિપત્ર, પુષિકાઓ વગેરેને મે સંગ્રહ કર્યો છે. અહીં ૧૭મી અને ૧૮મી શતાબ્દિના ટબાઓની પુષ્પિકાઓ આપવામાં આવે છે. બીજા ટબાઓનું વર્ણન આગળના અંકમાં જોઈશું. સત્તરમી સદીના ટબાઓ (૧) ભક્તામર બાલાવબોધ પત્ર ૨૮ संवत १६०१ वर्षे पोष सुदि १४ श्रीबुधे लिखिता. આ બે ગુજરાતી ભાષામાં છે, તેના અક્ષરો સુંદર છે, એ મારા સંગ્રહમાં છે. (૨) નવતત્વ બાલાવબોધ પત્ર ૯, આ ગ્રંથ મારા સંગ્રહમાં છે. संवत १६०६ वर्षे चैत्र सुदि पडिवादिने पं. गोपाल दास. (૩) સંગ્રહણી ટળે પત્ર ૪૭, આ ગ્રંથે નાગપુરના ભંડારમાં છે. संवत १६६२ वर्षे पोष शुदि १४ दिने रविनंदन वासरे लिखितं शुभं भव. તુ પંડિત મણિલાવવાવર્ત પુરાવાર્થ શાસ્ત્રજમાના ાિથ શિષ્યાનુI ઉપરોક્ત પ્રતિ ૧૭૯૦માં ન્યાયસાગરને સીરોહીના શ્રાવકે વહેરાવી અને ૧૭૯૨માં For Private And Personal Use Only
SR No.521571
Book TitleJain_Satyaprakash 1941 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy