________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૦૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ સ્થ દેવાનુપ્રિય! આગમમાં બતાવેલ નિરૂપણથી તમે અમુક એક આત્મપ્રદેશને છેલે માની તેને કાયમી કરે છે તે ઉચિત નથી, કારણ કે આગમનું આ નિરૂપણ તે કંઈ શાશ્વત કે સદા માટેનું નિયત નથી પણ અમુક વિષયને સમજાવવા માટે વિવેક્ષા કરીને બતાવેલ છે. માટે એ રીતે છેલ્લાપણાને નિશ્ચય કરતાં ચક્ર નામને દોષ આવે છે. ને આ ચક્રદેષની સાથે જ આત્માશ્રય અને અ ન્યાશ્રય દે તે આવે જ છે. માટે કોઈ એક પ્રદેશ છેલ્લે માન ને તેમાં પૂરવાપણુરૂપ વિશેષ છે એમ માનવું એ કોઈ પણ રીતિએ ઘટતું નથી. વળી ઉપકાર કરે છે તે શું બીજા પ્રદેશે આત્માના નથી તેને આત્માન કરે છે? નાના છે તે મોટા કરે છે? અલ્પશક્તિવાળા છે તે શક્તિને વધારે છે? શું ઉપકાર કરે છે જે તે વિવક્ષિત છેલ્લે પ્રદેશ છે તેવા જ સર્વ પ્રદેશ છે. ચતક્રિચિત પણું તફાવત નથી તે ઉપકાર શું કરે ? માટે ઉપકાર કરવા રૂપ વિશેપ પણ બરાબર નથી. અને ત્રીજું આગમમાં જે એક જુદો કરીને બતાવેલ છે તે તો એક કલ્પના છે. ને જે આગમને જ પૂર્ણ વિચારે તે આગળ એજ આગમમાં કહેલ છે કે “કવિ હિgo જનાજાણvપરતુઢઢપણે વત્ત રિવા.” સર્વ પૂર્ણ કાકાશના પ્રદેશ જેટલા પ્રદેશવાળા જીવ એ જ જીવ એમ કહી શકાય માટે જેમ હજાર તંતુવાળો પટ હજાર તંતુ મળે છતે જ પટ એવા વ્યવહારને પામે એમ આત્મા પણ તેના સર્વ પ્રદેશો મળે છે તે જ આત્મા કહેવા માટે એક પ્રદેશ ન્યૂન સર્વ પ્રદેશે કે છેલ્લે એક પ્રદેશ એ કંઇ આત્મા કહેવાય નહિ.
આ પ્રમાણે ઘણું સમય સુધી સ્થવિર સાથે તિષ્યગુપ્તને ચર્ચા ચાલી પણ તિષ્યગુપ્ત સાચી વસ્તુ સમજ્યા પણ નહિ અને સ્થવિરેને ઉત્તર પણ આપી શક્યા નહિ. આચાર્ય મહારાજશ્રીનું સમજાવવું
જ્યારે સ્થવિરેથી તિષ્યગુપ્ત ન માન્યા ત્યારે આચાર્ય મહારાજ શ્રી વસુસૂરિજી મહારાજ તેમને સમજાવવા લાગ્યા. ચિરંજીવ! તું અન્ય પ્રદેશને જ જીવ કહે છે તે શાથી? શું બીજા પ્રદેશો તે છેલ્લા પ્રદેશ નથી. બધા પ્રદેશ એક સરખા સ્વભાવવાળા અને એક સરખા પ્રમાણવાળા છે. જેમ તું છેલ્લા પ્રદેશને જ આત્મા કહે છે તેમ પહેલા પ્રદેશને કેમ નથી કહેતે? વળી આત્માના પહેલા બીજા વગેરે પ્રદેશોમાં જે જીવત્વ ન રહેતું હોય તે તે છેલ્લા પ્રદેશમાં પણ ન રહે. તિના એક કણીયામાંથી તેલ નથી નીકળતું તો ઘણા
૧ ચક્રનું સ્વરૂપ આ છે: “વવવધતાપેક્ષાઘોષણાાવવોપરાક્ષાવવધવિશ્વેન મિનરણgingG+ : | એક જ્ઞાનનું સાપેક્ષ બીજી જ્ઞાન, તેનું સાપેક્ષ વીજુ ને તેની અપેક્ષા રાખતું ચોથું જ્ઞાન; તેને વિષય કરીને પ્રથમ જ્ઞાનને જુદું બતાવવું તે ચઠક કહેવાય છે. જેવી રીતે વિવક્ષા જ્ઞાનને સાપેક્ષ આગમ છે, તેને સાપેક્ષ નિરૂપણ છે, તેને સાપેક્ષ આ અન્તિમ છે તે છે, ને તેને સાપેક્ષ તમારી વિવેક્ષા છે માટે તમે જે તેને પૃથક જણાવે છે તે ચક્ર દેવ દૂષિત છે. ચકની પેઠે પુનઃ પુનઃ ફર્યા કરે તે ચઠક કહેવાય. જે માટે ઉત્તરાધ્યાયન બ્રહદ્દ त्तिमा एवं सति चक्रकाख्यो: दोषः, तथाहि विवक्षानयत्यमन्त्यत्वात् , तन्नयत्यं च निरूपणायां पर्यन्तभवनात् तन्नियमोऽपि विवक्षानियमादिति । એમ થતાં ચક્રક નામને દેષ આવે છે. તે આ પ્રમાણે વિવક્ષાને નિશ્ચય છેલ્લાપણુથી છે, તેને નિર્ણય નિરૂપણમાં પર્ચવસિત થાય છે, તે નિયમ પણ વિવક્ષાનિયમથી છે,
For Private And Personal Use Only